Home /News /national-international /

News18RisingIndia: PM મોદીએ અભિવ્યક્ત કરેલા તેમના વિચારો

News18RisingIndia: PM મોદીએ અભિવ્યક્ત કરેલા તેમના વિચારો

નરેન્દ્ર મોદી

Beyond Politics: Defining National Priorities વિષય ઉપર ન્યૂઝ18 ની “Rising India Summit”માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિવ્યક્ત કરેલા તેમના વિચારો.

  ન્યૂઝ18 ગુજરાતી : રાજનીતિ નહીં કિન્તુ રાષ્ટ્રનીતિને પ્રાથમિક્તા આપતા વડાપ્રધાન મોદીએ ન્યૂઝ18 દ્વારા આયોજિત "રાઇઝિંગ ઇન્ડિયા સમિટ"માં સોમવારે નવી દિલ્હી ખાતે આપેલા એક વક્તવ્યમાં જનધન યોજના, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભ્રષ્ટાચાર, ગરીબી, નોકરી અને પુલવામા હુમલા સહિતના મુદ્દે દિલ ખોલીને વાત કરી હતી. મોદીએ વિવિધ મુદ્દે અભિવ્યક્ત કરેલા તેમના વિચારો લગભગ અક્ષરશઃ અહીં રજૂ કર્યા છે :

  "થોડા સમય પહેલા મને રાષ્ટ્રીય સ્મારકને દેશને સમર્પિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ પણ એક સંયોગ છે કે તેના બાદમાં મને રાઇઝિંગ ઇન્ડિયામાં એક એવા વિષય પર બોલાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જે મારા હૃદયથી ખૂબ નજીક છે.

  Beyond Politics: Defining National Priorities જેવો વિષય નક્કી કરવા માટે હું નેટવર્ક 18ની ટીમને ખૂબ શુભેચ્છા પાઠવું છું. દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં રાષ્ટ્રના નિર્માણની દીશા શું હોય, એક રાષ્ટ્રના સ્વરૂપમાં આપણી પ્રાથમિક્તા શું હોવી જોઈએ તેના પર સતત મંથક કરવું જરૂર છે.

  હું જ્યારે મીડિયાના મિત્રોની વચ્ચે છું ત્યારે આ ચર્ચાને આગળ વધારવા માટે મારી ગમતી રીત જ અપનાવીશ. એટલે કે પહેલા શું હતું અને હવે શું છે. આનાથી તમને સ્પષ્ટ થશે કે પહેલા શું પ્રાથમિક્તા હતી અને અત્યારે શું છે. એનાથી એ સ્પષ્ટ થશે કે જ્યારે રાજનીતિને બાજુમાં મૂકીને રાષ્ટ્રનીતિ પર ધ્યાન આપવામાં આવે છે ત્યારે તેના કેવા સારા પરિણામ આવે છે.  મિત્રો, વર્ષ 2014માં દેશની સ્થિતિ એવી હતી કે જે વધવું જોઈએ એ ઘટી રહ્યું હતું અને જે ઘટી રહ્યું હતું એ વધી રહ્યું હતું. હવે મોંઘવારીનું જ ઉદાહરણ લઈ લઈએ. આપણે બધા લોકો જાણીએ છીએ કે મોંઘવારી કાબૂમાં રહેવી જોઈએ. પરંતુ વાસ્તવિક્તા શું હતી? ગત સરકારમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવ આકાશે પહોંચી ગયા હતા. મોંઘવારી સુરસાની જેમ મોઢું ખોલી રહી હતી.

  તમને બધાને અને ખાસ કરીને ન્યૂઝરૂમના પ્રોડ્યૂસર્સને યાદ હશે કે મહંગાઇ ડાયન ખાય જાત હૈ, તમે લોકોએ અનેક વખત આ વાત તમારા કાર્યક્રમોમાં ચલાવી હશે.

  મિત્રો, એ સમયે તમે આ અંગે ખૂબ રિપોર્ટ લખ્યા હતા કે મોંઘવારીની ટકાવારી 10 ટકાનો આંકડો પાર કરી ગઈ છે. આજે અમારી સરકારમાં મોંઘવારીનો દર 2-4 ટકાની આસપાસ રહી ગયો છે. આ તફાવત ત્યારે જ આવે છે જ્યારે રાજનીતિને બાજુમાં રાખીને રાષ્ટ્રનીતિને પ્રાથમિક્તા આપવામાં આવે છે.  મિત્રો, આ આવકવેરા (ઇન્કમ ટેક્સ)ને લઈને પણ આવી જ સ્થિતિ હતી. મધ્યમવર્ગ સતત આવકવેરા મુક્તિની છૂટની માંગણી કરી રહ્યો હતો પરંતુ રાહતના નામે કંઈન ન્હોતું મળ્યું. અમારી સરકારે આવકવેરા મુક્તિ મર્યાદા પહેલા અઢી લાખ સુધી કરી. જે બાદમાં પાંચ લાખ સુધીની આવક માટે ટેક્સના દર 10 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધા, આ વખતે પાંચ લાખ સુધીની આવકને જ આવકવેરામાંથી મુક્તિ આપી દીધી.

  મિત્રો, હવે GDP Growth વિશે વાત કરીશ તો તમે પહેલાની સરકાર અને વર્તમાન સરકાર, પહેલાની સરકારની પ્રાથમિક્તા અને વર્તમાન સરકારની પ્રાથમિક્તાને સારી રીતે સમજી શકશો. તમને યાદ જ હશે કે અટલ બિહારી વાજપાયીની સરકારે 2004માં 8 ટકાના વિકાસ સાથેની અર્થવ્યવસ્થા સોંપી હતી. પરંતુ વર્ષ 2013-14માં જ્યારે યૂપીએની વિદાય થઈ રહી હતી ત્યારે વિકાસદર પાંચ ટકાની નજીક પહોંચી ગયો હતો.  2014માં અમે ફરી એકવખત પડકારનો સ્વીકાર કર્યો હતો. આજે ફરી એક વખત અમારી સરકારે GDP Growth Rate સાતથી આઠ ટકાની આસપાસ પહોંચાડી દીધો છે. એ લોકો વધેલાને ઘટાડીને ગયા અને અમે લોકોએ ઘટેલાને ફરીથી વધારી દીધું. આ અમારી પ્રાથમિક્તા છે.

  મિત્રો, ભારતની ગ્લોબલ સ્ટેન્ડિંગની હાલત કંઈક આવી જ રહી. આપણે બધા ભણતા આવ્યા છીએ કે 21મી સદી ભારતની સદી છે. પરંતુ યૂપીએ સરકારમાં શું થયું? ભારતને 2013નું વર્ષ આવતાં આવતાં દુનિયાના ‘Fragile Five’માં પહોંચાડી દીધું. આજે ફરી એક વખત સરકારના દ્રઢ નિશ્ચય અને 125 કરોડ દેશવાસીઓના સખત પરિશ્રમના બળ પર ભારત ‘Fastest Growing Major Economy’ બની ગયું છે.  મિત્રો, Ease of Doing Businessના રેન્કિંગમાં ગત સરકારે દેશનું નામ ડૂબાડવામાં કોઈ કસર છોડી નથી. આ કોંગ્રેસી સંસ્કૃતિનું પરિણામ હતું કે વર્ષ 2011માં ભારત 132માં રેન્કિંગ પરથી 2014માં 142 સુધી પહોંચી ગયું હતું. તમે વિચારો કે દેશમા બિઝનેસનું વાતાવરણ કેવું બનાવી દેવામાં આવ્યું હતું. આ રેન્કિંગમાં સુધારો કરીને દેશને 77માં સ્થાન પર પહોંચાડવાનું કામ અમારી સરકારે કર્યું છે.

  ગત સરકારમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાથી ઇઝ ઓફ ડુઇંગમાં ભારતનું રેન્કિંગ સતત ઘટી રહ્યું હતું. સ્પેક્ટ્રમથી લઈને સબમરિન સુધી અને કોલસાથી લઈને સીડબલ્યૂજી સુધી, ભ્રષ્ટાચારમાં કંઈ બાકી રહ્યું ન હતું. એ સમયે દરેક સંસ્થા પછી તે સુપ્રીમ કોર્ટ હોય કેગ હોય કે પછી મીડિયા, દરેક જગ્યાએ સરકારના ભ્રષ્ટાચારની ફાઇલો ખુલી રહી હતી.

  આજે એવી સ્થિતિ છે કે રાજનીતિક વિરોધ માટે વિપક્ષના અમારા સાથે કોર્ટ ચાલ્યા જાય છે જ્યાં તેમને ફિટકાર મળે છે અને અમારી સરકારને સાબાસી મળે છે. સરકારી સંસ્થાઓમાં આવું પરિવર્તમ અમારી સરકાર દરમિયાન આવ્યું છે.  ભાઈઓ અને બહેનો, રાજનીતિથી અલગ અમારી સરકારની શું પ્રાથમિક્તા રહી, કેવી રીતે અમે એક યોજનાને બીજી યોજના સાથે જોડીને આગળ વધી રહ્યા છીએ, આને પરિણામે સિસ્ટમ કેવી રીતે Smooth અને Transparent થઈ રહી છે તે અંગેની વાત કરવા માટે હું એક બીજું ઉદાહરણ રજૂ કરવા માંગું છું.

  તમને યાદ જ હશે કે અમે ચાર વર્ષ પહેલા જનધન યોજના શરુ કરી હતી. એ સમયે અમારી મજાક ઉડાવવામાં આવી હતી. અમુક લોકો કહેતા હતા કે ગરીબોના બેંક ખાતા ખોલાવીને અમે શું તીર મારી લીધું. અમુક લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે જે લોકો પાસે ખાવા કંઈ નથી તેમના બેંક ખાતા ખોલાવીને શું કરશો?

  આવી જ માનસિક્તાને કારણે આઝાદીને આટલો વર્ષો પછી પણ આપણા દેશમાં અડધાથી વધારે લોકો પાસે બેંકના ખાતા ન હતા. આજે અમારી સરકારના પ્રયાસોને કારણે દેશમાં 34 કરોડથી વધારે બેંક ખાતા ખુલ્યા છે.  જનધાન ખાતાઓ ખુલ્યા બાદ અમે તેને આધાર નંબર સાથે જોડી દીધા હતા. એવો પણ પ્રયાસ કર્યો કે વધારેમાં વધારે બેંક ખાતે મોબાઇલ નંબર સાથે પણ જોડાય. એક તરફ જનધન ખાતાઓ ખોલવામાં આવી રહ્યા હતા, જ્યારે બીજી તરફ એવી યોજનાઓ પણ શોધી રહ્યા હતા જેમાં લાભાર્થીઓને પૈસા આપવાની જોગવાઈ હોય. પહેલા આ પૈસા કેવી રીતે મળતા હતા, વચ્ચે કેવી રીતે કટકી થઈ જતી હતી એ બધી વાત તમે લોકો જાણો છો.

  અમે એક પછી એક યોજનાઓ તપાસતા ગયા અને તેને જનધન ખાતા સાથે જોડતા ગયા. આજે સ્થિતિ એવી છે કે સરકારની 125 કરોડથી વધારે યોજનાઓના પૈસા સીધા જ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી રહ્યા છે.

  અમારી સરકાર દરમિયાન આશરે છ લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે સીધા લાભાર્થીઓના ખાતામાં મોકલ્યા છે. હું એવું કહેતા ગર્વની લાગણી અનુભવી રહ્યો છું કે પહેલાની જેમ 100માંથી ફક્ત 15 પૈસા નહીં પરંતુ સંપૂર્ણ રકમ લાભાર્થીઓને મળે છે.

  સરકારના આવા પગલાંનો ભ્રષ્ટાચાર અને કાળાનાણા પર કેવી પ્રભાવ પડ્યો છે, આ પણ તમારા માટે જાણવું જરૂરી છે.  જનધન એકાઉન્ટ, આધાર અને મોબાઇલને જોડવાનું પરિણામ એ આવ્યું કે કાગળોમાં છૂપાયેલી એક પછી એક બોગસ નામ સામે આવવા લાગ્યા. તમે વિચારો, જો તમારા ગ્રૂપ કે ચેનલમાં 50 લોકો એવા હોય જેનો પગાર દર મહિને ચુકવાતો હોય પરંતુ હકીકતમાં એ લોકો હોય જ નહીં તો શું થાય.

  હવે અહીંના HR વાળા લોકો કહેશે કે અમારે ત્યાં આવું થઈ જ ન શકે. પરંતુ પહેલાની સરકારે જે અર્થવ્યવસ્થા બનાવી રાખી હતી તેમાં એક બે નહીં પરંતુ આઠ કરોડ આવી બોગસ નામ હતા, જેમના નામ પર સરકારી લાભ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો.

  સરકારના આવા પ્રયાસથી એક લાખ દસ કરોડ રૂપિયા ખોટા હાથમા જતાં બચાવી લેવામાં આવ્યા હતા. હું જ્યારે એવું કહી રહ્યો છું કે એક લાખ દસ કરોડ રૂપિયા બચાવી લેવામાં આવ્યા છે, ત્યારે તમે વિચારો કે પહેલા આ પૈસા કોઈની પાસે જતા હતા.

  વર્ષો સુધી આ પૈસા એ વચેટીયાઓેને મળી રહ્યા હતા જે લોકો તેના હકદાર ન હતા. આ તમામ લિકેઝ અમારી સરકારે બંધ કરી દીધી છે. બેંક એકાઉન્ટ, ડેટા અને ટેક્નોલોજીની આ જ તાકાત આજે દુનિયાની સૌથી મોટી વેલફેર સ્કિમ્સનો મજબૂત આધાર બની છે.

  આજે જે આયુષમાન ભારત યોજના અંતર્ગત દેશના લગભગ 50 કરોડ ગરીબોને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મળી રહી છે તેમાં લિકેઝની કોઈ સંભાવના નથી. આની પૂરી રકમ સીધી જ હોસ્પિટલના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનાના લાભાર્થીઓ પાસે આધાર કાર્ડ છે, તેમની પસંદગી 2015માં જાહેર કરવામાં આવેલા Socio-economic Surveyના આધાર પર કરવામાં આવી હતી.  લગભગ તમામ વેલફેર સ્કિમ માટે એવી રીતે અપમાવવામાં આવી રહી છે, જેમાં ભ્રષ્ટાચાર અને લિકેઝની કોઈ શક્યતા નથી.

  તમારી જાણ માટે, ગઈકાલે જ અમારી સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે. દેશના આશરે 12 કરોડ ખેડૂત પરિવારોની નાની નાની જરૂરિયાતોને પૂરી કરવા માટે, જેમ કે ઘાંસચારો ખરીદવા માટે, બીયારણ ખરીદવા માટે, જંતુનાશન ખરીદવા માટે સરકાર વર્ષમાં આશરે 75 હજાર કરોડ રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે. આ યોજનામાં પણ લિકેઝની કોઈ સંભાવના નથી.

  હવે તમે વિચારો કે કોઈએ ચારા ગોટાળો કરવો હોય તો કેવી રીતે કરશે? કારણ કે હવે તો સીધો મોબાઇલમાં જ સંદેશ આવે છે. કાચા અને પાકા બિલની વ્યવસ્થા જ મોદી સરકારે ખતમ કરી દીધી છે. આ માટે જ મને પાણી પી પી ને ગાળો આપવામાં આવી રહી છે!!!

  ભાઈઓ અને બહેનો, જે જે લોકો માટે મેં લૂંટનો રસ્તો બંધ કરી દીધો છે એ લોકો આજકાલ મને એટલો પ્રેમ કરી રહ્યા છે કે ન પૂછો વાત. એક મંચ પર ભેગા થઈને કદાચ જ કોઈને આટલી ગાળો આપવામાં આવી હશે. મિત્રો, એ લોકો માટે મોદીને ગાળો આપવી પ્રાથમિક્તા છે, જ્યારે મારી પ્રાથમિક્તા દેશના ઇમાનદાર ટેક્સપેયર, જે આટલી મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, તેમના દ્વારા સરકારને મળેલા એક એક પૈસાનો યોગ્ય ઉપયોગ કરવાની છે.

  આપણે ત્યાં વર્ષો સુધી લોકોના પૈસાને લોકોના ન સમજવાની પરંપરા હાવી રહી છે. આ વાત તમે પણ જાણો છો. જો આવું ન હોતું તો વર્ષો સુધી સેંકડો સરકારી યોજનાઓ અધૂરી ન રહેતી, વચ્ચે લટકતી ન રહેતી.  આ માટે જ અમારી સરકારે યોજનામાં મોડું થાય તેને અપરાધથી ઓછું નથી સમજતી. હું તમને બે ત્રણ ઉદાહરણ આપું છું કે પહેલાના દશકામાં કેવું કામ થયું અને તેનો પ્રભાવ લોકોના જીવને અવા આવકવેરો ચુકવતા લોકો પર શું પડ્યો.

  મિત્રો, યૂપીમાં એક સિંચાઈ યોજના છે. મિત્રો, જેટલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી તેમાંથી મોટાભાગના પૂર્વ ભારત અને નોર્થ-ઇસ્ટના છે. આ પણ અમારી સરકારની પ્રાથમિક્તાનો મોટો ભાગ છે. તમામનો વિકાસ અને પૂર્વ ભારતને નવા ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવું એ અમારી વિઝનનું મહત્વપૂર્ણ પાસુ છે.

  તમે અનેક વખત રિપોર્ટ લખ્યો હશે કે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં દશકાઓ પછી રેલ પહોંચી, એરપોર્ટ બન્યું, પ્રથમ વખત વીજળી પહોંચી.

  અમારો પૂરો પ્રયાસ છે કે સમાજ અને દેશનો દરેક એવો વર્ગ જે માની રહ્યો છે કે તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, તેમની પાસે પહોંચવામાં આવે. તેમની તમામ ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે.

  સામાન્ય વર્ગને 10 ટકા અનામતનો નિર્ણય હોય, શ્રમિકો માટે પેન્શનની ઐતિહાસિક યોજના હોય, ધુમંતુ સમાજના લોકો માટે વેલફેર ડેવલપમેન્ટ બોર્ડ બનાવવાનો નિર્ણય હોય કે પછી દેશના કરોડો માછીમારો માટે એક અલગ ડિપાર્ટમેન્ટ બનાવવાનો નિર્ણય હોય, અમે સબકા સાથ સબકા વિકાસના મંત્ર પર કામ કરી રહ્યા છીએ.

  દેશની દરેક વ્યક્તિ, દરેક વર્ગ અને દરેક ખૂણા સુધી વિકાસ અને વિશ્વાસની રોશની પહોંચાડવી અમારી પ્રાથમિક્તા જ નવા ભારતની આત્મવિશ્વાસનું કારણ બની રહી છે. આ આત્મવિશ્વાસ વચ્ચે હું એ વિષય પર પણ વાત કરવા માગું છું જે તમારો સૌથી ગમતો રહ્યો છે. આ વિષય રોજગાર છે.  મને જણાવવામાં આવ્યું કે નેટવર્ક 18માં વર્ષ 2014 પછી એક પણ વ્યક્તિને નોકરી નથી મળે? રાહુલ જી, આ જાણકારી સાચી છે ને?

  પરેશાન ન થશો. હું તમને મિત્રોને જવાબનો સવાલ જણાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

  ભાઈઓ અને બહેનો, જરા વિચારો. ભારત જ્યારે વિશ્વની સૌથી ઝડપે વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે ત્યારે શું એવું શક્ય છે કે નોકરીઓના સર્જન વગર આવું શક્ય બની જાય?

  દેશમાં જ્યારે એફડીઆઈ All-Time High છે ત્યારે શું એવું શક્ય છે કે નોકરીનું સર્જન નથી થઈ રહ્યું?

  જ્યારે કોઈ આતંરરાષ્ટ્રીય રિપોર્ટ કરી રહ્યો છે કે ભારત સૌથી ઝડપે ગરીબી દૂર કરી રહ્યું છે ત્યારે એવું શક્ય છે કે નોકરી વગર લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે?

  જરા વિચારો કે, દેશમાં પહેલાની સરખામણીમાં અનેક ઝડપે રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે, રેલ ટ્રેકો પાથરવામાં આવી રહ્યા છે, ગરીબો માટે મકાનોથી લઈને નવા પુલ, નવા બંધ, નવા એરપોર્ટ્સ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થઈ રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રે રોકાણ વધી રહ્યું છે, તો શું આવું શક્ય છે કે આ તમામ ગતિવિધિઓથી રોજગારીનું સર્જન નહીં થયું હોય?

  તમે તમારા આસપાસના વિસ્તારમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટડ એકાઉન્ટ્સને આગળ વધતા જોયા હશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે ગત ચાર નાણાકીય વર્ષ દરમિયાન સિસ્ટમમાં 6 લાખ Professionals જોડાયા છે. આમાંથી દરેક પ્રોફેશનલ્સને સપોર્ટ સ્ટાફની પણ જરૂરિયાત પડી હશે. એવામાં આપણે અનુમાન લગાવી શકીએ કે આ પ્રોફેશનલ્સે ચાર વર્ષમાં લાખો લોકોને રોજગારી આપી હશે. એટલું જ નહીં રસ્તા પર દોડતી ગાડી પણ એક નવી તસવીર બતાવે છે. કોઈ મને કહી રહ્યું હતું કે તમારા ફિલ્મ સિટી, નોઈડામાં પહેલા અડધાથી વધારે જગ્યા ખાલી રહેતી હતી. હવે અહીં ગાડીઓ પાર્ક કરવાની પણ જગ્યા નથી.  કહેવાનો મતલબ એ છે કે છેલ્લા 5 વર્ષોમાં ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં જબરદસ્ત બૂમ આવ્યું. કોમર્શિયલ વાહનોની જ વાત કરીએ તો છેલ્લા વર્ષે ભારતમાં જ લગભગ 7 લાખ ગાડીઓ વેંચાઈ। શું એ શક્ય છે કે નોકરી વગર આટલા કોમેર્શીયલ વાહનો વેંચાય?

  હવે વડાપ્રધાન મુદ્રા યોજનાને લઇ લો. મેં માધ્યમમાં આ સંદર્ભે ચાલતી આ મામલે એકથી એક ચડિયાતી સ્ટોરીઝ જોઈ છે. આ પૈકીના કેટલાક લાભાર્થીઓને તો હું ખુદ મળ્યો છું, તેમની સાફલ્યગાથા મેં સ્વયં અનુભવી છે. કઈ રીતે તેમણે લોન લઈને પોતનો રોજગાર શરુ કર્યો અને આજ ડઝનબંધ લોકોને તેઓ રોજગારી આપી રહ્યા છે

  સાથિયો, આ યોજના અંતર્ગત 15 કરોડથી વધુ ઉદ્યમીઓને 7 લાખ કરોડ રૂપિયાથી વધુ લોન આપવામાં આવી છે. તમને જાણીને એ આશ્ચર્ય થશે કે આ પૈકીના 4 કરોડથી વધુ ઉદ્યોગકારો તો એવા છે, જેણે તેમના વ્યવસાય માટે પહેલીવાર જ લોન લીધી હોય ! શું એ સંભવ છે કે આટલી મોટી સંખ્યામાં નાના ઉદ્યોગકારોને લોન આપવામાં આવી હોય અને તેમને રોજગાર ન મળ્યો હોય?

  સાથિયો, રોજગારને લઈને સરકારે ઈપીએફઓ પાસેથી પણ વ્યાપક જાણકારી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી ઈપીએફઓની વાત છે, કરોડો લોકોના પૈસા કપાઈ રહ્યા છે અને તેમનું હિસ્સો જમા થઇ રહયો છે, ત્યારે આ આંકડાઓ મળી રહ્યા છે. એવું નથી કે હજાર- 10 હાજર લોકોનું સર્વેક્ષણ કરીને આ આંકડાઓ બતાવવામાં આવી રહ્યા હોય. સપ્ટેમ્બર, 2017થી નવેમ્બર, 2018 સુધી પ્રત્યેક મહિને લગભગ 5 લાખ સબ સ્ક્રિબર્સ ઈપીએફઓ સાથે જોડાયેલા છે. આ પ્રકારે "એમ્પ્લોયી સ્ટેટ ઈન્સુરન્સ કોર્પોરેશન' એટલે કે ઈએસ આઈસી હાર મહિને લગભગ 10 થી 11 લાખ સબ સ્ક્રિબર્સ જોડી રહ્યું છે.  જો આપણે આ ઈપીએફઓ ના આંકડાઓને 50% ઓવરલેપ થતા માની લઈએ તો પણ 'ફોર્મલ વોર્કફોર્સ' માં પ્રત્યેક મહિને લગભગ 10 લાખ લોકો શામેલ થઇ રહ્યાં છે. એટલે કે, 1 કરોડ,મ 20 લાખ નોકરીઓ પ્રતિવર્ષ પ્રાપ્ત થઇ રહી છે.

  સાથિયો, છેલ્લા 4 વર્ષોમાં વિદેશી પર્યટકોની સંખ્યામાં 45% ની ઐતિહાસિક વૃદ્ધિ થઇ છે. પર્યટનથી થનારા વિદેશી હૂંડિયામણની કમાણીમાં પણ 4 વર્ષોમાં 50%ની વૃદ્ધિ થઇ છે. આટલું જ નહિ, ભારતમાં એવિએશન સેક્ટરમાં પણ ઐતિહાસિક વધારો નોંધાયો છે. છેલ્લા વર્ષે 10 કરોડથી પણ વધુ લોકોએ હવાઈ યાત્રા કરી. શું આ બધાથી રોજગારીના અવસરોનું સર્જન ન થયું કહેવાય ? આ આંકડાઓથી એ બાબત સ્પષ્ટ થાય છે કે દેશમાં પ્રત્યેક ક્ષેત્રમાં રોજગારના અવસરો પેદા થયા છે અને લોકોને નોકરી મળી છે.

  શક્ય છે કે કેટલાકને મોદીને વાત માનવી જ ન હોય ! પરંતુ એ પણ યાદ રાખવું જોઈએ કે પશ્ચિમ બંગાળ સરકાર કહી રહી છે કે છેલ્લા વર્ષે તેમણે 9 લાખ નોકરીઓ ઉભી કરી અને 2012 થી 2016 દરમિયાન 68 લાખ નોકરીઓ આપી છે. કર્ણાટક સરકાર કહે છે કે છેલ્લા 5 વર્ષોમાં તેમણે 53 લાખ નોકરીઓ આપી છે . શું એ શક્ય છે કે પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં નોકરીના અવસરો ઉભા થાય અને ભારતમાં એવું ન બને?

  સાથિયો, રોજગારને લઈને હું માનું છું કે હજુ પણ દેશમાં ઘણું કરવાનું બાકી છે, પરંતુ જે દિશામાં અને જે ગતિથી આપણે આગળ વધી રહ્યા છીએ, મને એ વાતનો પૂર્ણ વિશ્વાસ છે કે જોબ્સને લઈને ભારત સમગ્ર વિશ્વની સામે એક ઉદાહરણ ઉભું કરી દેશે.  સાથિયો, આ 'ન્યૂ ઇન્ડિયા' બનાવવામાં, સશક્ત કરવામાં મીડિયાની, આપ સૌની ભૂમિકા ખુબ મહત્વની રહી છે. સરકારની, સિસ્ટમની ખામીઓને બહાર લાવવી એ તમારો સ્વાભાવિક અધિકાર છે. પરંતુ દેશમાં સકારાત્મકતાનું વાતાવરણ ઉભું કરવાની તમારી સૌની જવાબદારી છે.

  હું માનું છું કે તમે તમારી સકારાત્મક ભૂમિકા પૂરતી જવાબદારી સાથે નિભાવી છે. સમાજ અને વ્યવસ્થા સાથે સાંકળયેલા લોકોએ સુધારણાઓ અંગે તેમની ભૂમિકાને પૂરતી ઈમાનદારી સાથે નિભાવી છે અને જનજાગૃતિનું કામ કર્યું છે.

  મને પૂરતો વિશ્વાસ છે કે "ન્યૂ ઇન્ડિયા' ને 'રાઇઝ' કરવામાં આપની ભૂમિકા સબળ અને મજબૂત રહેશે.

  અંતે, હું આ સમિટના આયોજન કરવા બદલ અને મને અહીં આમંત્રિત કરવા બદલ ખુબ-ખુબ આભાર માનું છું. આભાર"
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Lok Sabha Elections 2019, News18 Rising India Summit, Rising India, Rising India Summit, નરેન્દ્ર મોદી, પીએમ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन