ખેડૂતોને પીએમ મોદીનો સંદેશો, નવા કાનૂન કોઈને બાધ્ય કરતા નથી, આ બિલકુલ વૈકલ્પિક છે

ખેડૂતોને પીએમ મોદીનો સંદેશો, નવા કાનૂન કોઈને બાધ્ય કરતા નથી, આ બિલકુલ વૈકલ્પિક છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) લોકસભામાં ફરી એક વખત ખેડૂતોને સંદેશો આપ્યો

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) લોકસભામાં ફરી એક વખત ખેડૂતોને સંદેશો આપ્યો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન પીએમે કહ્યું કે નવા કૃષિ કાનૂન (New Farm Laws)કોઈ માટે બાધ્યકારી નથી, બધા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ છે. એટલે તે જે ઇચ્છે તેને પસંદ કરી શકે છે અને ના કરે તે દૂર હટી શકે છે. અમે જૂની મંડીઓને પણ બનાવી રાખી છે. આ બજેટમાં મંડીઓને આધુનિક બનાવવા માટે વધારે બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમને સતત ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધાર્યું છે.

    ખેતીને આધુનિક બનાવ્યા વગર ભલું થશે નહીં

    પીએમ મોદીએ કૃષિ સુધારો પર ભાર આપતા કહ્યું કે જ્યાં સુધી આપણે ખેતીને આધુનિક નહીં બનાવીએ ત્યાં સુધી આપણે એગ્રીકલ્ચર સેક્ટરને મજબૂત બનાવી શકીશું નહીં. આપણા ખેડૂતો ફક્ત ઘઉંની ખેતી સુધી સિમિત રહે તે વાત ઠીક નથી. જોવું પડશે કે દુનિયામાં કેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. એક સમયે હરિયાણાનો એક ખેડ઼ૂત મને તેના ખેતરમાં લઈ ગયો હતો. નાની જમીન તેની પાસે હતી. તેણે મને દેખાડ્યું કે તે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલની જરૂરિયાત વાળા શાકભાજી ઉગાડે છે. તેને સારો લાભ થાય છે. આ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાની વાત છે. આ કમાલની વાત હતી.

    આ પણ વાંચો - PM Modi in Lok Sabha: કૃષિ કાનૂનો પર પીએમના નિશાના પર કોંગ્રેસ, પીએમ મોદીએ કહ્યું- ખેડૂત બતાવે કોણ તેમનો હક છીનવી રહ્યું છે

    પીએમ મોદીએ કહ્યું કે આવી ચીજોનો શરૂમાં વિરોધ થાય છે પણ જ્યારે સાચી વાત પહોંચે છે તો લોકોને સમજણ આવે છે. હિન્દુસ્તાન વિવિધતાઓનો દેશ છે. દેશના દરેક નિર્ણયથી કોઈને કોઈને પરેશાની થાય છે પણ આપણે વધારે લોકોનો ફાયદો જોઈને નિર્ણય કરીએ છીએ.

    કોંગ્રેસ પર વ્યક્ત કરી નારાજગી

    કોંગ્રેસના સભ્યોએ સદનમાં વોકઆઉટ કર્યા પછી પીએમ મોદીએ કહ્યું કે અમે એમ માનતા હતા કે હિન્દુસ્તાનની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ જેણે છ દશક સુધી એકચક્રી શાસન કર્યું. તેની હાલત એવી થઈ ગઈ છે કે પાર્ટીનું રાજ્યસભામાં અને લોકસભામાં વલણ અલગ-અલગ રહે છે.
    Published by:Ashish Goyal
    First published: