બંગાળમાં મોદી બોલ્યા, મને સમજાઈ ગયું કે શા માટે દીદી હિંસા પર ઉતરી આવી
વડા પ્રધાન મોદીની ફાઇલ તસવીર
પશ્વિમ બંગાળના ઠાકુરનગરમાં નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને સંબોધી રહ્યાં છે. આ સભાની શરૂઆતમાં તેમણે ખેડૂતોને માટે બજેટમાં આપેલી જોગવાઈને ટ્રેલર ગણાવ્યું છે, જ્યારે પિકચર ચૂંટણી બાદ નવી સરકારના બજેટમાં જોવા મળશે તેમ જણાવ્યું છે.
ન્યૂઝ 18 ગુજરાતી : વડા પ્રધાન મોદી પશ્વિમ બંગાળના ઠાકુરનગરમાં ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં વડા પ્રધાને મમતા બેનર્જી પર આક્ષેપો મૂકતા પશ્વિમ બંગાળના પ્રસાશન અને મમતા બેનર્જીની ટીકા કરી હતી.
વડા પ્રધાન મોદી આ રેલીમાં મમતા બેનર્જી પર વરસ્યા હતા. વડા પ્રધાન મોદીએ આ સભામાં જણાવ્યું, “ આઝાદી બાદ પણ દેશના ગામડાઓના વિકાસ માટે પુરતું ધ્યાન અપાયું નહોતું, જેઆ દેશનું દુર્ભાગ્યા છે. પશ્વિમ બંગાળમાં તો સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ઠાકુરનગરની જનમેદની જોઈને હું સમજી ગયો છું કે શા માટે દીદી હિંસા પર ઉતરી આવી. બંગાળની જનતાનો અમારા પ્રત્યેનો પ્રેમ જોઈને ગભરાયેલી મમતા સરકાર નિર્દોષ લોકોની હત્યા કરી રહી છે.”
બજેટમાં ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000ની સહાય આપવાના મુદ્દાને ટાંકીને વડા પ્રધાન મોદીએ કહ્યું, “ અમારી સરકાર મજૂરો અને ખેડૂતોના જીવનમાં ખુશીઓ લાલવા માટે કાર્યરત છે. આ બજેટ તો શરૂઆત છે. સરકાર બન્યા બાદ જ્યારે નવું બજેટ આવશે ત્યારે ખેડૂતો, યુવાનો માટે નવી યોજનાનું ચિત્ર સ્પષ્ટ થશે.”
બાંગ્લાદેશથી આવેલા મટુઆ સમુદાયના લોકોને સંબોધિત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું, “ હિદુસ્તાનની આઝાદી બાદ આ દેશના ટુકડા કરવામાં આવ્યા હતા. સાંપ્રદાયીક દુર્ભાવના રાખી લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ, પાકિસ્તાનથી ભાગીને લોકોને ભારતમાં આવવું પડ્યું હતું. અમે નાગરિકતા અંગેનો કાયદો લાવ્યા છીએ. હું તમને વિશ્વાસ અપાવું છું કે આ કાયદો પસાર થયા બાદ લોકોને અધિકાર મળશે.”
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર