શું US ચૂંટણીના એક દિવસ પહેલા જ ધરતી સાથે ટકરાશે ઉલ્કાપીંડ? જાણો - NASAએ શું કહ્યું?

શું US ચૂંટણીના એક દિવસ પહેલા જ ધરતી સાથે ટકરાશે ઉલ્કાપીંડ? જાણો - NASAએ શું કહ્યું?
પ્રતિકાત્મક તસવીર

2 નવેમ્બરે ધરતી સાથે એક નાનો એસ્ટરોઈડ (Asteroid) ટકરાવાનો છે. જોકે, હવે આ દાવાને લઈ અમેરિકા સ્પેસ એજન્સી NASA તરફથી અધિકારીક નિવેદન જાહેર કરી દેવામાં આવ્યું છે.

  • Share this:
    વોશિંગ્ટન: અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે, અને તેના માટે જોર-શોરથી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા એવા દાવા કરવામાં આવ્યા હતા કે, ચૂંટણીના એક દિવસ પહેલા એટલે કે 2 નવેમ્બરે ધરતી સાથે એક નાનો એસ્ટરોઈડ (Asteroid) ટકરાવાનો છે. જોકે, હવે આ દાવાને લઈ અમેરિકા સ્પેસ એજન્સી NASA તરફથી અધિકારીક નિવેદન જાહેર કરી દેવામાં આવ્યું છે.

    CNN અનુસાર, સ્પેસ એજન્સી નાસાએ સ્પષ્ટતા કરી છે કે, આ ટક્કરની સંભાવના હવે ખુબ ઓછી છે. આ સિવાય જો ગુરૂત્વાકર્ષણ અથવા અન્ય કારકોના ચાલતા જો પૃથ્વી સાથે ટક્કર થઈ જશે તો પણ ધરતીને વધારે નુકશાન થવાની આશંકા નથી. NASAએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, Asteroid 2018VP1 ખુબ નાનો છે. તેનો આકાર 6.5 ફૂટ મોટો છે અને તેનાથી ધરતીને કોઈ ખતરો નથી. તેની ધરતીના વાયુમંડળમાં દાખલ થવાની સંભાવના 0.41% છે. પરંતુ, જો તે દાખલ થઈ પણ જશે તો, પણ નુકશાન થવાની સંભાવના ખુબ ઓછી છે, આવું એટલા માટે કારણ કે, તેનો આકાર ખુબ નાનો છે, એટલે કે, વાયુમંડળમાં આવતા જ તે તૂટીને સળગી જશે.



    આ પણ વાંચોભારતમાં Coronaથી વધારે આ ખતરનાક બીમારીથી થાય છે લોકોના મોત



    આવા એસ્ટરોઈડ રોજ આવતા-જતા રહે છે

    NASAએ જણાવ્યું કે, 2018VP1 Apollo એસ્ટરોઈડ શ્રેણીમાં આવે છે, તે ખુબ નાનો છે અને નુકશાન કરવા લાયક તો બિલકુલ નથી. આ ધરતીની પાસે રહેલો એક એવો એસ્ટરોઈડ છે જેનું ઓર્બિટ ધરતી કરતા મોટુ હોય છે પરંતુ તો પણ ધરતીની કક્ષામાં આવી જાય છે. આવો પહેલો એસ્ટરોઈડ Apollo 1862 શોધવામાં આવ્યો હતો. નાસાનું કહેવું છે કે, ધરતી પર દરરોજ આવી અનેક ધૂળ પડતી રહે છે અને 2018VP1 આકારના એસ્ટરોઈડ કોઈ પણ નુકશાન પહોંચાડવામાં સક્ષમ નથી હોતા. નાસાની Sentry Risk Tableમાં એવા ખતરનાક એસ્ટરોઈડ પર નજર રાખવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેનાથી આવનાર ખતરાથી બચી શકાય.

    સ્પેસ એજન્સીએ કહ્યું કે, પહેલા પણ અનેક વખત નાના ઉલ્કા પિંડ ધરતીના વાયુમંડળમાં આવી ગયા છે અને દાખલ થતા જ સળગીને નીચે પડી જતા જોયા છે. નાસાએ જણાવ્યું કે, આ એસ્ટરોઈડની શોધ 2018માં કેલિફોર્નિયાની પાલોમોર ઓબ્ઝર્વેટીવમાં કરવામાં આવી હતી. આના નાના આકારના કારણે તેને Potentially Hazardous Objectsના લિસ્ટમાં રાખવામાં આવ્યો છે.
    Published by:kiran mehta
    First published:August 27, 2020, 17:44 pm