COP26: ક્લાઈમેટ ચેન્જને લઈને PM મોદીએ મોટી યોજના જણાવી- ‘2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય પર લઈ જઈશું’

પીએમ મોદીએ કહ્યું કે ભારત જળવાયુ પરિવર્તનને રોકવા માટે સખત મહેનત કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ સમજૂતી (Paris Agreement) હેઠળ ક્લાયમેટ ચેન્જ (climate change) ને રોકવા માટે ‘તેની ભાવના’ હેઠળ ‘અક્ષરશ:’ કામ કરી રહ્યો છે.

  • Share this:
    ગ્લાસગો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ સમજૂતી (Paris Agreement) હેઠળ ક્લાયમેટ ચેન્જ (climate change) ને રોકવા માટે ‘તેની ભાવના’ હેઠળ ‘અક્ષરશ:’ કામ કરી રહ્યો છે. બ્રિટનના ગ્લાસગોમાં યુએન સીઓપી-26ના રાષ્ટ્રાધ્યક્ષ અને એન્ડ શાસનાધ્યક્ષ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા પીએમ મોદીએ (PM Narendra Modi COP26 Summit Glasgow) કહ્યું કે ભારત જળવાયુ પરિવર્તનને રોકવા માટે સખત મહેનત કરી રહ્યું છે.

    તેમણે જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનું આહ્વાન કરતાં કહ્યું કે પર્યાવરણ પ્રતિ સંવેદનશીલ જીવનશૈલી એ આબોહવા પરિવર્તનને રોકવા માટે લાંબા ગાળાનો ઉકેલ હોઈ શકે છે. વડાપ્રધાને 'ઇકો-ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ'ને વૈશ્વિક મિશન બનાવવાનું આહ્વાન કર્યું હતું. મોદીએ ફરી એ વાતનું રટણ કર્યું કે, વિકસિત દેશોએ આબોહવા ધિરાણ માટે એક ટ્રિલિયન ડોલર પ્રદાન કરવાના તેમના વચનને પૂર્ણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે જે રીતે ક્લાઈમેટ મિટિગેશન કરવામાં આવે છે તે જ રીતે તેનું નિરીક્ષણ કરવું જોઈએ.

    આ પણ વાંચો: COP26 ક્લાઈમેટ સમિટમાં PM નરેન્દ્ર મોદી અને બોરિસ જોન્સન વચ્ચે ખાસ મુલાકાત

    'આશા છે કે વિકસિત દેશો ક્લાયમેટ ફાઈનાન્સિંગ માટે ટ્રિલિયન ડોલર પ્રદાન કરશે'

    વડાપ્રધાને કહ્યું કે ભારત આશા રાખે છે કે વિકસિત દેશો ક્લાયમેટ ફાઈનાન્સિંગ માટે વહેલામાં વહેલી તકે એક ટ્રિલિયન ડોલર આપશે. જેમ આપણે આબોહવા શમન પર નજર રાખીએ છીએ, તે જ રીતે આપણે આબોહવા ધિરાણનું નિરીક્ષણ કરવું જોઈએ. ખરેખર ન્યાય ત્યારે જ મળશે જ્યારે એવા દેશો પર દબાણ લાવવામાં આવશે જેઓ તેમના આબોહવા ધિરાણના વચનો પૂરા કરી રહ્યા નથી.

    'ભારત 2030 સુધીમાં કાર્બનની તીવ્રતામાં 45 ટકા સુધીનો ઘટાડો કરશે'

    વડાપ્રધાને કહ્યું, ‘ભારત 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે, 2030 સુધીમાં અશ્મિભૂત ઇંધણના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ વધારશે.’ તેમણે કહ્યું કે ભારત 2030 સુધીમાં અંદાજિત ઉત્સર્જનમાંથી એક અબજ ટન કાર્બન ઉત્સર્જન ઓછું કરશે, ભારત કાર્બનની તીવ્રતામાં 45 ટકાનો ઘટાડો કરશે.

    આ પણ વાંચો: Money Laundering Case: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની કલાકોની પૂછપરછ બાદ મોડી રાતે ધરપકડ

    વડાપ્રધાને કહ્યું, ‘વિશ્વની વસ્તીમાં ભારત 17 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ કાર્બન ઉત્સર્જનમાં ફાળો માત્ર પાંચ ટકા છે.’
    Published by:Nirali Dave
    First published: