Home /News /national-international /

Quad Summit: પીએમ મોદી, બાઇડન, મોરિસન અને સુગાએ લખ્યો સંયુક્ત લેખ, ચીનને કડક સંદેશ

Quad Summit: પીએમ મોદી, બાઇડન, મોરિસન અને સુગાએ લખ્યો સંયુક્ત લેખ, ચીનને કડક સંદેશ

સંયુક્ત લેખમાં આ નેતાઓએ કહ્યું કે, કોઈ પણ દેશ ત્યાં સુધી સુરક્ષિત નહીં રહે જ્યાં સુધી કોવિડ-19 મહામારીનો ખાતમો નહીં થાય

સંયુક્ત લેખમાં આ નેતાઓએ કહ્યું કે, કોઈ પણ દેશ ત્યાં સુધી સુરક્ષિત નહીં રહે જ્યાં સુધી કોવિડ-19 મહામારીનો ખાતમો નહીં થાય

  નવી દિલ્હી. ક્વાડ સંમેલન (Quad Summit)માં હિસ્સો લેનારા ચાર મોટા વૈશ્વિક નેતાઓએ પહેલીવાર એક સંયુક્ત લેખ લખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden), ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ સંયુક્ત લેખના માધ્યમથી ચીનને કડક સદેશ આપ્યો છે. ચારેય વૈશ્વિક નેતાઓએ હિંદ પ્રશાંત ક્ષેત્ર (Indo Pacific Region)ને સ્વતંત્ર તથા ખુલ્લો રાખવા અને સુરક્ષિત, સ્થિર, સમૃદ્ધ રાખવા માટે પહેલાથી વધુ સાથે મળી નિકટતાથી કામ કરવાની વાત કહી છે. આ સંયુક્ત લેખને રવિવારે વોશિંગટન પોસ્ટ (Washington Post)એ પ્રકાશિત કર્યો છે.

  સંયુક્ત લેખમાં આ નેતાઓએ કહ્યું છે કે, અમે આ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસરત છે કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સરળતાથી પહોંચ બની રહે. ત્યાં આંતરરાષ્ટ્રીય કાયદા અને નેવિગેશનની સ્વતંત્રતા તથા વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાનના સિદ્ધાંત કાયમ રહે. તમામ દેશ પોતાના રાજકીય વિકલ્પ ઊભા કરવામાં સક્ષમ છે, જે દબાણથી મુક્ત છે. હાલના વર્ષોમાં તે દૂરદર્શિતાનો ઝડપથી ટેસ્ટ કરવામાં આવ્યો છે. તે ટેસ્ટે એક સાથે વૈશ્વિક પડકારોનું સૌથી વધુ સમાધાન કરવું અમારા સંકલ્પને મજબૂત કર્યો છે.

  આ પણ વાંચો, સરકારના નિર્ણયથી નારાજ ફ્રેન્ચ અભિનેત્રીએ એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ ઉપર જ ઉતારી દીધા પોતાના તમામ કપડા

  લેખમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ચાર દેશોની સરકાર છેલ્લા અનેક વર્ષોથી કામ કરી રહી છે. શુક્રવારે ક્વાડના ઈતિહાસમાં પહેલીવાર અમે ઉચ્ચ સ્તર પર સાર્થક સહયોગને આગળ ધપાવવા માટે નેતાઓના રૂપમાં સંચાલન કર્યું. ખુલ્લા અને સ્વતંત્ર ક્ષેત્ર માટે પોતાની શોધને મજબૂત કરવા માટે અમે નવી ટેક્નોલોજી તરફથી સામે આવી રહેલા પડકારોનું સમાધાન કરવા માટે ભાગીદારી માટે સહમત થયા છે. અમે ભવિષ્યના ઇનોવેશનને નિયંત્રિત કરવાના માપદંડો અને માનકોને નિર્ધારિત કરવા માટે સહયોગ કરીશું.

  પેરિસ સમજૂતીને મજબૂત કરવાની વાત

  જળવાયુ પરિવર્તનને વ્યૂહાત્મક પ્રાથમિકતા અને વૈશ્વિક પડકારો વિશે વાત કરતા ચાર નેતાઓએ લેખમાં કહ્યું કે, તેના કારણે અમે પેરિસ સમજૂતીને મજબૂત કરવા અને જળવાયુ સંબંધી પડકારોને દૂર કરવા માટે તમામ દેશો માટે અમે એક સાથે કામ કરી રહ્યા છીએ. પોતાના લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની મજબૂતી પ્રતિસ્પર્ધાની સાથે અમે કોવિડ-19ના ખાતમા માટે દૃઢ સંકલ્પિત છે, કારણ કે કોઈ પણ દેશ ત્યાં સુધી સુરક્ષિત નહીં રહે જ્યાં સુધી કોવિડ-19 મહામારી આગળ વધશે.

  આ પણ વાંચો, Explained: 15 અને 16 માર્ચે બેંક હડતાળ, જાણો કઈ સેવાઓ પર પડશે અસર

  લેખમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 મહામારી સ્વાસ્થ્ય અને આર્થિક અસ્થિરતા માટે મોટો ખતરો છે. આપણે તેને રોકવા માટે સાથ કરવું પડશે. આપણે કોવિડ-19ને સમાપ્ત કરવામાં મદદ માટે એક મહાત્ત્વાકાંક્ષી પ્રયાસ શરૂ કરી રહ્યા છીએ. આપણે સુરક્ષિત, સુલભ અને પ્રભાવી વેક્સીનના ભારતમાં ઉત્પાદનમાં વિસ્તાર અને ઝડપ લાવવાનો સંકલ્પ લઈએ છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રત્યેક ચરણમાં ભાગીદાર થવા માટે 2022માં સમગ્ર ભારત-પ્રશાંત ક્ષેત્રમાં વેક્સીન આપવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Australia, China. Washington Post, Climate change, Coronavirus, Joe biden, QUAD Meet, અમેરિકા, જાપાન, નરેન્દ્ર મોદી, ભારત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन