27 એપ્રિલે બધા CM સાથે ચર્ચા કરશે PM મોદી, કહ્યું- સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા સાથે કોઈ સમજુતી નહીં

27 એપ્રિલે બધા CM સાથે ચર્ચા કરશે PM મોદી, કહ્યું- સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા સાથે કોઈ સમજુતી નહી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 એપ્રિલે બધા મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે

 • Share this:
  નવી દિલ્લી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) સામેની લડાઈમાં પહેલી હરોળમાં કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓ (Healthcare Workers) પર થઈ રહેલા હુમલા જોતા કેન્દ્ર સરકારે બુધવારે મોટો નિર્ણય લીધો છે. બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટમાં સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા માટે મહામારી રોગ (સંશોધન) 2020 અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો. આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું કે સ્વાસ્થ્યકર્મીની સુરક્ષા સાથે કોઈ સમજુતી કરવામાં આવશે નહી.

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વિટ કરીને લખ્યું કે મહામારી રોગ (સંશોધન) અધ્યાદેશ 2020 તે સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા દરેક કર્મીની સુરક્ષા માટે આપણી પ્રતિબદ્ધતા જાહેર કરે છે, જે કોવિડ 19ની સામે અગ્રણી રુપથી જંગ લડી રહ્યા છે. આ આપણા પ્રોફેશનલ્સની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તેમની સુરક્ષા સાથે કોઈ સમજુતી કરવામાં આવશે નહીં.  આ પણ વાંચો - મેરઠ ભાજપ નેતાનો પીએ કોરોના પોઝિટિવ, સાસંદ-ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી કૉરેન્ટાઈન

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 એપ્રિલે બધા મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે. આ દરમિયાન કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન પર ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.

  તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ સામેની લડાઈમાં સામેલ સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલાની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે એક અધ્યાદેશને મંજૂરી આપી છે. સ્વાસ્થ્યકર્મીઓ સામે હિંસા કરનાર પર બિન જામીન પાત્ર ગુનો લાગુ કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પ્રસ્તાવિત અધ્યાદેશમાં સ્વાસ્થ્યકર્મીઓના ઈજા થવા પર, સંપત્તિને નુકસાન થવા પર સહાયની જોગવાઈ કરી છે.
  Published by:Ashish Goyal
  First published: