Home /News /national-international /

NDA સરકારમાં રેકોર્ડ સંખ્યામાં મહિલાઓ બની રાજ્યપાલ, જુઓ સંપૂર્ણ યાદી

NDA સરકારમાં રેકોર્ડ સંખ્યામાં મહિલાઓ બની રાજ્યપાલ, જુઓ સંપૂર્ણ યાદી

PM Modi Govt Women Governors:મોદી સરકારમાં નિયુક્ત 8 મહિલા રાજ્યપાલોમાંથી 5 એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયોની છે.

PM Modi Govt Women Governors:મોદી સરકારમાં નિયુક્ત 8 મહિલા રાજ્યપાલોમાંથી 5 એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયોની છે.

  નવી દિલ્હી: ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના નેતૃત્વ હેઠળ 2014થી આઠ મહિલા રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરોની નિમણૂક કરવામાં આવી છે. આ બતાવે છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતની મહિલા શક્તિને સશક્તિકરણ કરવામાં વિશ્વાસ છે. મોદી સરકારમાં નિયુક્ત 8 મહિલા ગવર્નરમાંથી અત્યાર સુધીમાં 5 એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયોના છે.

  બીજી બાજુ દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ત્રણ મહિલાઓએ રાજ્યપાલની શાસન સંભાળ્યું, જ્યારે મોરારજી દેસાઇની અધ્યક્ષતામાં માત્ર બે મહિલાઓ રાજ્યપાલ પદ પર પહોંચી શકી. એ જ રીતે, રાજીવ ગાંધીના સમયમાં વી.પી.સિંઘની આગેવાની હેઠળની સરકારમાં ત્રણ મહિલાઓ અને એક મહિલા રાજ્યપાલ પદે રહી હતી.

  આ પછી, વડા પ્રધાન પી.વી. નરસિંહરાવના સમયમાં, એચ.ડી.દેવે ગૌડા, આઈ.કે.ગુજરાલ અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં મહિલા ગવર્નર તરીકે વધુ બેની નિમણૂક કરવામાં આવી હતી. તે જ સમયે, કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં, જ્યારે ડો.મનમોહનસિંહે દેશની શાસન સંભાળ્યું ત્યારે, 6 મહિલાઓએ રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા.

  આ પણ વાંચો: પંજાબ-હરિયાણાના ટોલ પ્લાઝા બંધ થતા કેન્દ્રને 2000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન

  2014 થી મહિલા રાજ્યપાલોની નિમણૂક

  1.મૃદુલા સિન્હા
  2. દ્રોપદી મુર્મૂ- આદિવાસી સમૂદાયની નેતા
  3.નજમા હેપતુલ્લા-મુસ્લિમ સમુદાયથી
  4.આનંદીબેન પટેલ -
  5. બેબી રાની મોર્ય - અનુસૂચિત જાતિ સમુદાય
  6.અનુસુઈયા ઉઈકે - અનુસૂચિત જાતિ સમુદાય
  7. તમિલસાઈ સુદરરાજન - અન્ય પછાત વર્ગથી
  8. કિરણ બેદી

  આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાથી રોક્યો તો નારાજ પુત્રએ પિતાની ઘાતકી હત્યા કરી

  દેશના પૂર્વ પીએમ અને તેમના શાસનમાં નિયુક્ત થયેલ મહિલા રાજ્યપાલ

  1. જવાહરલાલ નહેરુ- સરોજીની નાયડૂ, પદ્મજા નાયડૂ, વિજયાલક્ષ્મી પંડિત
  2.મોરરજી દેસાઈ- શારદા મુખર્જી અને જ્યોતિ લેકટચલમ
  3. રાજીવ ગાંધી- કુમુદબેન જોશી. રામ દુલારી સિન્હા અને સરલા ગ્રેવાલ
  4. વી.પી સિંહ- ચંદ્રાવતી
  5.પી.વી નસિમ્હા રાવ- શીલા કૌલા અને રાજેન્દ્ર કુમાર વાજપેયી
  6. એચ.ડી દેવેગૌડા- ફાતિમા બીબી
  7. આઈકે ગુજરાલ- વી.એસ રમાદેવી
  8. અટલ બિહારી વાજપેયી- રજની રાય
  9. ડૉ.મનમોહનસિંહ- પ્રતિભા પાટિલ, પ્રભા રાવ, માર્ગરેટ અલ્વા, કમલા બેનીવાલ, ઉર્મિલા સિંહ અને શીલા દિક્ષિત.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ

  આગામી સમાચાર