Home /News /national-international /

'અમે બે, અમારા બે' નહીં, 'અમે ત્રણ, અમારા બાવીસ'ને યાદ કરો જનાબ!

'અમે બે, અમારા બે' નહીં, 'અમે ત્રણ, અમારા બાવીસ'ને યાદ કરો જનાબ!

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તસવીર

આ દેશમાં 22 મોટા સ્ટેડિયમ રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી, દાદી ઈન્દિરા ગાંધી અને પરનાના જવાહરલાલ નેહરુના નામ પર છે.

  બ્રજેશ કુમાર સિંહ, ગ્રૂપ કંસલ્ટિંગ એડિટર, નેટવર્ક 18 ગ્રૂપઃ 'અમે બે, અમારા બે' કહીને રાહુલ ગાંધી અમદાવાદમાં બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદીના નામ આપવા ઉપર પોતાના દાઝ કાઢી રહ્યા છે. પરંતુ તેમને કદાચ યાદ નથી કે આ દેશમાં 22 મોટા સ્ટેડિયમ તેમના પિતા રાજીવ ગાંધી, દાદી ઈન્દિરા ગાંધી અને પરનાના જવાહરલાલ નેહરુના નામ પર છે. મોદીનું નામ તો ગુજરાત ક્રિકેટ એસોશિએશનના પૂર્વ અધ્યક્ષના નાતે સ્ટેડિયમ સાથે જોડાયેલું છે. નેહરુ ગાંધી પરિવારના આ ત્રણ સભ્યોના નામ તો માત્ર દેશમાં પીએમ રહેવાના કારણે છે. બીજો એક ફરક છે. મોદીનું નાામ સરકારી પૈસાવાળી પરિયોજના પર નથી ચોંટાડવામાં આવ્યું. જ્યારે નેહરુ-ગાંધી પરિવારના નામવાળા મોટાભાગના સ્ટેડિયમ સરકારી સંસાધનોથી બન્યા છે.

  દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ઉપર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરુ થઈ ગઈ છે. દરેક ભારતવાસીઓ માટે આ ગર્વનો વિષય બની શકે કે સ્ટેડિયમ અમદાાવદમાં છે. અત્યાર સુધી આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે હતો. જેમાં આશરે એક લાખ દર્શક ક્રિકેટની મજા માણી શકતા હતા. પરંતુ અમદાવાદના મોટેરામાં હજાર ક્રિકેટ સ્ટેડિયમ મેલબર્નથી ગણું આગળ નીકળી ચૂક્યું છે. એક લાખ 32 હજાર દર્શક અહીં બેશીને ક્રિકેટનો આનંદ લઈ શકે છે. બીજી સુવિધાઓ એવી કે દુનિયાનું કોઈ સ્ટેડિયમ તેની આસપાસ ફટકી પણ ન શકે.

  પરંતુ રાષ્ટ્રીય ખુશીની આ ક્ષણમાં કેટલાક લોકોના પેટમાં દર્દ થઈ રહ્યું છે. અને દુઃખાવો પણ કઈ વાતનો કે સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદીના નામ ઉપર કેમ રાખ્યું? ગુજરાત ક્રિકેટ એસોશિએશનના સ્વામિત્વવાળા આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. અને આ વાત ઉપર દુઃખ કરનારી પાર્ટી કોંગ્રેસ છે. હોબાળો મચાવનાર રાહુલ ગાંધી સહિત તમામ પાર્ટીના નેતા જે ક્યારે પણ નરેન્દ્ર મોદી ઉપર હુમલો કરવાની તક નથી છોડતા.

  એટલા માટે થયું છે સ્ટેડિયમનું નામકરણ
  પ્રશ્ન એ ઉઠે છે કે જો દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવ્યું તો પરેશાની શું છે. આ નામકરણ એટલા માટે નથી થયું કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. નામકરણ એટલા માટે છે કારણ કે જે ક્રિકેટ એસોસિએશનના સ્વામિત્વવાળું આ સ્ટેડિયમ છે એ એસોસિએશનના તેઓ પાંચ વર્ષ સુધી અધ્યક્ષ રહી ચૂક્યા છે.

  ભારતમાં ક્રિકેટની થોડી પણ સમજ રાખનારા વ્યક્તિને ખબર છે કે દેશમાં ક્રિકેટ સ્ટેડિયમોના નામ કાંતો એ જગ્યા સાથે જોડાયેલા છે જ્યાં સ્ટેડિયમ બનેલા હોય છે અથવા તો એ લોકોના નામ ઉપર હોય છે જે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા રહે છે. બીસીસીઆઈ અથવા રાજ્ય સ્તરીય ક્રિકેટ એસોસિએશનોના અધ્યક્ષ રહ્યા હોય. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ હોય અથવા ચેન્નઈના ચિદંબરમ સ્ટેડિયમ, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ હોય અથવા મોહાલીનું આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ. આ બધાનું નામ કરણ એ રાજ્યોના ક્રિકેટ એસોસિએશનની આગેવાની કરનાર મશહૂર ક્રિકેટ પ્રશાસકોના નામ ઉપર થયા છે. જેમણે બીસીસીઆઈમાં મોટી ભૂમિકા નિભાવી છે અને આ દેશમાં ક્રિકેટની રમતના વિકેસમાં મોટું યોગદાન આપ્યું છે.

  ભારતમાં ક્રિકેટની રમત અત્યાર સુધી બીસીસીઆઈની આગેવાની હેઠળ સરકારની બહાર સ્વતંત્ર ઢાંચામાં ચાલે છે. સ્વાયત્ત ઢંગથી ચાલે છે. બીસીસીઆઈ અને તેનાથી જોડાયેલી સંસ્થાઓ ન માત્ર ક્રિકેટની રમતનું આયોજન કરે છે. પરંતુ તેની સાથે જોડાયેલા સંસાધનોને વિકસિત કરે છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ સ્ટેડિયમ, જ્યાં રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચનું આયોજન કરે છે.

  મોદીએ ત્રણ દાયકા જૂના સ્ટેડિયમને બનાવ્યું અત્યાધુનિક
  મોદીના નામ પર સ્ટેડિયમનું નામ શા માટે રાખ્યું, તે અંગે લોકોએ હોબાળો મચાવનાર લોકો એ ભૂલી જાય છે કે, તે નરેન્દ્ર મોદી જ હતા જેમણે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે, મોટેરાના જર્જરિત થયેલા ત્રણ દાયકા જુના સ્ટેડિયમને પાડી તેની જગ્યા પર અત્યાધુનિક સ્ટેડિયમ બનાવવાનું પોતાના જીસીએના સાથીઓને સૂચવ્યું હતું. મોદી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા. સપ્ટેમ્બર 2009 માં, તેમના 59મા જન્મદિવસના એક દિવસ પહેલા, તેઓ જીસીએના અધ્યક્ષ બન્યા અને તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમણે ગુજરાતમાં ક્રિકેટના વિકાસ અને નવી પ્રતિભા લાવવા માટે ઘણું કામ કર્યું. તેમણે માત્ર નવી પીચ જ નહોતી બનાવડાવી, પરંતુ સારા કોચની નિમણૂક પણ કરવામાં આવી હતી, જે નવા પ્રતિભાઓને સારી રીતે ટ્રેઈન કરી શકે.

  મોદીએ મે 2014માં દેશના વડા પ્રધાન બન્યા બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની જવાબદારી છોડી દીધાના છ મહિના પહેલાં, મોટેરા માટેની તેમની યોજનાને નક્કર આકાર આપ્યો હતો. તેમની જ પરિકલ્પનાના આધારે, તેમના પછી જીસીએના પ્રમુખ બનનારા અમિત શાહ અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ પરિમલ નથવાણીએ સ્ટેડિયમની કામગીરી આગળ ધપાવી હતી. અમિત શાહે જ્યારે લોઢા સમિતિની ભલામણો હેઠળ જીસીએ પ્રમુખ પદ છોડ્યું ત્યારે નવી પેઢીએ આગેવાની લીધી. જીસીએમાં સંયુક્ત સચિવ રહેલા જય શાહ, જે હાલમાં બીસીસીઆઈના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે, તેમણે નથવાણી અને તેમના પુત્ર ધનરાજ નથવાણી સાથે મળીને આ પ્રોજેક્ટને આગળ ધપાવ્યો. ધનરાજ હાલમાં જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ છે અને તમામ નિયમિત કામોની દેખરેખ રાખે છે.

  ધ્યાન રહે કે, જ્યારે ચાર વર્ષ પહેલાં સ્ટેડિયમનું નિર્માણ શરૂ થયું હતું, ત્યારે કોઈ ઢોલ નગારા નહોતા વગાડવામાં આવ્યા. એક નાના કાર્યક્રમમાં જય શાહ અને પરિમલ નથવાણીએ 16 જાન્યુઆરી, 2017 ના રોજ નવા સ્ટેડિયમ માટે ભૂમિપૂજન કર્યું હતું અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણ માટેનો પ્રોજેક્ટ ત્રણ વર્ષના રેકોર્ડ સમયમાં પૂર્ણ કર્યો છે. જો કોરોના રોગચાળો ન આવ્યો હોત, તો મોટેરાના આ નવા સ્ટેડિયમ ગયા વર્ષે જ ક્રિકેટ મેચ રમવામાં આવી હોત, અને હાલના દિવસની રાહ જોવાની જરૂર ન પડી હોત.

  વિશ્વના ક્રિકેટ ચાહકો આજે ટીવી સ્ક્રીન પર આ નવા સ્ટેડિયમની ભવ્યતા અને સુંદરતા જોઇ રહ્યા છે, પરંતુ બરાબર એક વર્ષ પહેલા જ્યારે 24 ફેબ્રુઆરી 2020ના રોજ નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ અહીં યોજાયો હતો, ત્યારે જ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, ત્યારે જ લોકોએ તેની ભવ્યતાનો અંદાજ લગાવ્યો હતો, તે સમયે 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું.

  સ્વાભાવિક રીતે, જ્યારે નવા સ્ટેડિયમનું વિધિવત રીતે રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘાટન થવાનું હતું, ત્યારે તેનું નામ પણ રાખવાનું હતું. દેશમાં જેટલા પણ સ્ટેડિયમો છે, તમામનું એક નામ છે, અને તે એવા લોકોના નામ પર છે, જેઓ ક્રિકેટ વહીવટ સાથે સંકળાયેલા છે, તેના વિકાસમાં તેમની ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું એમાં આશ્ચર્ય થવું જોઈએ નહીં. એક ક્ષણે ભૂલી જાઓ કે મોદી પોણા તેર વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અથવા 2014થી દેશના વડા પ્રધાન છે. મોદી માત્ર જીસીએ પ્રમુખ તરીકેની તેમની ભૂમિકાના કારણે જ હકદાર છે આ સ્ટેડિયમના નામ માટે. આમ પણ, સ્ટેડિયમનું નામ શું રાખવું, તે નક્કી કરવાનો નિર્ણય સંબંધિત ક્રિકેટ એસોસિએશનનો હોય છે, ના કે સરકારનો, કેમ કે તે સરકારની માલિકીનું નથી, તે ક્રિકેટ સંઘોની માલિકીનું હોય છે.

  કોંગ્રેસને આત્મમંથનની જરૂરત
  જ્યાં સુધી સરદાર પટેલના નામ ઉપર જૂના સ્ટેડિયમ હોવાનો પ્રશ્ન છે અને નવા સ્ટેડિયમને મોદીનું નામ આપવાનો મુદ્દો છે. અહીં આલોચક એ પણ આસાનીથી ભૂલી જાય છે કે નવ નિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એજ સરદાર પટેલ સ્પોર્ટ્સ ઇન્ક્લેવનો ભાગ રહેનારો છે જ્યાં વીસથી પણ વધારે ઓલંપિક રમતોની સુવિધા ઉપલબ્ધ કરાવાની યોજના છે. મોટા પ્રમાણમાં ખેલાડીઓ માટે આવાસીય સુવિધાઓ વિકસિત થનારી અને આ સુવિધાઓ અમદાવાદને સ્વાભાવિક રીત ઉપર દેશના સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખ આપશે. જેની તરફ ઇશારો ખુદ ગૃહમંત્રી અમિત શાહે કર્યો છે.

  જે કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદીનું નામ મોટેરાના નવા સ્ટેડિયમને આપવા માટે સૌથી વધારે પ્રશ્નો ઊભા કરી રહી છે. તેમને ખુદ આત્મમંથન કરવાની જરૂરત છે. જો કોઈ એમ પૂછે કે રાજીવ ગાંધી ક્યાં દેશના સૌથી મોટા ખેલાડી હતા જેમના નામ ઉપર ભારતના સર્વશ્રેષ્ઠ રમત પુરષ્કાર 'રાજીવ ગાંધી ખેલરત્ન પુરષ્કાર' આપવામાં આવે છે.

  જો ક્રિકેટની વાત કરીએ તો કોઈ પૂછી શકે છે કે હૈદરાબાદના ક્રિકેટ સ્ટેડિયમને રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ કેમ આપવામાં આવ્યું. જોકે તેમનું હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનથી કોઈ લેવા દેવા જ નથી. જેની માલિકીનું આ સ્ટેડિયમ છે.

  જો આંકડાના હિસાબથી જોઈએ તો દેશમાં રમતથી જોડાયેલા 22 એવા મોટા સ્ટેડિયમ છે જેનું નામ ગાંધી-નહેરુ પરિવારના સદસ્યોના નામ પર છે. જેમાં સર્વાધિક 12 સ્ટેડિયમ રાજીવ ગાંધીના નામ ઉપર છે. બાકી સ્ટેડિયમ જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીના નામ ઉપર છે. એટલું જ નહીં દેશમાં 17 એવી ટ્રોફિઓ અથવા ટૂર્નામેન્ટ છે જે આ ત્રણના નામ પર જ છે. આમાં પણ સર્વાધિક, 12 ટૂર્નામેન્ટ રાજીવ ગાંધીના નામ ઉપર થાય છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એ જણાવે કે રાજકિય રમતની બહાર અસલી ખેલની દુનિયામાં નેહરુ-ગાંધી પરિવારના આ ત્રણ સદસ્યોએ કેયું એવું મુકામ હાંસલ કર્યું હતું. જે તેમના નામ ઉપર આટલી બધી ટૂર્નામેન્ટ હોય છે.

  કોંગ્રેસ પાર્ટીના આ નેતાઓની તુલનામાં, ભાજપના મોટા નેતાઓમાં નરેન્દ્ર મોદી પહેલા અરુણ જેટલીના નામે એક સ્ટેડિયમ છે, તેનું નામકરણ પણ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે. જેટલી લાંબા સમયથી ડીડીસીએના પ્રમુખ હતા અને દેશમાં ક્રિકેટને પ્રોત્સાહિત કરવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી, આ બાબતો કોઈથી છુપાયેલી નથી.

  જ્યાં સુધી મોદીની વાત છે, તેમણે મુખ્યમંત્રી તરીકેના પોણા તેર વર્ષના કાર્યકાળ દરમિયાન અથવા છ વર્ષથી વધુના તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન કોઈ પણ સરકારી યોજનાનું નામ પોતાના નામે રાખ્યું નથી અને કોઈ પણ સરકારી ઈમારતો પણ પોતાના નામે થવા દીધી નથી. દેશના તમામ ભાગોમાં ભાજપની સરકારો છે, મોદી ફક્ત દેશનાં જ નહીં, પરંતુ વિશ્વના લોકપ્રિય નેતાઓમાંના એક છે, પરંતુ મોદીએ દેશના કોઈપણ રાજ્યમાં તેમના નામે કોઈ સરકારી બિલ્ડિંગનું નામ પોતાના નામે થવા દીધી નીથી. તેમણે જેટલી પણ લોકપ્રિય યોજનાઓ લૉન્ચ કરી તેના નામ ઉજ્જવલાથી લઈને આયુષ્માન છે. મોદીનું નામ આમા પણ ક્યાંય નથી.

  અને જ્યાં સુધી સરદાર પટેલની વિશ્વસનીયતા ઘટાડવાની વાત છે ત્યાં આવા સવાલો ઉઠાવવો હાસ્યાસ્પદ છે.વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીના આશરે સાત મહિના પહેલાં, ઓક્ટોબર 2013માં, જ્યારે સરદાર જયંતિ નિમિત્તે મોદીએ ગુજરાતના કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા બનાવવા માટે ભૂમિપૂજન કર્યું હતું, તે સમયે દરેકને એ ચૂંટણી સ્ટંટ લાગ્યો હતો. પરંતુ ચાર વર્ષથી ઓછા સમયમાં, કેવડિયાના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ન ફક્ત વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમા બનાવી પરંતુ ત્યાં વિકાસકાર્ય અને બાકી સુવિધાઓ સાથે આ વિસ્તાર જોડાય અને સમગ્ર જગત તેની નોંધ લે તે પણ સુનિશ્ચિત કર્યુ. તે કહેવાની જરૂર નથી કે કેવડિયા આજે દરેક પર્યટકનું એક મોટું આકર્ષણ છે. સરદાર છોડો, સુભાષચંદ્ર બોઝથી લઈને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સુધીના તમામ રાષ્ટ્રીય નેતાઓની યાદગીરીને મજબૂત કરવા, તેમના નામે મોટા કાર્યક્રમો મૂકીને અથવા તેમની સ્મૃતિમાં મોટા સ્મારકો બનાવવાનું કામ મોદીએ કર્યું છે.

  અને જ્યાં સુધી રાહુલ ગાંધીના 'હમ દો, હમરે દો' વાળા હુમલાની વાત છે તો તેમણે તે યાદ રાખવું જોઈએ અથવા તેમના સલાહકારો પાસેથી માહિતી લેવી જોઈએ કે કંપનીઓ અથવા ઉદ્યોગ જૂથોના નામે સ્ટેડિયમના મુખ્ય પેવેલિયનોના નામ રાખવાની પરંપરા ઘણી જૂની છે. એક સમયે તેમની જ પાર્ટી કૉંગ્રેસના પ્રમુખ નેતામાના અને રાજ્યની અંતિમ કૉંગ્રેસ સરકારના ડેપ્યુટી સીએમ રહેલા નરહહરિ અમીને જીસીએના તત્કાલીન પ્રમુખ તરીકે મોટેરાના જૂના સ્ટેડિયમની ખરાબ હાલત સુધારવા માટે ઉદ્યોગ સમૂહોની મદદ લીધી હતી.

  વર્ષ 1992-93માં જીસીએના અધ્યક્ષ બન્યા પછી, અમીનને ખબર પડી કે જીસીએ પર આશરે 8 કરોડનું દેવું છે અને સ્ટેડિયમની મરામત માટે કોઈ ભંડોળ નથી. આવી સ્થિતિમાં, તેમણે અદાણી ગ્રૂપ અને ગુજરાત સરકારની કંપની જીએમડીસી પ્રત્યેક પાસેથી રૂપિયા 20 કરોડની નાણાકીય સહાય સાથે સ્ટેડિયમનું અધૂરું પૂર્ણ કર્યું અને સ્ટેડિયમના બે પેવેલિયન નામ કંપીનીઓના નામે રાખ્યા હતા. નવા સ્ટેડિયમમાં અદાણી ગ્રૂપ તેમજ રિલાયન્સ ગ્રૂપના નામે પેવેલિયન હોવાની વાત છે, તેની પાછળની સરળ વાત એ છે કે આ બંને ઔદ્યોગિક જૂથોએ પણ આ નવા સ્ટેડિયયમના નિર્માણમાં મોટો નાણાકીય ફાળો આપ્યો છે.

  અને જ્યાં સુધી જય શાહની વાત છે તો યુવા જયે રિલાયન્સ ગ્રુપના રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી અને તેમના પુત્ર ધનરાજ નથવાણી સાથે સરકારના કોઈ ટેકા વિના, સ્ટેડિયમનું નિર્માણ રેકોર્ડ સમયમાં પૂર્ણ કર્યું છે, જેના પર ભારત ગર્વ અનુભવી શકે છે.

  તેથી, ભારતનું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોવા પર ગર્વ થવાને બદલે 'હમ દો, હમારે દો' નો રાજકીય તીર ચલાવવું બેમાની છે. નહીંતર જાણકાર લોકો અને રાજકીય વિરોધીઓ 'અમે ત્રણ અને અમારા બાવીસ' યાદ અપાવવાની શરૂઆત કરી દેશે, જેનો જવાબ કૉંગ્રેસ અને તેના નેતાઓ આપી નહીં શકે.

  એ 22 સ્ટેડિયમ જેના નામ નહેરુ-ગાંધી પરિવારના સભ્યો પર છે

  રાજીવ ગાંધી સ્પોર્ટ્સ સ્ટેડિયમ, બવાના
  રાજીવ ગાંધી નેશનલ ફૂટબૉલ એકેડમી, હરિયાણા
  રાજીવ ગાંધી એસી સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
  રાજીવ ગાંધી ઇન્ડરો સ્ટેડિયમ, પુડ્ડુચેરી
  રાજીવ ગાંધી સ્ટેડિયમ, ઈટાનગર
  રાજીવ ગાંધી બેડમિન્ટ સ્ટેડિયમ, અર્નાકુલમ
  રાજીવ ગાંધી સ્પોર્ટ્સ કૉમ્પેલક્સ, સિંઘુ
  રાજીવ ગાંધી મેમોરિયલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ, ગોહાટી
  રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ,
  રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, કોચ્ચી
  રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ, દેહરાદૂન
  ઈન્દિરા ગાંધી સ્પોર્ટસ કૉમ્પલેક્સ, દિલ્હી
  ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી
  ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ, ઉના, હિમાચલ પ્રદેશ
  ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, વિજયવાડા, આંધ્રપ્રદેશ
  ઇન્દિરા પ્રિયદર્શિની સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
  ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ, દેવગઢ, રાજસ્થાન
  જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, દિલ્હી
  જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, કોઈમ્બતુર
  નહેરુ ક્રિકેટ સ્ટેડિયમ, પુના
  જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ચેન્નાઇ
  Published by:ankit patel
  First published:

  Tags: Motera stadium, Narendra Modi Stadium, અમદાવાદ, ગુજરાત, પીએમ મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन