નવી દિલ્હીઃ રસોઈ ગેસ સિલેન્ડરની સબસિડીને (LPG cylinder Subsidy)લઈને મોટી જાણકારી સામે આવી છે. સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં સંકેત (Internal Assessment)મળ્યો હતો કે એલપીજી સિલેન્ડર માટે ગ્રાહકોને પ્રતિ સિલેન્ડર 1000 રૂપિયા ચૂકવવા પડી શકે છે. જોકે, આ અંગે સરકારનો (Government) શું વિચાર છે એ હજી સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયો નથી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકારે સબસિડી મુદ્દે અનેક વખત ચર્ચા કરી છે પરંતુ હજી સુધી કોઈ યોજના બનાવી નથી. મીડિયા રિપોર્ટની માનીએ તો સરકારની પાસે 2 વિકલ્પ છે. પહેલો વિકલ્પ સબસિડીના સિલિન્ડર સપ્લાઈ કરે. બીજો કેટલાક ગ્રાહકોને સબસિડીનો (LPG Subsidy) લાભા આપવામાં આવે.
જાણો શું છે સરકારનો પ્લાન? સબસિડી આપવા અંગે સરકાર તરફથી કંઈ સ્પષ્ટપણે નક્કી કરવામાં આવ્યું નથી. રિપોર્ટ પ્રમાણે હજી સુધી 10 લાખ રૂપિયાની આવકનો નિયમ લાગુ રાખવામાં આવશે. ઉજ્જવલા યોજનાના (Ujjwala Scheme) લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. બાકીના લોકોની સબસિડી ખતમ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આ યોજના 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબી રેખાથી નીચે પરિવારો માટે એલપીજી કનેક્શન (LPG connection) આપવા માટે શરુ કરી હતી. ભારતમાં 29 કરોડથી વધારે પાસે એલપીજી કનેક્શન છે જેમાં ઉજ્જવલા યોજના અંતર્ગત આશરે 8.8 એલપીજી કનેક્શન છે. નાણાંકિય વર્ષ 22માં સરકાર યોજના અંતર્ગત એક કરોડ કનેક્શન જોડવાની યોજના બનાવી રહી છે.
સબસિડીની શું છે સ્થિતિ? વર્ષ 2020માં જ્યારે કોરોના વાયરસ મહામારીના પગલે દુનિયાભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થયો હતો. જેનાથી ભારત સરકારને એલપીજી સબસિડીના મોરચા ઉપર મદદ મળી કારણ કે કિંમત ઓછી હતી. સબસિડીને લઈને ફેરફારની જરૂરિયાત ન્હોતી. માર્ચ 2020થી અનેક ક્ષેત્રોમાં એલપીજી સબસિડી બંધ થઈ ગઈ છે.
સબસિડી ઉપર સરકારનો કેટલો ખર્ચ? સબસિડી ઉપર સરકારનો ખ્ચ નાણાંકિય વર્ષ 2021 દરમિયા 3559 કરોડ રૂપિયા રહ્યો હતો. જે નાણાંકિય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ડીબીટી સ્કીમ અંતર્ગત છે. જેની શરુઆત જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી.
જે અંતર્ગત ગ્રાહકોને ગેસ સબસિડી એલપીજી સિલિન્ડર સંપૂર્ણ પૈસા ચૂકવવા પડ હતા. સરકાર તરફથી સબસિડીના પૈસા ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાં રિફન્ડ કરવામાં આવતા હતા. આ રિફન્ડ ડાયરેક્ટ થતું હતું. આ સ્કીમનું નામ DBITL રાખવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર