કઠુઆની રેલીમાં પીએમ મોદીએ વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી સભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકો વર્ષોથી છૂપી રીતે કામ કરી રહ્યાં હતા તે ખુલ્લા પડી ગયા છે.
ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ગુરૂવારે 18મી એપ્રિલે વોટિંગ થવાનું છે, તમામ રાજકીય દળો બીજા ચરણના મતદાન માટે ચૂંટણીના પ્રચાર અભિયાનમાં જોતરાયેલા છે. વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે એક ચૂંટણી સભાને સંબોધી હતી. તેમણે વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું હતું કે જમ્મુ અને બારામૂલાના મતદાતાઓએ મોટી સંખ્યામાં મતદાન કરી અને આતંકવાદીઓના આકાઓ અને પાક પ્રેમીઓને જડબા તોડ જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું, “ભારતના લોકતંત્રની તાકાતને તમે પ્રથમ ચરણના મતદાનમાં સિદ્ધ કરી છે. જમ્મુ અને બારમૂલામાં થયેલા ભારે મતદાનના કારણે આતંકવાદીઓના આકાઓ અને પાકિસ્તાના અવસરવાદીઓ નિરાશામાં ડુબી ગયા છે. મતદાઓએ પાકિસ્તાન પ્રેમીઓને જડબા તોડ જવાબ આપ્યો છે. રાજનીતિ તેના સ્થાને છે,ચૂંટણી તેના સ્થાને છે, પરંતુ આ દેશ રહેશે. જો આ દેશ છે તો જ રાષ્ટ્રની સુરક્ષાનો ભાવ છે, રાષ્ટ્રવાદ છે. કેટલાક લોકો મોદી વિરોધમાં એટલા ડુબી ગયા છે કે તેમને રાષ્ટ્રવાદ ગાળ લાગે છે.”
કોંગ્રેસ માટે સેના કમાણીનું સાધન
તેમણે વધુમાં કહ્યું, પાછલા કેટલાક દિવસોમાં તમે જોયું હશે કે કેવી રીતે કોંગ્રેસ, નેશનલ કૉન્ફ્રન્સ અને પીડીપીનું મહામિલાવટ ખુલ્લું પડી ગયું છે. વર્ષોથી જે વાત તેમના મનમાં હતી તે ખુલ્લી પડી ગઈ તે લોકો જે કામ છૂપી રીતે કરતા હતા તે હવે ખુલ્લેઆમ કરવા લાગ્યા છે. કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇકના નામથી ગભરાઈ જાય છે. કોંગ્રસને દેશની સેના પર ક્યારેય વિશ્વાસ નહોતો. કોંગ્રેસ માટે સેના કમાણીનું સાધન છે.