Home /News /national-international /

Opinion: મોદી સરકારની સાવધાનીઓથી કોરોના વ્યવસ્થાપનમાં ભારતની સ્થિતિ બ્રિટન અને અમેરિકા કરતા મજબૂત

Opinion: મોદી સરકારની સાવધાનીઓથી કોરોના વ્યવસ્થાપનમાં ભારતની સ્થિતિ બ્રિટન અને અમેરિકા કરતા મજબૂત

પીએમ નરેન્દ્ર મોદી આ અંગે લોકોને સતત અપીલ કરતા રહ્યા અને તેના અમલીકરણ અને બહેતર વ્યવસ્થાપન પર પણ નજર રાખતા રહ્યા

coronavirus management - પીએમ નરેન્દ્ર મોદીએ રસી લગાવીને અન્ય લોકોને પ્રેરણા આપી. સાથે જ કડકાઈના નારા સાથે જ્યાં સુધી દવા ન મળે, ત્યાં સુધી લોકોને તકેદારી રાખવા અપીલ કરી હતી

કોરોના (corona) મહામારીએ સમગ્ર વિશ્વ પર પ્રતિકૂળ અસર કરી છે, તેમજ તેની પકડમાં વધુને વધુ લોકો આવ્યા છે. વિશ્વની શ્રેષ્ઠ અર્થવ્યવસ્થા અને ઉચ્ચ સ્તરીય આરોગ્ય સુવિધાઓ ધરાવતા દેશોને પણ કોરોનાના કહેર સામે ઘૂંટણિયે પડવાની ફરજ પડી હતી. ભારત પર પણ તેની પ્રતિકૂળ અસર થઈ હતી, પરંતુ ભારતમાં પીએમ નરેન્દ્ર મોદી (Pm Narendra Modi) ના સક્ષમ નેતૃત્વમાં કોરોના સામેની લડાઈ અમેરિકા (America) અને બ્રિટન (Britain) જેવા વિકસિત દેશો કરતાં વધુ સારી રીતે પ્રદર્શન કર્યું છે.

આ આંકડાઓ પરથી સમજો કે ભારત અમેરિકા અને બ્રિટન કરતાં કેઈ રીતે સારી સ્થિતિમાં હતું

1 જાન્યુઆરી, 2022 સુધીમાં અમેરિકામાં 53,795,407 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને આ રોગચાળાને કારણે 820,355 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે અમેરિકામાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમિતોને કારણે આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું છે. ત્યારે જ અમેરિકાની હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. ICUમાં 78 ટકા બેડ ભરેલા છે. સીડીસીના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન યુએસમાં 2,213,940 નવા કેસ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર ફ્લોરિડામાં એક જ દિવસમાં રેકોર્ડ 75,900 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા, અમેરિકાના રાષ્ટ્રપતિને ઘણા પાછળ રાખ્યા

બીજી બાજુ યુકેમાં જાન્યુઆરીની શરૂઆતમાં એક દિવસમાં રેકોર્ડ 1,62,572 કેસ નોંધાયા અને 154 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા જ 178 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઇટાલીમાં કોરોનાના 141,262 કેસ નોંધાયા હતા, જ્યારે મહામારીને કારણે 111 લોકોના મોત થયા હતા. આના એક દિવસ પહેલા ઈટાલીમાં 144,243 કેસ નોંધાયા હતા, જ્યારે 155 લોકોના મોત થયા હતા. ઈટાલીમાં મહામારીને કારણે અત્યાર સુધીમાં 137,513 લોકોના મોત થયા છે, જ્યારે ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 4 કરોડથી પણ ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને તેમાંથી લગભગ 97% સાજા થઈ ગયા છે. ભારત, અમેરિકા અને બ્રિટનના આ આંકડાઓને પણ આ દેશોની વસ્તીના તફાવતની પૃષ્ઠભૂમિમાં સમજવા જોઈએ.

અમેરિકા અને બ્રિટને કરી આ ભૂલો

અમેરિકામાં તમામ પ્રકારની વર્લ્ડ ક્લાસ સુવિધાઓ છે, પરંતુ આજે પણ તેની હાલત કોરોનાના મામલામાં સૌથી ખરાબ છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલા છે, જ્યારે અમેરિકા પાસે રસીઓનો ભંડાર છે. અમેરિકામાં કોરોનાથી બચવાના મૂળભૂત નિયમો જેમ કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, ભીડથી બચવું વગેરેને ધ્યાનમાં લેવામાં આવી રહ્યાં નથી. જ્યારે બ્રિટનમાં પણ માસ્ક પહેરવામાં બેદરકારી જોવા મળી હતી. આ સાથે નિષ્ણાંતો માને છે કે ભારતમાં માસ્ક પહેરવા, સામાજિક અંતર, પર્સનલ હાઈજીન, સ્વચ્છતા અને રસીકરણ પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Amar Jawan Jyoti flame : અમર જવાન જ્યોતિ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના લો માં થઇ વિલય, જુઓ VIDEO

પીએમએ લોકોને આપી પ્રેરણા, લોકોને કર્યા પ્રોત્સાહિત

પીએમ નરેન્દ્ર મોદી આ અંગે લોકોને સતત અપીલ કરતા રહ્યા અને તેના અમલીકરણ અને બહેતર વ્યવસ્થાપન પર પણ નજર રાખતા રહ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાની અંગત છબીનો ઉપયોગ લોકોને કોરોના મહામારી સામે રક્ષણ માટે પ્રેરિત કરવા માટે કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ રસી લગાવીને અન્ય લોકોને પ્રેરણા આપી. સાથે જ કડકાઈના નારા સાથે જ્યાં સુધી દવા ન મળે, ત્યાં સુધી લોકોને તકેદારી રાખવા અપીલ કરી હતી. આ સાથે PM નરેન્દ્ર મોદીએ ભારતમાં કોરોના મહામારી દરમિયાન 80 કરોડ લોકોને સતત અનાજ સહાય આપીને આ લડાઈને મજબૂત બનાવી જેથી ભારત જેવા વિકાસશીલ દેશમાં ગરીબી અને ભૂખમરાથી કોઈ મૃત્યુ ન પામે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, પીએમ નરેન્દ્ર મોદી

આગામી સમાચાર