Home /News /national-international /

જ્યારે ચીન ડોકલામમાં કબ્જો કરી રહ્યું હતું, ત્યારે સરકાર ઊંઘી રહી હતી: કોંગ્રેસ

જ્યારે ચીન ડોકલામમાં કબ્જો કરી રહ્યું હતું, ત્યારે સરકાર ઊંઘી રહી હતી: કોંગ્રેસ

  કોંગ્રેસે ડોકલામ પર ચીની સૈનિકોના કબ્જાને લઈને ગુરૂવારે પીએમ મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષી પાર્ટીએ કહ્યું કે, મોદી સરકારે દેશની સુરક્ષા અને રણનીતિના હિતો સાથે સમજૂતી કરી લીધી છે.

  કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ મીડિયાને કહ્યું, "સેટેલાઈટ તસવીરો અને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીને ભારતીય બોર્ડર નજીક ડોકલામમાં મિલિટ્રી છાવણી બનાવી લીધી છે, જે ઈશારો કરે છે કે, ભારતની સુરક્ષા અને રણનીતિના હિતો સાથે સમાધાન કરી લેવામાં આવ્યું છે."

  સુરજેવાલાએ કહ્યું કે, સેટેલાઈટ તસવીરોથી લાગી રહ્યું છે કે, ચીની સૈનિકો ડોકલામમાં કબ્જો કરી રહ્યાં હતા ત્યારે આપણી સરકાર ઊંઘી રહી હતી. એવું લાગે છે કે, ચીન ભારતીય સીમા નજીક ડોકલામ જેવી સ્થિતિ ફરીથી ઉભી કરવાની યોજના બનાવી રહ્યું છે.

  મજાકિયા અંદાજમાં કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું, વડાપ્રધાન ઈલેક્શનના ભાષણો આપવાની કળામાં મહારત છે, જ્યારે તેઓ આપણી બોર્ડર સુરક્ષા કરવામાં બધી જ રીતે નિષ્ફળ સાબિત થયા છે.

  સેટેલાઈટ તસવીરો જોતા સુરજેવાલાએ કહ્યું કે, ચીને બે માળનું વોચ ટાવર, સાત હેલીપેડ અને કેટલાક મિલિટ્રી કન્સ્ટ્રક્શન ડોકલામમાં કર્યાં છે.

  તેમને કહ્યું કે, ચીને આખા ડોકલામ વિસ્તાર પર કબ્જો કરી લીધો છે, આપણા દેશની સરકાર શું કરી રહી છે? શું સરકાર, વડાપ્રધાન અને રક્ષામંત્રીને આ નિર્માણો વિશે ખબર છે.?  સુષ્મા સ્વરાજની ટીકા કરતાં સુરજેવાલે કહ્યું કે, વિદેશ મંત્રાલયે ઓગસ્ટમાં એક નિવેદન આપ્યું હતું કે, બંને દેશોના જવાનો ઝડપી પાછા પોતાની છાવણીઓમાં ફરી રહ્યાં છે, પરિસ્થિતિ કાબૂમાં છે.

  તેમને કહ્યું, "સુષ્મા સ્વરાજજીએ આ વસ્તુઓ સંસદમાં પણ કહી, અને જ્યારે અમે વિગતો વિશે પૂછ્યું તો તેમને કહ્યું કે, બંને દેશોના જવાનો પોતાની સૈન્ય છાવણીએ પાછા ફરી રહ્યાં છે. આ બાબતે તે સમયે તેમના નિવેદન પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ જ કારણ નહતું "

  તેમને કહ્યું કે, ડોકલામના તણાવની સમસ્યાનું નિવારણ લાવ્યા બાદ ચીનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, તેમને જવાનોને ડોકલામ બોર્ડર પરથી હટાવી લીધી છે, પરંતુ તેઓ તે વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલું રાખશે.

  કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પાસે જવાબ માંગ્યો કે, ડોકલામ મુદ્દા પર ભવિષ્યમાં નિર્ણય કેવી રીતે થશે, જ્યારે ચીને પૂરા ડોકલામ વિસ્તાર પર કબ્જો કરી લીધો છે.

  સુરજેવાલાએ કહ્યું, મોદીજીએ ઓક્ટોબરમાં એક સાર્વજનિક સભામાં જાહેરાત કરી હતી કે, ડોકલામ મુદ્દો અમારા માટે જીત સમાન છે.

  જોકે, મીડિયામાં આવેલા ઉપગ્રહ તસવીરોથી ખબર પડે છે કે, ચીને ત્યાં પોતાની સૈન્ય પ્રતિષ્ઠાનનું નિર્માણ કરી લીધું છે અને રસ્તાઓ પણ બનાવી નાંખ્યા છે.

  તેમને કહ્યું કે, 2014ના લોકસભા ઈલેક્શન પહેલા મોદીએ કોંગ્રેસ પાર્ટી પર ઘણા બધા આક્ષેપ કર્યા હતા અને ચીનને આંખ બતાવવાની સલાહ આપી હતી. હવે તેઓ સત્તામાં છે અને આંખ બતાવવાની જગ્યાએ સમજૂતી કેમ કરી રહ્યાં છે.

  તેમને કહ્યું કે, "અત્યાર સુધી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન સાથે ટકરાવની ઘટનાઓ પાછલા વર્ષો કરતાં 48 ટકા વધી ગઈ છે."

  તેમને કહ્યું, ચીની સૈનિકો દ્વારા 2017માં એલએસી પર 415 વખત ભારતની તરફ દબાણ કરવામાં આવ્યું છે. જ્યારે 2016માં 271 વખત દબાણ કરવામાં આવ્યું હતું.

  તેમને કહ્યું કે, મોદીના ઈલેક્શનની રેલીઓના ભાષણોમાં આના વિશે કંઈજ કહેવામાં આવ્યું નહતું.

  ભારત અને ચીનના જવાનો પાછલા વર્ષે ત્રણ મહિનાથ વધારે સમય સુધી ડોકલામમાં આમને-સામને રહ્યાં હતા.

  પાકિસ્તાન સીમા પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનમાં વધારો થવા અને સીમા પર ગોળીબારમાં ભારતીય સૈનિકો શહિદ થવાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "અહી સુધી ભારતના સેના પ્રમુખ બિપિન રાવતે કહી નાંખ્યું કે, જવાનો સીમાની સુરક્ષા કરી રહ્યાં છે અને શહિદ થઈ રહ્યાં છે."

  તેમને કહ્યું કે, "રાવત કહે છે કે, સેના પોતાનું કામ કરી રહી છે, તો તેમને તે પણ પૂછો કે, આંતરાષ્ટ્રીય બોર્ડર પર ઘૂસણખોરી માટે રાજકિય હસ્તક્ષેપ ક્યારે હશે."
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Doklam, Narendra modi sushma swaraj misled nation on doklam, Randipsingh surjevala, કોંગ્રેસ, ચીન, નરેન્દ્ર મોદી, ભાજપ, ભારત, સુષ્મા સ્વરાજ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन