Home /News /national-international /

NASA એ અવકાશમાંથી આવતી મોત અંગે ચેતવણી આપી, 10 દિવસ પછી પૃથ્વી પર થઈ શકે છે વિનાશ!

NASA એ અવકાશમાંથી આવતી મોત અંગે ચેતવણી આપી, 10 દિવસ પછી પૃથ્વી પર થઈ શકે છે વિનાશ!

એક મહિનાની અંદર ઉલ્કા પૃથ્વીની ખૂબ નજીક આવી ગઈ છે (તસવીર- નાસા)

નાસાએ જણાવ્યું છે કે આ ઉલ્કાપિંડ સીધી પૃથ્વી સાથે ટકરાશે નહીં. તેના બદલે તે પૃથ્વી પાસેથી પસાર થશે. આથી આપણી પૃથ્વીને જોખમ ઓછું છે. પરંતુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેને પોતાની તરફ ખેંચી શકે છે.

    દુનિયામાં ઘણી વખત તબાહીની ખબરો સામે આવતી રહે છે. ઘણી વખત કહેવામાં આવે છે કે આ દિવસે દુનિયામાં પ્રલય આવશે તો કોઇ અન્ય દિવસની ભવિષ્યવાણી કરવામાં આવે છે. જોકે અત્યાર સુધીમાં આ તમામ ભવિષ્યવાણીઓમાંથી કોઇ સાચી પડી નથી. જોકે લોકોને વિશ્વાસ છે કે જો દુનિયાનો અંત થશે તો અંતરિક્ષ (Space)થી આવેલ ઉલ્કાપિંડ (asteroid)થી જ થશે. જેની પાછળનું કારણ પણ પૃથ્વીનો ઇતિહાસ (History of Earth) છે. ખરેખરમાં એવું માનવામાં આવે છે કે, ડાયનાસોરના વિલુપ્ત થવાનું કારણ પણ આવું જ કંઇ હતું, તેવી લોકોને શંકા છે.

    ઘણી વખત એવા અહેવાલો પણ સામે આવે છે કે આવા કોઇ દિવસે દુનિયાનો અંત આવશે. પરંતુ અત્યાર સુધી આવું કંઈ થયું નથી. ઘણી વખત વૈજ્ઞાનિકોએ એવો દાવો કરીને લોકોને ચોંકાવી દીધા છે કે પૃથ્વીની નજીકથી ઉલ્કાપિંડ પસાર થઈ છે. હવે ફરી એકવાર આવી જ આગાહી કરવામાં આવી છે. જો કે આ વખતે મામલો ગંભીર છે કારણ કે તે ભવિષ્યવાદી નથી પરંતુ નાસાએ ચેતવણી આપી છે. નાસા આ ઉલ્કાપિંડ પર સતત નજર રાખી રહ્યું છે. તે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે અને આ કારણોસર તેને "સંભવિત જોખમી એસ્ટરોઇડ" (Potentially Hazardous Asteroid) તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો- દેશમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીના વિષય પર PhD થશે

    10 દિવસ પછી સામનો કરવો પડશે

    નાસાએ જણાવ્યું છે કે આ ઉલ્કાપિંડ સીધી પૃથ્વી સાથે ટકરાશે નહીં. તેના બદલે તે પૃથ્વી પાસેથી પસાર થશે. આથી આપણી પૃથ્વીને જોખમ ઓછું છે. પરંતુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેને પોતાની તરફ ખેંચી શકે છે. આનાથી ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. આ ઉલ્કા ખૂબ મોટી છે. ગયા મહિને વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી હતી અને હવે માત્ર દસ દિવસ પછી એટલે કે 18 ઓગસ્ટે તે પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીકથી પસાર થશે. નાસાની ગણતરી મુજબ તે 18 ઓગસ્ટે પૃથ્વીથી માત્ર 6.3 મિલિયન કિલોમીટર દૂરથી પસાર થશે.

    આ પણ વાંચો- આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાતના 2.5 કરોડ લોકોને લાભ આપવાની ગેરંટી જાહેર કરશે

    જો તે અથડાશે તો વિનાશ તો થવાનો જ છે

    નાસાના જણાવ્યા અનુસાર, તે પૃથ્વી સાથે અથડાવાની સંભાવના ઓછી છે પરંતુ સમાપ્ત થઈ નથી. તેનું કદ ઘણું મોટું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ખડક 100 થી 230 મીટર જેટલો મોટો હોઈ શકે છે. તેમજ તેની ઉંચાઈ 235 મીટર લાંબી છે. નાસાએ તેને "સંભવિત જોખમી એસ્ટરોઇડ" તરીકે વર્ણવ્યું છે. આ સિવાય બીજી ઉલ્કા 2019 AV13 ઓગસ્ટ મહિનામાં પૃથ્વીની નજીકથી પસાર થવાની સંભાવના છે. તે 22 ઓગસ્ટે પૃથ્વીની નજીકથી પસાર થશે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે પૃથ્વીની નજીક આવશે ત્યાં સુધીમાં તેનું કદ ઘટી જશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Asteroid, Asteroid એસ્ટરોઇડ, Earth પૃથ્વી, Nasa નાસા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन