ન્યૂઝ 18 ગુજરાતી: ઉત્તર પ્રદેશના અમરોહામાં વડાપ્રધાન મોદીની સભા યોજાઈ હતી. આ સભામાં તેમણે કોંગ્રેસ પર દેશને તોડવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ તેમણે દેશના મહાપુરૂષોને કોંગ્રેસે ઉજાગર ન થવા દીધા હોવાનો પણ આક્ષેપ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તમારા આ ચોકીદારે ભલભલા વીઆઈપીઓને લાલ બત્તીઓ ઉતરાવી અને ગરીબોના ઘરે વીજળી પહોંચાડી દીધી છે. તેમણે કહ્યું હતું કે હવે આતંકવાદીઓ જાણી ગયા છે કે તે એક ભૂલ કરશે તો મોદી પાતાળમાંથી પણ શોધી કાઢશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું,“આતંકવાદીઓને ખબર છે તે એક ભૂલ કરશે તો મોદી તેમને પાતાળમાંથી શોધી લેશે. શહીદોએ સુરક્ષિત અને સમૃદ્ધ ભારત માટે પ્રાણ ન્યોછાવર કર્યા છે. દેશને આગળ વધારવો હોય તો સૌએ સાથી મળી આગળ વધવુ પડશે. અમુક લોકો દેશને વહેંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અલગ અલગ જાતિઓના નામે દેશને તોડવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સમજો. ”
ગરીબોને વીજળી આપી
તમારા ચોકીદારે લાલ બત્તી ઉતરાવી ગરીબોના ઘરે વીજળી અપાવી છે. પશ્ચિમ યુ.પી.માં પહેલાં ગુંડાગર્દી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હતી. એવો કોઈ દિવસ આવતો નહોતો જ્યારે બહેન દિકરીની ઇજ્જત ન લુટાઈ હોય, વેપારી સાથે લૂંટ ફાટ ન થઈ હોય. હવે અમારી સરકારમાં નિયંત્રણ છે. હેરાન કરનારા લોકોને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાયું છે, સુધરી જાવ.
બાબા સાહેબનું અપમાન
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે વોટ બેંકની મજબૂરી છે એટલે કોંગ્રેસે બાબા સાહેબનું નામ લે છે, બાકી આ જ કોંગ્રેસે સંસદમાં બાબા સાહેબનો ફોટો લગાડવા નહોતો દીધો. એજ સમયમાં આપણા દેશમાં અન્ય એક મહાન નેતા થયા હતા જોગેન્દ્ર નાથ મંડલ, તમે કદાચ તેમનું નામ નહીં સાભળ્યું હોય પરંતુ આઝાદી બાદ કોંગ્રેસે તેમનું નામ બહાર આવવા દીધું નહોતું. જોગેન્દ્ર નાથ બાબા સાહેબના નજીકના મિત્ર હતા પરંતુ જિણાથી પ્રભાવિત થઈ તે પાકિસ્તાન જતા રહ્યાં હતા. તેઓ પાકિસ્તાનના પ્રથમ કાયદા મંત્રી હતા પરંતુ વિધર્મી હોવાના કારણે તેમને પરેશાન કરવામાં આવ્યા પરંતુ પાકિસ્તાનથી પરત આવ્યા બાદ કોંગ્રેસે તેમની સાથે વધુ કરાબ વર્તન કર્યુ હતું.
નેતાઓનું અપમાન
પીએમ મોદીએ કહ્યું, 'તમે મને કહો જો વિશ્વમાં દેશની ઓળખાણ જ નહીં રહે તો તેની કિંમત એક એક ભારતીયએ ચૂકવવી પડશે. ઉત્તર પ્રદેશની જનતાએ વર્ષ 2014 અને 2017માં આવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યારે હું તમારી સાથે દેશની ઓળખાણની વાત કરી રહ્યો છું, ત્યારે કોંગ્રેસના બીજા કેટલાક ગુના પણ યાદ દેવડાવીશ. કોંગ્રેસે એક પરિવારની સિદ્ધી માટે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યુ હતું. ચૂંટણીમાં હરાવવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું, કારણ કે બાબા સાહેબે આ પરિવારને પડકાર ફેંક્યો હતો.'
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર