કારગિલ યુદ્ધ સમયે મોદી સૈનિકોને મળ્યા હતા, શેર કરી યુદ્ધ સમયની તસવીરો

News18 Gujarati
Updated: July 26, 2019, 10:46 AM IST
કારગિલ યુદ્ધ સમયે મોદી સૈનિકોને મળ્યા હતા, શેર કરી યુદ્ધ સમયની તસવીરો
કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોની સાથે નરેન્દ્ર મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન મને કારગિલ જવાની તક મળી હતી

  • Share this:
કારગિલ વિજયના 20 વર્ષ પૂરા થઈ ગયા છે. 20 વર્ષ પહેલા આ જ દિવસે ભારતના વીર જવાનોએ કારગિલથી પાકિસ્તાની ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. ત્યારબાદ દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કારગિલ વિજય દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ યુદ્ધમાં શહદી જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાને કારગિલ યુદ્ધનો એક વીડિયો શેર કરતાં ટ્વિટર પર લખ્યું, 'કારગિલ વિજય દિવસ પર માતા ભારતીના તમામ વીર સપૂતોને હું હૃદયથી વંદન કરું છું. આ દિવસ આપણને આપણા સૈનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણની યાદ અપાવે છે. આ અવસરે તે પરાક્રમી યોદ્ધાઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ, જેઓએ માતૃભૂમિની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. જય હિન્દ.'

આ પણ વાંચો, જે ચોટી પર શહીદ થયા હતા વિક્રમ બત્રા, 20 વર્ષ બાદ ત્યાં પહોંચ્યો જોડિયો ભાઈવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક ટ્વિટ કરીને જણાવ્યું કે, 1999 દરમિયા તેમને કારગિલ જવાની તક મળી હતી. પીએમ મોદીએ આ દરમિયાનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તેઓએ ટ્વિટર પર લખ્યું છે, '1999માં કારગિલ યુદ્ધ દરમિયાન મને કારગિલ જવાની તક મળી હતી. ત્યાં મેં વીર જવાનોની એકજૂથતાને જોઈ. તે સમયે હું જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં પાર્ટી માટે કામ કરી રહ્યો હતો. કારગિલનો આ પ્રવાસ અને સૈનિકો સાથે વાતચીત અવિસ્મરણીય છે.'

આ પણ વાંચો, હવે તમે પણ પાકિસ્તાનનું લડાકૂ વિમાન F-16 તોડી શકશો!

નોંધનીય છે કે, કારગિલ યુદ્ધની જીતની જાહેરાત તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 14 જુલાઈએ કરી હતી, પરંતુ ઓફિશિયલ રીતે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસની જાહેરાત કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધમાં 527 ભારતીય સૈનિક શહીદ થયા હતા. લગભગ 1363 ઘાયલ થયા હતા. આ યુદ્ધમાં પાકિસ્તાનના લગભગ 300 જવાન માર્યા ગયા હતા.
First published: July 26, 2019, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading