એલન મસ્કની SpaceXએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર પ્રાઇવેટ કંપનીનું રોકેટ 2 અંતરિક્ષ યાત્રીકોને લઈ રવાના

News18 Gujarati
Updated: May 31, 2020, 8:11 AM IST
એલન મસ્કની SpaceXએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર પ્રાઇવેટ કંપનીનું રોકેટ 2 અંતરિક્ષ યાત્રીકોને લઈ રવાના
આ મિશનને અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવ્યું, ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યા હાજર

આ મિશનને અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવ્યું, ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યા હાજર

  • Share this:
કેપ કનેરવરલઃ એલન મસ્કની પ્રાઇવેટ રોકેટ કંપની સ્પેસ એક્સ (SpaceX)એ ઈતિહાસ રચી દીધો છે. તેનું એક રોકેટ શનિવારને નાસા (NASA)ના બે અંતરિક્ષ યાત્રીકોને લઈને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થઈ ગયું છે. તેમાં નાસાના બે અંતરીક્ષ યાત્રી રોબર્ટ બેનકેન અને ડગલસ હર્લે સવાર થયા. ભારતીય સમય મુજબ શનિવાર રાત્રે લગભગ 1 વાગ્યે રોબોટે કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) 19 કલાકની ઉડાનના અંતર પર છે.

આ મિશનને અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવ્યું. 21 જુલાઈ 2011 બાદ અમેરિકાની ધરતીથી કોઈ માનવ મિશન અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. બીજા પ્રયાસમાં આ મિશન સફળ રહ્યું. આ પહેલા બુધવારે ખરાબ હવામાનના કારણે છેલ્લી ઘડીએ આ મિશનને ટાળી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, Unlock 1.0: જાણો સ્કૂલ-કૉલેજ, કોચિંગ સંસ્થાઓને લઈ શું કહે છે નવી ગાઇડલાઇન

બંને અંતરીક્ષ યાત્રી રવિવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચશે. અહીં ચાર મહિના સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે અને બાદમાં ધરતી પર પરત ફરશે. આ મિશનને ડેમો-2 મિશનનું નામ આપવામાં આવ્યું છે. ડેમો-1 મિશનમાં ડ્રેગન સ્પેસક્રાફ્ટથી સ્પેસ સ્ટેશન પર સફળતાપૂર્વક સામાન પહોંચડવામાં આવ્યો હતો. SpaceX નાસાના અંતરિક્ષ યાત્રીકોને ફાલ્કન-9 રોકેટના ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે.

અંતરિક્ષ યાત્રી રોબર્ટ બેનકેન એન ડગલસ હર્લે


ડોનાલ્ડ ટ્રમ્પ પણ રહ્યા હતા હાજાર

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બન્યા. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ લૉન્ચિંગ જોવા માટે કેનેડી સ્પેસ સેન્ટર ગયા હતા. ટ્રમ્પની સાથે તેમની દીકરી ઇવાન્કા પોતાના પતિ જેયર્ડ અને બંને બાળકોની સાથે કેનેડી સ્પેસ સેન્ટર પહોંચ્યા હતા.

આ પણ વાંચો, કોરોનાથી પણ મોટી બીમારી, જે દુનિયાના કરોડો લોકોને લેશે ભીંસમાં
First published: May 31, 2020, 8:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading