ખાસ ડિનરમાં પીરસાશે 48 કલાકમાં તૈયાર થયેલી 'દાલ રાયસીના'

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ ડિનરનું આયોજન

News18 Gujarati
Updated: May 30, 2019, 10:54 AM IST
ખાસ ડિનરમાં પીરસાશે 48 કલાકમાં તૈયાર થયેલી 'દાલ રાયસીના'
શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ ડિનરનું આયોજન, પીરસાશે દાલ રાયસીના (image credit: News18/Reuters/File)
News18 Gujarati
Updated: May 30, 2019, 10:54 AM IST
(નીરજ કુમાર)

નરેન્દ્ર મોદી આજે બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવાન જઈ રહ્યા છે. આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7 વાગ્યે યોજાશે. શપથ ગ્રહણ સમારોહ બાદ રાત્રે 9થી 10ની વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેમાનોને ખાસ 'દાલ રાયસીના' પીરસવામાં આવશે.

રાષ્‍ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, 8 દેશોના રાષ્ટ્રપ્રમુખો ઉપરાંત કુલ 40 લોકો માટે રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ 'દાલ રાયસીના' 28 મેની સાંજથી બનાવવામાં આવી આવી રહી છે. ગુરુવાર રાત્રે 9 વાગ્યા પહેલા દાલ રાયસીના બનીને તૈયાર થઈ જશે. દાલ રાયસીનાને બનાવવામાં 48 કલાકનો સમય લાગે છે.

શું છે દાલ રાયસીનાની ખાસિયત?

દાલ રાયસીના એક પ્રકારની દાળ છે. ખાસ વાત એ છે કે તેને ધીમા તાપે અને ધીમે-ધીમે તૈયાર કરવામાં આવે છે. આજ કારણ છે કે આ દાળ 48 કલાકમાં બનીને તૈયાર થશે. દાલ રાયસીનાને બનાવવામાં ઉપયોગી મસાલાને લખનઉથી મંગાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવન રાયસીનાની પહાડી પર આવેલો છે અને આ પહાડીના નામે તેને દાલ રાયસીનાનું નામ આપવામાં આવ્યું છે.

કોણ બનાવી રહ્યું છે દાલ રાયસીના?
Loading...

રાષ્ટ્રપતિ ભવનના શેફ મોન્ટુ સૈનીની આગેવાનીમાં દાલ રાયસીનાને તૈયાર કરવામાં આવી રહી છે. મોન્ટુ સૈનીને દાલ રાયસીના બનાવવામાં એક્સપર્ટ માનવામાં આવે છે. મોન્ટુ સૈની રાષ્ટ્રપતિના Executive chef છે અને રાષ્ટ્રપતિ, તેમનો પરિવાર અને રાજકીય ભોજન સમારંભ માટે ખાવાનું તેમના જ નેતૃત્વમાં તૈયાર થાય છે.

શાકાહારી અને માંસાહારી બંને વ્યંજન

જોકે, શપથ ગ્રહણ દરમિયાન તમામ 8000 મહેમાનો માટે હાઈ ટીની વ્યવસ્થા કરવામાં આવી છે અને સુવિધા માટે ઘણા લોકોને નાસ્તાના પેકેટ પણ આપવામાં આવશે. ગરમીને ધ્યાનમાં રાખતા નાસ્તો માત્ર શાકાહારી રાખવામાં આવ્યો છે. પરંતુ આજના ખાસ ડિનરમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના વ્યંજનની વ્યવસ્થા કરવામાં આવી છે. માંસાહારી વ્યંજનમાં ચિકનની એક ડીશ છે.

આ પણ વાંચો, એક મહિના સુધી ટીવી ચેનલોની ડિબેટમાં નહીં જાય કોંગ્રેસ પ્રવક્તા
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...