ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર NASAના કર્યુ એવું ટ્વિટ, ચારે તરફ થઈ ટીકા

News18 Gujarati
Updated: July 23, 2019, 1:32 PM IST
ચંદ્રયાન-2ના લોન્ચિંગ પર NASAના કર્યુ એવું ટ્વિટ, ચારે તરફ થઈ ટીકા
ચંદ્રયાન-2નું કાઉનડાઉન શરુ, કાલે બપોરે કરવામાં આવશે લોન્ચિંગ

ટ્વિટર પર ટ્રોલ થયા બાદ 3 કલાકની અંદર જ નાસાને કરવી પડી સ્પષ્ટતા

  • Share this:
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ સોમવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો. ઈસરોએ પોતાના મહાત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ કર્યુ. ચંદ્રયાન-2ના લોન્ચિંગ ભારતના બાહુબલી રોકેટ GSLV માર્ક III-M1થી કરવામાં આવ્યું. ચંદ્રયાન-2 48 દિવસ બાદ ચંદ્રની ડાર્ક સાઇડ કહેવાતા સાઉથ પોલ પર લેન્ડ કરશે, જ્યાં આજ સુધી કોઈ પણ દેશ નથી પહોંચી શક્યો. ઈસરોના આ કામની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. પરંતુ, અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રયાન-2ને લઈને એવું ટ્વિટ કર્યુ જેની પર તેની ટીકા થઈ રહી છે. અંતે નાસાને પોતાના ટ્વિટ પર સફાઈ આપવી પડી છે.

ઈસરોની સફળતા પર નાસાએ ટ્વિટ કર્યુ કે, ચંદ્રના અધ્યયન માટે ચંદ્રયાન-2ને લોન્ચ કરવા પર ઈસરોને અભિનંદન. પોતાના ડીપ સ્પેસ નેટવર્ક દ્વારા મિશનના કોમ્યુનિકેશન માટે સહયોગ કરવા પર અમને ગર્વ છે. ચંદ્રના સાઉથ પોલથી આપને મળનારી જાણકારીને લઈ અમે આશાવાદી છીએ, જ્યાં અમે અર્ટેમિસ મિશન દ્વારા આગામી કેટલાક વર્ષોમાં અમારા અંતરિક્ષ યાત્રી મોકલવાના છીએ.

આ પણ વાંચો, #Chandrayaan2 ના સફળ લોન્ચ પર ભજ્જીએ કર્યું એવું ટ્વિટ કે થયો Troll 

નાસાની થઈ ટીકા

નાસાને આ 'અહંકારભર્યા' અને 'ઉતારી પાડતા' ટ્વિટ માટે ટ્રોલ કરવામાં આવ્યું. કેતન રામટેકે લખ્યું કે, શું નાસા ઈસરોને નીચું દેખાડી રહ્યું છે કે શુભેચ્છા આપી રહ્યું છે? તમારા મૂન મિશન માટે આપને અગાઉથી અભિનંદન.

બીજી તરફ, પ્રબલ હજારિકાએ લખ્યું કે, મને નાસાના આ ટ્વિટનો ટોન પસંદ નથી આવ્યો. નાસા ઘમંડી અને બીજાને નીચા દેખાડનારું લાગી રહ્યું છે. ઈસરોની સફળતાની પ્રશંસા કરો. શુભેચ્છા આપનારા ટ્વિટમાં જ પોતાની સફળતાનું ગુણગાન ન કરો.

આ પણ વાંચો, આદતથી મજબૂર! ટ્રમ્પના બે વર્ષમાં 8,000થી વધુ જૂઠાણાં- રિપોર્ટ

નાસાએ કરી આ સ્પષ્ટતા

એવામાં અંતે નાસાને પોતાના ટ્વિટ પર સફાઈ આપવી પડી. નાસાએ 3 કલાક બાદ બીજું ટ્વિટ કર્યુ કે, અમે હંમેશાથી અંતરિક્ષ ખોજ અભિયાનોમાં સહયોગ આપી અને આ દરમિયાન મળેલી શીખ પર ગર્વ અનુભવ્યો છે. વૈશ્વિક સહયોગનો સિદ્ધાંત અમારા માર્ગદર્શક સિદ્ધાંતો પૈકીનો એક રહ્યો છે. બ્રહ્માણ્ડમાં અમારા સ્થાનથી જોડાયેલા વણઉકેલાયેલા સવાલોના જવાબ આપીને માનવીય સમજના વિસ્તાર માટે આ પ્રકારના સહયોગ જરૂરી છે.

આ પણ વાંચો, ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગથી ભારત બની જશે સૌથી મજબુત, થશે આવા ફાયદા
First published: July 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading