નવી દિલ્હી : દેશ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો તે સમય આવી ગયો છે. ભારતમાં હવે 16 જાન્યુઆરીથી કોરોના વાયરસની (Coronavirus)વેક્સીનનું રસીકરણ (Corona Vaccine)શરૂ થવાનું છે. આ માટે બધા રાજ્યોમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ટિકાકરણ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(Narendra Modi) સોમવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ તૈયારીઓને લઈને બેઠક કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે બંને વેક્સીન વિશ્વાસપાત્ર છે.
પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને જણાવ્યું કે સૌથી પહેલા વેક્સીન કોરોના વોરિયર્સને આપવામાં આવશે. આપણે કોરોના સામેની લડાઇના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છીએ. આપણે દુનિયાના સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે ભારતે જે બે વેક્સીનને મંજૂરી આપી છે તે બંને ભારતમાં જ નિર્મિત છે. આ સાથે ભારત જેવી પરિસ્થિતિ છે તેના આધારે ઘણી રાહતની વાત છે કે આ વેક્સીનને પહેલા જ મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમે કહ્યું કે જે બે વેક્સીનને મંજૂરી આપી છે તેના સિવાય ચાર વેક્સીન હાલ પાઇપલાઇનમાં છે. આ આપણને ભવિષ્યની શાનદાર તૈયારી કરવામાં મદદ કરશે. આપણા એક્સપર્ટ્સ દેશવાસીઓને યોગ્ય વેક્સીન આપવા માટે બધા પ્રકારની સાવધાનીઓ રાખી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં આપણા ફ્રન્ટલાઇન વર્કસ, સફાઇ કર્મચારી, સિવિલ સર્વેન્ટસ અને રક્ષા કાર્યોમાં લાગેલા લોકોને ટિકાકરણ કરવામાં આવશે. બધા રાજ્યોમાં સ્વાસ્થકર્મીઓની સંખ્યા લગભગ 3 કરોડ છે. પ્રથમ ચરણમાં આ ત્રણ કરોડ લોકોનું ટિકાકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. ભારતમાં 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કોરોના વેક્સીનેશનને લઈને વ્યાપક અભિયાનની તૈયારી ચાલી રહી છે. તેના અનુસંધાનમાં શુક્રવારે દેશભરમાં પૂર્વાભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. સીમર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા નિર્મિત ઓક્સફર્ડની કોવિડ-19ની વેક્સીન કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેકની સ્વદેશમાં વિકસિત વેક્સીન કોવેક્સીન (Covaxin)ના દેશમાં સીમિત ઇમરજન્સી ઉપયોગને DCGIએ મંજૂરી આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર