NASA મંગળ ગ્રહ પર હેલિકૉપ્ટર ઉડાવવા માટે આજે Perseverance લૉન્ચ કરાશે

News18 Gujarati
Updated: July 30, 2020, 11:25 AM IST
NASA મંગળ ગ્રહ પર હેલિકૉપ્ટર ઉડાવવા માટે આજે Perseverance લૉન્ચ કરાશે
નાસા દ્વારા તૈયાર કરવામાં આવેલું હેલિકૉપ્ટર

મંગળ પર હેલિકોપ્ટરની આ ઉડાન એટલી જ રોમાંચક હશે જેટલી પહેલીવાર રાઇટ્સ બ્રધર્સની હતી.

  • Share this:
અમેરિકાની સ્પેસ એજન્સી (NASA) મંગળ ગ્રહ પર 30 જુલાઇએ એક વધુ રોવર લોન્ચ કરવા જઇ રહી છે. નાસાએ આ મિશનનું નામ માર્સ 2020 (Mars 2020) રાખ્યું છે. નાસાએ મંગળ પર અત્યાર સુધીમાં 8 સફળ મિશન પૂરા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ મિશનમાં નાસાએ રોવલ મંગળની જમીન પર તેના પહેલાના જીવનની જાણકારી મેળવવાની સાથે ત્યાંથી ધરતી પર પથ્થર અને માટી પણ લાવશે. આ રોવરની સાથે એક Ingenuity નામનું એક નાનું હેલિકોપ્ટર પણ જશે. જેનો પ્રયાસ તે હશે કે મંગળ પર એકલું ઉડે.

ભારતીય મૂળના વનીજા રૂપાણીએ હેલિકોપ્ટરને ઇજીન્યૂટી નામ આપ્યું છે. જેનો મતલબ થાય છે કે કોઇ પણ વ્યક્તિનું આવિષ્કારી ચરિત્ર. વનીજા અલબામા નાર્થ પોર્ટમાં હાઇ સ્કૂલમાં જૂનિયર ભણે છે તેણે મંગળ હેલિકોપ્ટરના નામકરણ માટે નાસની એક હરિફાઇમાં ભાગ લીધો હતો અને તે પછી તેના સૂચવેલા નામ પર મોહર લગાવવામાં આવી છે. નાસાએ આ માટે નેમ ધ રોવર નામની પ્રતિયોગિતા આયોજીત કરી હતી. જેમાં 28,000 લોકોએ ભાગ લીધો હતો. જેમાં વનીજાના નામને ફાઇનલ કરવામાં આવ્યું હતું.



નાસાએ જણાવ્યું કે મંગળના એટમાસફિયરમાં એક નાનું હેલિકોપ્ટર જમીનથી 10 ફીટ ઊંચુ ઉડી એક વારમાં 6 ફીટ સુધી જશે. આ સાથે તે આગળ અને પાછળ ફરશે. નાસાએ આ પ્રોજેક્ટની મેનેજર મિમિ આંગએ કહ્યું કે આ ઉડાન એટલી જ રોમાંચક હશે જેટલી પહેલીવાર રાઇટ્સ બ્રધર્સની હતી.

વધુ વાંચો : જયલલિતાના બંગલામાંથી મળ્યું ચાર કિલો સોનું, 32 હજારથી વધું છે સામાનનું લિસ્ટ

આ નવા પ્રયોગ પર એક 3 મિનિટનો વીડિયો પર નાસાએ મોકલ્યો છે. કે કેવી રીતે મંગળ ગ્રહ પર એક નાનકડું હેલિકોપ્ટર કામ કરશે. મિશનથી જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે જો અમે આ પ્રયોગમાં સફળ થઇશું તો આ એક માઇલસ્ટોન હશે. નાસાની પ્રોજેક્ટ મેનેજરે કહ્યું કે તેની સફળતા પછી અંતરીક્ષની દુનિયામાં શોધ કરવી અમારા માટે સરળ થશે.

અન્ય એક અધિકારીએ કહ્યું કે મંગળ પર ઉડ્ડાન ભરવી ખૂબ જ મુશ્કેલ છે. અહીંનું વાતારણ, ગ્રહની આસપાસની હવા પૃથ્વીના વાયુમંડળની મોટાઇના ખાલી 1 ટકા છે. આટલી ઓછી હવામાં હેલિકોપ્ટરના પંખાને હવામાં લિફ્ટ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. જે ટેકનોલોજી અમે પૃથ્વી પર ઉપયોગ કરી રહ્યા છીએ તે મંગળ પર પણ સફળ રહે તે માટે અમે નવી ટેકનોલોજી વિકસાવી છે.
Published by: Chaitali Shukla
First published: July 30, 2020, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading