અનલોક 1.0 શરૂ થયા બાદ વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં બેદરકારી વધી : PM મોદીનું રાષ્ટ્રને નામ સંબોધન

News18 Gujarati
Updated: June 30, 2020, 4:33 PM IST
અનલોક 1.0 શરૂ થયા બાદ વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં બેદરકારી વધી : PM મોદીનું રાષ્ટ્રને નામ સંબોધન
પીએમ મોદી.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના કાળ (Coronavirus)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે છઠ્ઠીવાર રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. ચાર વાગ્યે પીએમ મોદીનું દેશને સંબોધન શરૂ થયું હતું. છેલ્લીવાર પીએમ મોદીએ 12 મેના રોજ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. છઠ્ઠીવાર રાષ્ટ્રને સંબોધન કરતી વખતે વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને સ્થાનિક તંત્રને વધારે એલર્ટ રહેવાનું જણાવ્યું હતું. સાથે જ પીએમ મોદીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારથી અનલોક 1 શરૂ થયું છે ત્યારથી આપણે થોડા બેદરકાર બન્યા છીએ.

વડાપ્રધાનના સંબોધનના મુદ્દા :

- કોરોના સામે લડતાં લડતાં હવે આપણે અનલોક 2.0માં પ્રવેશ કરી રહ્યા છીએ. સાથે એવી સિઝનમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ જ્યાં શરદી, ખાંસી, તાવ અને બધા રોગ થાય છે.

-કોરોનાથી થયેલા મોતની દ્રષ્ટિએ ભારત દુનિયાના અનેક દેશો કરતા સારી સ્થિતિમાં છે. સમયસર કરવામાં આવેલા લૉકડાઉન અને અન્ય નિર્ણયોએ ભારતમાં લાખો લોકોનું જીવન બચાવ્યું છે.

- જ્યારથી દેશમાં અનલોક 1 શરૂ થયું છે ત્યાર બાદ વ્યક્તિગત અને સમાજિક વ્યવહારમાં બેદરકારી વધી છે. પહેલા આપણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા બાબતે વધારે સતર્ક હતા. આજે આપણે વધારે સતર્ક થવાની જરૂર છે.

- કન્ટેનમેન્ટ ઝોન અંગે તંત્રએ વધારે સતર્ક થવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને રોકવા, ટોકવા અને સમજાવવા પડશે. ભારતમાં સ્થાનિક તંત્રએ આટલી જ સતર્કતાથી કામ કરવું પડશે. ભારતમાં ગામનો પ્રધાન હોય કે દેશનો વડાપ્રધાન, કોઈ પણ નિયમથી પર નથી.
- આગામી સમય તહેવારનો સમય છે. આ તહેવારનો સમય જરૂરિયાત અને ખર્ચ પણ વધારશે. 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'નો વિસ્તાર દિવાળી અને છઠ્ઠ પૂજા સુધી નવેમ્બર મહિનાના અંત સુધીમાં આવશે. 80 કરોડ લોકોને મફતમાં અનાજ આવાની યોજના નવેમ્બર સુધી ચાલશે.

- ગરીબ પરિવારને પાંચ કિલો ઘઉં અથવા પાંચ કિલો ચોખા મફતમાં આપવામાં આવશે. સાથે જ પ્રત્યેક પરિવારને દર મહિને એક કિલો ચણા પણ મફતમાં આપવામાં આવશે. આ યોજના પાછળ કુલ 1.5 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.

 

- ઇમાનદાર કરદાતાઓએ ટેક્સ ચૂકવ્યો હોવાથી અને દેશના ખેડૂતોએ અનાજના કોઠાર ભર્યાં હોવાથી આપણે આ મુશ્કેલી સામે લડી શક્યા છીએ. આ માટે ખેડૂતો અને કરદાતાઓનો હૃદયથી આભાર.
First published: June 30, 2020, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading