નાસાના સંશોધકોએ હબલ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને એક વિશાળ ગ્રહની રચનાની ઘટના કચકડે કંડારી છે. આ ઘટનાને અદભૂત ખગોળશાસ્ત્રીય ઘટના કહેવાય છે. જેમાં ગુરુ ગ્રહ જેવડા કદનો ગ્રહ યંગ સ્ટારને ગળી જતો જોઈ શકાય છે. નાસાએ 29 એપ્રિલને ગુરુવારે આ ઇમેજ જાહેર કરી હતી.
આ નારંગી સ્ટાર પૃથ્વીથી 370 પ્રકાશવર્ષ દૂર છે. ટેક્સાસ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રના સહાયક પ્રોફેસર બ્રેન્ડન બોલરના કહેવા પ્રમાણે આ સિદ્ધિએ વિજ્ઞાનિકો માટે સંશોધનનું એક નવું ક્ષેત્ર ખોલી નાખ્યું છે.
નાસાએ 4000થી વધુ એક્ઝોપ્લેનેટનો કેટલોગ તૈયાર કર્યો છે. જેમાં આપણા સૌરમંડળની બહારના ગ્રહો અને સૂર્ય સિવાયના તારાઓનો સમાવેશ થાય છે. જોકે, નાસાના ટેલિસ્કોપ્સે તેમાંથી ફક્ત 15 જ તારાઓની તસ્વીર લીધી છે. ટેલિસ્કોપ્સ લઈ શકે તેવા શ્રેષ્ઠ ફોટામાં ગ્રહો ખૂબ દૂર અને નાના હોવાનું જોઈ શકાય છે. આ ગ્રહો ટપકા જેવડા દેખાય છે.
ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિકો દ્વારા આ વખતે જે નવી તકનીકનો ઉપયોગ કર્યો છે. તેનાથી પીડીએસ 70બી નામના મોટા ગ્રહને કેપ્ચર કરી શકાય છે. આ તકનીકના કારણે સંશોધકો ગ્રહના સમૂહ વૃદ્ધિ દરને માપી શકે છે. તસ્વીર મેળવવા માટે હબલની અલ્ટ્રાવાયોલેટ સંવેદનશીલતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
છેલ્લા 50 લાખ વર્ષોમાં ગુરુ ગ્રહના લગભગ પાંચ ગણા વૃદ્ધિ પામેલો આ ગ્રહ ફોર્મેશનના અંતિમ તબક્કામાં હોય તેવું લાગે છે. સ્ટાર પીડીએસ 70ની મલ્ટી-પ્લાનેટ ભ્રમણકક્ષાને સૌપ્રથમ જુલાઈ 2020માં યુરોપિયન સાઉથર્ન ઓબ્ઝર્વેટરીના ખૂબ મોટા ટેલિસ્કોપ દ્વારા કેપ્ચર કરવામાં આવી હતી.
તસ્વીરમાં ગેસ અને ધૂળ તથા ગેસની વિશાળ ડિસ્કએ તારાને ઘેરી લીધો હોય તેવું જણાય છે. આ ઘટનામાં બે ગ્રહોની સક્રિય રીતે રચના થઈ રહી હોય તેવું જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર