દાવોસમાં પણ મોદી લેશે ઈન્ડિયન ભોજન, તેમની સાથે 32 રસોઈયા પણ પહોંચ્યા

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેમની સાથે એક બિગ પ્રતિનિધિમંડળ પણ પહોંચ્યું છે. જેમાં 6 કેન્દ્રિય મંત્રી, 100 CEO અને કેટલાક મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થાય છે.

  દાવોસમાં પહોંચેલા મોદીના પ્રતિનિધિમંડળ માટે ભોજન બનાવવાની જવાબદારી તાજ હોટલ ગ્રુપની શેફ ટીમને આપવામાં આવી છે. આ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનપસંદ વાનગીઓ બનાવશે. રસપ્રદ વાત તે છે કે, ભારતીય પ્રતિનિધિમંડળ માટે ભારતથી 32 નિષ્ણાત રસોઈયાની એક ટીમ અને 1000 કિલો મસાલા પણ દાવોસ લઈ જવામાં આવ્યાં છે.  પ્રતિનિધિમંડળના મેનુમાં ભારતીય વાનગીઓ રહેશે. આ ટીમ ત્રણ જુદા-જુદા સ્થળો પર ભારતીય મોદી સાથે ગયેલી ટીમ માટે ભોજન બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શાકાહારી ભોજન તૈયાર કરવામાં આવશે.

  Published by:Mujahid Tunvar
  First published: