ભારત-અમેરિકા શાંતિપૂર્ણ અને સ્થિર દુનિયાના નિર્માણમાં યોગદાન આપી શકે છે : PM મોદી

News18 Gujarati
Updated: September 21, 2019, 9:13 AM IST
ભારત-અમેરિકા શાંતિપૂર્ણ અને સ્થિર દુનિયાના નિર્માણમાં યોગદાન આપી શકે છે : PM મોદી
પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે રવાના થયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારે રાત્રે અમેરિકા (America)ના પ્રવાસે રવાના થયા છે.

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારે રાત્રે અમેરિકા (America)ના પ્રવાસે રવાના થયા છે. આ પહેલા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના પ્રવાસથી ભારતને અવસરોની એક જીવંત ભૂમિ અને એક વૈશ્વિક નેતાના રૂપમાં રજૂ કરી શકાશે. તેમણે એવું પણ કહ્યું કે હ્યૂસ્ટન કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની હાજરી મીલનો નવો પથ્થર હશે.

મોદીએ કહ્યુ કે આ પ્રથમ પ્રસંગ હશે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તેમની સાથે ભારતીય-અમેરિકન કાર્યક્રમમાં ભાગ લેશે. 'હાઉડી મોદી' કાર્યક્રમમાં રવિવારે 50 હજારથી વધારે ભારતીય મૂળના અમેરિકન નાગરિકો ભાગ લે તેવી સંભાવના છે.

અમેરિકાના પ્રવાસે રવાના થતા પહેલા મોદીએ ભારત-અમેરિકાના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યુ કે બંને દેશ એક સાથે કામ કરીને વધારે શાંતિપૂર્ણ, સ્થિર, સુરક્ષિત, સતત અને સમૃદ્ધ વિશ્વના નિર્માણમાં યોગદાન આપી શકે છે.

નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, "મને પૂરો વિશ્વાસ છે કે મારા અમેરિકાના પ્રવાસથી ભારતને અવસરોની જીવંત ભૂમિ, એક વિશ્વસનીય ભાગીદારી અને વૈશ્વિક નેતાના રૂપમાં રજૂ કરશે. તેમજ અમેરિકા સાથે ભારતના સંબંધોને નવી ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરશે."

મોદીએ કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં તેઓ નવી દિલ્હીના એ વાતનો ફરીથી ઉલ્લેખ કરશે કે વૈશ્વિક મંચમાં સુધારો કરવામાં આવે જ્યાં ભારત પોતાની યોગ્ય ભૂમિકા નિભાવી શકે. તેમણે કહ્યું, "વિવિધ ક્ષેત્રમાં તેમની સફળતા, અમેરિકાના વિવિધ ક્ષેત્રમાં તેમનું યોગદાન, ભારત સાથે તેમનું મજબૂત જોડાણ અને બંને લોકતંત્રના જોડવામાં તેમની ભૂમિકા આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત છે."

હ્યૂસ્ટન કાર્યક્રમમાં ટ્રમ્પના હાજર રહેવાના નિર્ણયને મોદીએ ભારતીય પ્રવાસીઓ માટે સન્માનની વાત ગણાવી હતી. પીએ મોદીએ કહ્યુ કે, "કોઈ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ મારી સાથે પ્રથમ વખત હાજર રહેશે, તેઓ હાજર રહેવાના હોવાથી આ વાત મીલનો પથ્થર હશે." મોદીએ કહ્યુ કે ટ્ર્મ્પ થોડા જ દિવસોમાં હ્યૂસ્ટન અને ન્યૂયોર્ક બંને જગ્યાએ તેમને મળવાના છે.

તેમણે કહ્યું કે, "બંને દેશ અને લોકોના લાભ માટે અમે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરીશું. અમારા રાષ્ટ્રીય વિકાસમાં અમેરિકા મહત્વપૂર્ણ ભાગીદાર છે અને ભારતની આર્થિક વૃદ્ધિ અને રાષ્ટ્રીય સુરક્ષામાં સહાયક છે."

મોદીએ કહ્યુ કે, હ્યૂસ્ટનમાં તેઓ અમેરિકાની મોટી ઉર્જા કંપનીના સીઈઓ સાથે વાતચીત કરશે, જેનાથી ભારત-અમેરિકા ઉર્જા સહકારને આગળ વધારી શકાશે. તેમણે કહ્યું, "ઉર્જા પરસ્પર લાભના સહયોગના નવા ક્ષેત્રના રૂપમાં ઉભરી આવી છે. આપણા દ્વિપક્ષિય સંબંધો માટે તે મહત્વપૂર્ણ બની રહ્યું છે."
First published: September 21, 2019, 7:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading