Home /News /national-international /જેટ એરવેઝના નરેશ ગોયલે SCના મુખ્ય ન્યાયાધીશને ફસાવ્યા હોવાનો વકીલનો દાવો

જેટ એરવેઝના નરેશ ગોયલે SCના મુખ્ય ન્યાયાધીશને ફસાવ્યા હોવાનો વકીલનો દાવો

નરેશ ગોયલ (ફાઇલ તસવીર)

બૈન્સે કહ્યું કે, નરેશ ગોયલે રોમેશ શર્મા મારફત જસ્ટિસ રંજન ગોગોઇને કથિતરૂપે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓ જેટ એરવેઝ દ્વારા લેવામાં આવેલી લોનને પૂર્ણ કરવાના પક્ષમાં નિર્ણય કરાવી શકે છે.

ઉત્કર્ષ આનંદ, ન્યૂઝ18 : સુપ્રીમ કોર્ટે ઉત્સવ બેઈન્સ નામના વકીલને બુધવારે અંગતરૂપે હાજર થવા અંગેના નિર્દેશ જારી કાર્ય છે. બેઈન્સનો એવો દાવો છે કે, સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ રંજન ગોગોઇને એક મોટા કાવતરા અંતર્ગત જાતીય શોષણના કેસમાં ફસાવવામાં આવ્યા છે. બેઈન્સનો આરોપ છે કે, આ મામલે જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલનો તેમાં હાથ હોઈ શકે છે. જસ્ટિસ અરુણ મિશ્રના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બનેલી બેન્ચે બૈઇન્સને નોટિસ જારી કરી કહ્યું હતું કે તેઓ કોર્ટમાં હાજર રહીને તેમના દાવાઓના પક્ષમાં દસ્તાવેજો રજુ કરે.

એડવોકેટ ઉત્સવ બેઈન્સ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એક સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચીફ જસ્ટિસ ઉપર જાતીય શોષણના આરોપ લગાવવામાં દિલ્હીના એક 'ફિક્સર' રોમેશ શર્માનો હાથ હતો જેથી તેઓ ચીફ જસ્ટિસને રાજીનામું આપવા માટે મજબુર કરી શકે છે.

બૈન્સે કહ્યું કે, નરેશ ગોયલે રોમેશ શર્મા મારફત જસ્ટિસ રંજન ગોગોઇને કથિતરૂપે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓ જેટ એરવેઝ દ્વારા લેવામાં આવેલી લોનને પૂર્ણ કરવાના પક્ષમાં નિર્ણય કરાવી શકે. તેણે ઉમેર્યું હતું કે, એવી પણ માહિતી છે કે જેટ એરવેઝમાં દાઉદ દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું હતું। આ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, 'જસ્ટિસ ગોગોઈએ "કેશ ફોર જજમેન્ટ" રેકેટને સંપૂર્ણપણે ખતમ કરી નાખતા, રોમેશ શર્મા ઇચ્છતા હતા કે તે રાજીનામુ આપી દે. આ કાવતરા હેઠળ જ આ તમામ ગોઠવણો કરવામાં આવી હતી.'

જયારે બેન્સને જસ્ટિસ ગોગોઈ ઉપર આરોપ લગાવનારી મહિલાની વાતોમાં ખામીઓ નજર આવી હોઈ, તેણે આ મહિલાને મળવાનો પ્રયાસ કર્યો હતો. આ વકીલના સોંગદનામા અનુસાર તેમને રૂ.50 લાખની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રકમની મનાઈ કરતા તેમના માટે લાંચની રકમ વધારી દોઢ કરોડની કરી દેવાઈ હતી. આ વાત જાણ્યા પછી બેઇન્સે નક્કી કર્યું કે આ મામલે મૂળ સુધી જવાની જરૂર છે. બેઈન્સના મતે તેને શંકા છે કે આ કેસમાં નરેશ ગોયલ અને રોમેશ શર્માની મીલીભગત હોય શકે છે.

બેઇન્સે આ મામલામાં નિષ્પક્ષ તપાસકર્તાઓ દ્વારા ન્યાયિક તપાસ થાય તેવી માંગ કરી છે. આ પૂર્વે કોર્ટ દ્વારા કરવામાં આવેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ ગોગોઈએ તેમના ઉપર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ જ્યુડિશરીની સ્વતંત્રતા માટે મોટા જોખમરૂપ છે.
First published:

Tags: Chief justice, Naresh Goyal, Ranjan gogoi, જેટ એરવેઝ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો