ઈદ પર 5 કરોડ મુસ્લિમ સ્ટુડન્ટને મોદી સરકારની ભેટ, અભ્યાસ માટે મળશે પૈસા!

પાંચ વર્ષમાં અઢી કરોડ મુસ્લિમ દીકરીઓને પણ અભ્યાસ કરી આગળ વધવા માટે સ્કોલરશીપ આપશે મોદી સરકાર

News18 Gujarati
Updated: June 5, 2019, 9:49 AM IST
ઈદ પર 5 કરોડ મુસ્લિમ સ્ટુડન્ટને મોદી સરકારની ભેટ, અભ્યાસ માટે મળશે પૈસા!
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 5, 2019, 9:49 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : નરેન્દ્ર મોદી સરકારે ઈદ પર મુસ્લિમ યુવાઓને મોટી ભેટ આપી છે. આ ભેટ છે અભ્યાસ માટે. કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રી મખ્તાર અબ્બાસ નકવીએ પોતાના મંત્રાલયના અધિકારીઓની સાથે બેઠક કર્યા બાદ આગામી પાંચ વર્ષમાં 5 કરોડ સ્ટુડન્ટ્સને પ્રધાનમંત્રી છાત્રવૃત્તિ આપવાની જાહેરાત કરી. ખાસ વાત એ છે કે તેમાંથી લગભગ અઢી કરોડ એટલે કે 50 ટકા વિદ્યાર્થિની હશે. તેનો લાભ લેવાની પ્રક્રિયાને સરળ અને પારદર્શી બનાવી દેવામાં આવી છે.

નકવીએ કહ્યું કે વિકાસની ગાડીને વિશ્વાસના હાઈવે પર ઝડપથી દોડાવવી આગામી પાંચ વર્ષોમાં અમારી પ્રાથમિકતા હશે, જેથી પ્રત્યેક જરૂરિયાતવાળી આંખોમાં ખુશી અને તેમના જીવનમાં સમૃદ્ધિ લાવી શકાય. વિશ્વાસના હાઈવે પર કોઈ સ્પીડ બ્રેકર નહીં આવવા જોઈએ અને ન કોઈ રોડા. તેના માટે આપણે સજાગ રહેવું પડશે.

બાળકીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરશે સરકાર (File Photo)


નકવીએ કહ્યું કે, 3E એટલે કે એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ અને એમ્પાવરમેન્ટ અમારું લક્ષ્ય છે. તેને પૂરું કરવા માટે અમે પરિશ્રમ કરી રહ્યા છે. મુસ્લિમ બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે 'પઢો-બઢો' અભિયાન ચલાવવામાં આવશે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં આર્થિક-સામાજિક કારણોથી લોકો બાળકીઓને શિક્ષણ માટે નથી મોકલતા ત્યાં શૈક્ષણિક સંસ્થાઓને સુવિધાઓ અને સાધન ઉપલબ્ધ કરાવવા માટે કામ કરવામાં આવશે. 100થી વધુ મોબાઇલ વેનના માધ્યમથી શિક્ષા-રોજગારથી જોડાયેલા સરકારી કાર્યક્રમોની જાણકારી આપવા માટે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે.

મુસ્લિમોને આવી રીતે મળશે રોજગાર

નકવીએ કહ્યું કે રોજગાર ઉપર પણ પાંચ વર્ષનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો. કહ્યું કે શિલ્પકારો/કારીગરીને રોજગારથી જોડવા અને બજાર પૂરૂં પાડવા માટે આગામી પાંચ વર્ષમાં દેશમાં 100થી વધુ હુનર હાટનું આયોજન થશે. સાથોસાથ તેમના સ્વદેશી ઉત્પાદનોના ઓનલાઇન વેચાણની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
Loading...

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી (File Photo)


પાંચ વર્ષમાં 25 લાખ નવયુવાનોને રાજગારલક્ષી કૌશલ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેની સાથે જ 'શીખો ઔર કમાઓ', 'નઈ મંજિલ', 'ગરીબ નવાજ કૌશલ વિકાસ' અને 'ઉસ્તાદ' જેવા રોજગારલક્ષી કૌશલ વિકાસ કાર્યક્રમોને પ્રભાવકારી બનાવવામાં આવશે.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...