Home /News /national-international /મોદીની લીડરશિપમાં ભાજપ જીતશે લોકસભા ચૂંટણી: રાકેશ ઝુનઝુનવાલા

મોદીની લીડરશિપમાં ભાજપ જીતશે લોકસભા ચૂંટણી: રાકેશ ઝુનઝુનવાલા

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ ફોટો)

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે આવનારી લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીની જીત થશે

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ બુધવારે કહ્યું કે આવનારી લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીની જીત થશે, પરંતુ તેની સાથે જ તેઓએ કહ્યું કે ભારતનો વિકાસ કોઈ પણ એક વ્યક્તિત્વથી ઉપર છે. મુંબઈમાં વાર્ષિક TiECON સમિટમાં તેમણે કહ્યું કે, ભાજપ એટલી ખરાબ રીતે નથી હારી જેટલી ખરાબ રીતે 2013માં કોંગ્રેસ હારી હતી. હું આ ચૂંટણી પરિણામને 2019ની લોકસભા ચૂંટણીના પરિણામોનું સંકેત નહીં માનું. હું હજુ પણ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર પર મારા પૈસા લગાવીશ.

ઝુનઝુનવાલાએ કહ્યું કે વિકાસ અને સમૃદ્ધિ ત્યારે જ આવે છે જ્યારે ભારત અને અમેરિકા જેવા દેશોમાં વ્યવસ્થા હોય. તેઓએ કહ્યું કે, સ્ક્લ્સિ, લોકતંત્ર, ડેમોગ્રાફિક, ઉદ્યમશીલતા, શાસન અને પ્રાકૃતિક સંસાધન ભારતની વૃદ્ધિની પાછળનું કારણ છે.

ઝુનઝુનવાલાએ એમ પણ કહ્યું કે ભારતની વૃદ્ધિમાં લોકતંત્રનું મહત્વપૂર્ણ યોગદાન હતું, પરંતુ આ તથ્યને અનેકવાર અવગણવામાં આવ્યું છે. તેઓએ આફ્રિકન મહાદ્વીપના સૌથી સમૃદ્ધ દેશ બોત્સવાનાનું ઉદાહરણ આપ્યું, જ્યાં મહાદ્વીપમાં સૌથી લાંબા સમયથી લોકતંત્ર છે.

આ પણ વાંચો, માલ હૈ તો તાલ હૈ! : ખિસ્સા જેટલા ગરમ, ખુરશી એટલી જ નજીક

તેઓએ કહ્યું કે, લોકો ગવર્નન્સને ઓછું આંકી રહ્યા છે. તેને હજુ લાંબી મજલ કાપવાની છે, પરંતુ તે ધીમે-ધીમે નિશ્ચિત રીતે આવી રહ્યું છે.

જ્યોર તેમને ગ્લોબલ ઇકોનોમીની ચિંતાઓને લઈને સવાલ કરવામાં આવ્યા તો તેઓએ કહ્યું કે, યૂરોની સ્થિરતા અને ચીન દ્વારા જીડીપીના 300 ટકા માટે કરવામાં આવેલા લોન પર ઝીણવટભર્યું ધ્યાન આપવું જોઈએ.

ભારતમાં મૂલ્યાંકતને પ્રભાવિત કરનારી વૈશ્વિક આર્થિક મંદી વિશે પૂછવામાં આવતા ઝુનઝુનવાલાએ કહ્યું કે જો મંદી 2008ની જેમ નાણાકિય સંકટની સાથે નથી તો તે ભારતના મૂલ્યાંકનને મહત્વપૂર્ણ રીતે પ્રભાવિત ન કરી શકે. તેઓએ કહ્યું કે તેની સાથે ચાલી રહેલી અન્ય ઘટનાઓ જેમ કે તેલની કિંમતોમાં અસ્થિરતા અને ટ્રેડ વોર ભારતની વૃદ્ધિને પ્રભાવિત નહીં કરે.
First published:

Tags: 2019 General Elections, Indian economy, Rakesh jhunjhunwala, નરેન્દ્ર મોદી, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો