Home /News /national-international /Kisaan Andolan: ખેડૂતોને પ્રસ્તાવ માનવા સરકારની અપીલ, કૃષિ મંત્રીએ કહ્યું- ખુલ્લા મનથી ચર્ચા માટે તૈયાર

Kisaan Andolan: ખેડૂતોને પ્રસ્તાવ માનવા સરકારની અપીલ, કૃષિ મંત્રીએ કહ્યું- ખુલ્લા મનથી ચર્ચા માટે તૈયાર

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પ્રેસ કોન્ફરન્સ કરી

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પ્રેસ કોન્ફરન્સ કરી

નવી દિલ્હી : દિલ્હીની સરહદો પર ખેડૂતોની નારાજગી યથાવત્ છે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar)પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કૃષિ મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવા માટે તૈયાર છે. અમે ખેડૂતો સાથે તે જોગવાઇ પર વાત કરવા તૈયાર છીએ જેની પર તેમને આપત્તિ છે. કોઈપણ સમયે ખેડૂતો ચર્ચા માટે આગળ આવે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે સપ્તાહથી નવા કૃષિ કાનૂનો (Farm Laws)સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ બુધવારે સરકારનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.

આ પણ વાંચો - બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાની અમિત શાહ-રાજનાથ સિંહે ટિકા કરી

નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકાર ખેડૂતોને એપીએમસીની બેડીયોમાંથી આઝાદ કરાવવા માંગે છે. જેથી તે એપીએમસી બહાર પોતાનો માલ ક્યાંય પણ કોઈને પણ પોતાની કિંમત પર વેચી શકે. ખેડૂતોએ પ્રસ્તાવને ફગાવી દીધાના સવાલ પર તેમણે કહ્યું કે અમે ખેડૂતોને પ્રસ્તાવ મોકલ્યો હતો. તે કાનૂનોને નિરસ્ત કરાવવા માંગે છે. અમે એ કહેવા માંગીએ છીએ કે સરકાર તે જોગવાઇ પર ખુલ્લા મનથી ચર્ચા કરવા માંગે છે જેની પર ખેડૂતોને આપત્તિ છે. કૃષિ મંત્રીએ એ સ્પષ્ટ કર્યું કે કાનૂન APMC કે MSPને પ્રભાવિત કરશે નહીં.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને મળશે. ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, કર્ણાટકમાં લાંબા સમયથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવામાં આવી રહી છે પણ અત્યાર સુધી આવો એકપણ કેસ સામે આવ્યો નથી. આમ છતા પણ અને કાનૂનમાં એ જોગવાઈ કરી છે જેમાં આ કાનૂન ફક્ત ખેડૂતોની ઉપજ અને પ્રોસેસર વચ્ચે થશે. ખેડૂતોની જમીન પર લીઝ કે સમજુતીની કોઈ જોગવાઈ નથી.
First published:

Tags: Farm laws, Mandi, MSP, Narendra Singh Tomar, એપીએમસી, ખેડૂત, સરકાર