વન-ડે મેચ રમવા આવેલા મોદી 'પૉલિટિકલ' ટેસ્ટના સૌથી મોટા ખેલાડી બની ગયા

News18 Gujarati
Updated: August 14, 2020, 7:25 PM IST
વન-ડે મેચ રમવા આવેલા મોદી 'પૉલિટિકલ' ટેસ્ટના સૌથી મોટા ખેલાડી બની ગયા
PM નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી (Narendra Modi) લગભગ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. 2014થી તે દેશના વડાપ્રધાન છે. આમ બંને જગ્યા મળીને તે 18 વર્ષ 10 મહિનાથી સત્તામાં ટોચ પર છે. આઝાદ ભારતના ઇતિહાસમાં આવો રેકોર્ડ કોઇના નામે નથી. દેશના પહેલા પીએમ જવાહરલાલ નહેરુના નામે પણ નહીં.

  • Share this:
નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો કાર્યકાળ પસાર કરનાર બિન-કોંગ્રેસી વડાપ્રધાન તો બની ગયા છે પણ, સાથે જ તે સૌથી લાંબા સમયથી ચૂંટાયેલી સરકારનું નેતૃત્વ કરનાર વ્યક્તિ પણ બની ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે પોણા 13 વર્ષ સુધી કામ કર્યું અને પછી તે છેલ્લા સવા 6 વર્ષથી દેશના વડાપ્રધાન છે. આ રીતે કુલ મળીને તે 18 વર્ષ અને 10 મહિનાથી સત્તામાં ટોચ પર છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવી કિર્તિ કોઇની પાસે નથી. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પાસે પણ નહીં.

7 ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ પર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સરકારમાં તેમનો કોઇ પણ સ્તરે પહેલો પ્રવેશ હતો. મુખ્યમંત્રી બન્યા પહેલા મોદી સરપંચની ચૂંટણી પણ નહતા લડ્યા, સાંસદ અને વિધાયક તો દૂરની વાત છે. જો કે તે વાત અલગ છે કે તેમની કુશળ રાજનીતિ અને સંસ્થાકીય કુશળતાને કારણે તેમણે ગુજરાતમાં બીજી વાર ભાજપની સરકાર બનાવી હતી. આ માટે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે તેમણે જમીન તૈયાર કરી હતી. જો કે તે પણ સંયોગ છે કે 1995માં શંકરસિંહ વાઘેલાના વિદ્રોહ પછી જ્યારે મોદીને ગુજરાત છોડવું પડ્યું તો તે ફરી સંગઠનમાં આગળ વધતા ભાજપના રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી જેવા મહત્વપૂર્ણ પદ સુધી પહોંચી ચૂક્યા હતા. આમ ગુજરાતમાં તેમની ઔપચારિક વાપસી સંગઠનમાં સીધા સરકારમાં જ થઇ. તે સમયે મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને દૂર કરીને કેન્દ્રીય નેતૃત્વે મોદીને મુખ્યમંત્રી બનાવાનો નિર્ણય કર્યો હતો, જેને પહેલી વાર 1995માં નરેન્દ્ર મોદીએ જ મુખ્યમંત્રી બનાવ્યા હતા અને આ કારણે જ CM પદના મહત્વપૂર્ણ દાવેદાર મનાતા શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા કે પછી સુરેશ મહેતા જેવા લોકો તેમનાથી નાખુશ હતા.

તેવામાં ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીને તત્કાલીન પીએમ અટલબિહાર વાજપેયી અને તે વખતના ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના કહેવા પર ગુજરાતમાં ભાજપ સરકારની કમાન ઔપચારિક રીતે સંભાળી ત્યારે તેમની સામે પરિસ્થિતિ ગંભીર હતી. વર્ષ 2000 અને 2001માં થયેલા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને મોટી પછડાટ મળી હતી. અને આજ કારણે રાજકોટ નગરપાલિકા ચૂંટણીમાં પહેલીવાર જનસંઘે પોતાના કબજો જમાવ્યો હતો. પછી અમદાવાદની નગર પાલિકાની ચૂંટણીમાં મોદીના રાજનૈતિક સંગઠનના કારણે પહેલીવાર 1987માં ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો હતો. જે શહેરી વિસ્તારમાં ભાજપની સૌથી મોટી વોટ બેંક માનવામાં આવતું હતું આ પહેલા આ શહેરમાં ભાજપને જોઇએ તેવી સફળતા નહતી મળી. સાબરમતીથી હાર્યા પછી તો લાલકૃષ્ણ અડવાણી માટે પણ ખતરાની ઘંટી વાગવા લાગી હતી કારણ કે આ વિધાનસભા ક્ષેત્ર તેમના લોકસભા ક્ષેત્ર ગાંધીનગરનો ભાગ હતી. જ્યાં પહેલાવાર તે 1991માં ચૂંટણી જીત્યા હતા અને 1996માં અહીંથી જ સેફ સીટ તરીકે વાજપેયીએ પણ ચૂંટણી જીતી હતી, જ્યારે લખનઉમાં તેની જીત પર શંકાના વાદળો છવાયા હતા.

વળી રાજ્ય સરકારની છબીને લઇને અનેક પડકાર સામે ઊભા હતા, ભષ્ટ્રાચારના આરોપ સામે લાગી રહ્યા હતા. સાથે જ 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા ભૂકંપ અને તેમાં 10 હજારથી વધુ લોકોની મોત તથા રાહત અને પુનર્વાસને લઇને મોડું થવા મામલે પણ ભાજપ સરકારની આલોચના થઇ રહી હતી. સરકાર ઝડપથી કંઇ કરી રહી હોય તેમ નહતું લાગતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ એક-દોઢ વર્ષમાં આવવાની હતી. આ પહેલા ચૂંટણી 1998માં થઇ હતી. વળી દેશના રાજનૈતિક પંડિતો ગુજરાતને ભાજપ અને સંઘ પ્રદેશની પ્રયોગશાળા તરીકે જોતા હતા અને તે હંમેશા ચર્ચાનો વિષય રહેતો હતો. અહીં ભાજપ નબળું પડી રહ્યું હતું અને શહેર તો ઠીક ગામ, જિલ્લા અને તાલુકામાં પણ ભાજપ હારી રહ્યું હતું. તેવામાં કેન્દ્રીય નેતૃત્વની ચિંતા સ્વાભાવિક હતી અને માટે તેમણે ગુજરાતમાં ભાજપની ડૂબતી નાવને પાર લગાડવા માટે નરેન્દ્ર મોદીને જવાબદારી સોંપી. જેમણે પાર્ટીના હિત માટે પોતાનું બલિદાન આપવાની વાત કહી એક ઔપચારિક પત્ર લખી ગુજરાત સંગઠન મહામંત્રી પદથી રાજીનામું આપી 1995માં દિલ્હીની રાહ પકડી હતી. જાણીતા રાજનૈતિક વિશેષજ્ઞો અને પત્રકારો પણ મોદીને જ ગુજરાતની કથળતી પરિસ્થિતિમાં એક માત્ર વિકલ્પ તરીકે જોઇ રહ્યા હતા. જો કે પછીના વર્ષોમાં મોદીથી ભાવ ન મળવાને કારણે તેઓ મોદીના કટ્ટર આલોચક પણ બન્યા હતા.

સ્વાભાવિક રીતે પરિસ્થિતિ ગંભીર હતી. ઓક્ટોબર 2001ના શરૂઆતી દિવસોમાં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખુરશી સંભાળી હતી. અને આજ કારણે તેમણે શપથ ગ્રહણ કર્યા પછી બોલવવામાં આવેલી પહેલી કેબિનેટ બેઠકમાં સાથી મંત્રીઓ અને અધિકારીઓ સામે પોતાનો એજન્ડા રાખતા કહ્યું હતું કે તે ગુજરાતમાં વન ડે મેચ રમવા આવ્યા છે, ટેસ્ટ મેચ નહીં. તે સમયે વનડે મેચનો ક્રેઝ હતો અને લોકો 5 દિવસની લાંબી મેચથી કંટાળી ગયા હતા. આમ વનડે મેચનું ઉદાહરણ આપીને મોદીએ પોતાની બેચેની અને પ્રાથમિકતા બંને સામે રાખવાનો પ્રયાસ કર્યો હતો. વળી તે સમયે પ્રાથમિકતા તે પણ હતી કે જલ્દી જ કચ્છના ભૂંકપ પીડિતોને રાહત અને પુનવાર્સની સુવિધા મળે. અને આ માટે આવશ્યક યોજના અને નીતિ લાગુ કરવી જરૂરી હતી. વળી પ્રશાસનને ભષ્ટ્રાચારથી મુક્ત કરીને વિકાસની રાહ પર આગળ પણ વધારવાનું હતું. જેથી સુશાસનની છબી ગુજરાતને સામાન્ય જનતા અને દેશના લોકોને સામે આવે.
મોદીએ સ્વાભાવિક રીતે ઝડપથી પગલા લીધા. ભ્રષ્ટ છબીવાળા અધિકારીઓને ઝાકારો આપી, અધિકારીઓ, મંત્રીઓના કામકાજમાં સુધારો આવે તે માટે તાલીમ શિબિરનું આયોજન કર્યું. 'કર્મયોગી' જેવા શબ્દ ઉપયોગમાં આવ્યો અને ત્યાં સુધી કે દેશની સૌથી જાણીતી મેનેજમેન્ટ સંસ્થા આઇઆઇએમ-અમદાવાદમાં તેમણે પોતાના અધિકારીઓ અને મંત્રીઓની ટ્રેનિંગ કરાવવા બેસાડ્યા જેથી સરકારી કાર્યમાં કુશળતા વધે. મોદી પોતાના જીવનની પહેલી ચૂંટણી 2002માં લડી. તે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ-2 સીટથી ચૂંટણી લડ્યા.કોંગ્રેસ તે સમયે જાતિ કાર્ડ સાથે લડી રહી હતી. વળી પાર્ટીની અંદર પણ આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો કારણ કે રાજકોટથી સંબંધ રાખતા કેશુભાઇ પટેલને સીએમ પદેથી દૂર કરતા અનેક લોકો તેમનાથી નાખુશ હતા. જો કે આ તમામ વાતોને બાદ કરીને નરેન્દ્ર મોદીએ અહીંથી જીત મેળવી. જો કે માર્ઝિન બહુ મોટો નહતો. હજી જ્યાં આ જીતની ખુશી ઉજવાઇ રહી હતી ત્યાં જ ત્રણ દિવસ પછી 27 ફેબ્રુઆરી 2002માં રાજ્યમાં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-6 ડબ્બામાં આગ લાગ્યાની ખબર આવી. જેમાં અયોધ્યાથી પાછા આવતા 59 કારસેવકોના ડબ્બાને મુસ્લિમાનોની એક આક્રમક ભીડે આગ ચાંપી. જેમાં પાછળથી કેસ થતા આ મુસ્લિમ કટ્ટરપંથી સંગઠનો અને કેટલાક લોકોના વિઘિવત કાવતરાનું પરિણામ માનવામાં આવ્યું. અને બીજા જ દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કોમી તોફાન થવા લાગ્યા. જેમાં જાન-માલનું મોટું નુક્શાન કેટલાય દિવસ સુધી થયું.

તોફાનો પછી મોદી પર રાજીનામું આપવાનો દબાવ વધ્યો. વિપક્ષી દળે અનેક પ્રહારો કર્યા. મોદી પર તોફાનો રોકવામાં સફળ ન રહેવાના આરોપ પણ લાગ્યા. જ્યારે મોદીએ તે જ દિવસે તોફાનોને રોકવા માટે ઔપચારિક રીતે સેનાની માંગણી કરી હતી અને પડોશી રાજ્યોથી રિઝર્વ પોલીસ માંગી હતી જે માંગને તે સમયની મધ્યપ્રદેશની દિગ્વિજય સિંહની સરકારે ફગાવી હતી. જે પછી એક દાયકા સુધી સતત કાનૂની દાવ-પેચ આ મામલે ચાલતો રહ્યો. 2004માં કોંગ્રેસ કેન્દ્રમાં આવી અને યુપીએ સરકારે બીજા 10 વર્ષો સુધી મોદીને આ તોફાનોમાં ફસાવવા પ્રયાસ કરતી રહી. પણ મોદીને સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી એસઆઇટીએ ક્લીન ચીટ આપી. જેને સંબંધિત કોર્ટે પણ યોગ્ય માન્યું અને આ રીતે સત્યમેવ જયતેની વાત કહીને મોદીએ આ પ્રકરણ પર તાળું લગાવવાની આશા સાથે પોતાનો પ્રખ્યાત બ્લૉગ પોસ્ટ લખ્યો.

જો કે આ વિવાદોની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે પોણા તેર વર્ષના તેમના કાર્યકાળમાં ગુજરાત મોડેલને વિકસિત કર્યું. જેનાથી સમગ્ર દેશમાં તેમની સકારાત્મક છબી બની. તે નેતાની છબી જે કોઇ આરામ કર્યા વગર સુશાસન અને વિકાસની પ્રક્રિયાને આગળ વધારતા ભષ્ટ્રાચાર, સ્યુડો-સેક્યુલરિઝમ અને તુષ્ટિકરણ રાજકારણની વિરુદ્ધ આક્રમક રીતે લડાઇ લડ્યા. અને આજ કારણ રહ્યું કે 2009ના લોકસભાની ચૂંટણી પછીથી લોકો તેમને ભવિષ્યના વડાપ્રધાન તરીકે જોવા લાગ્યા અને 2013 આવતા આવતા ભાજપે જ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. 20014 મે મહિનામાં જ્યારે ઔપચારિક રીતે પહેલીવાર તેમણે સરકારની જવાબદારી સંભાળી ત્યારે ભાજપ પણ પહેલીવાર કોઇ સહયોગી પાર્ટીની મદદ વગર પોતાની સરકાર બનાવવામાં સફળતા મેળવી. અને આ ઐતિહાસિક સફળતા માટે જો કોઇ વ્યક્તિ જવાબદાર હતું તો છે મોદી પોતે! પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા અને સૌથી મોટા કૈંપેનર, તે પછી 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદીએ પહેલાથી વધુ મતો સાથે જીતી સતત ગત સવા 6 વર્ષોથી દેશના વડાપ્રધાન બનીને દેશ તો ઠીક દુનિયાના સર્વશ્રેષ્ઠ નેતામાં પોતાની જગ્યા બનાવી. અને આ રીતે તેમણે પોતાની કૂટનીતિ સાબિત કરી.

કોઇએ ભાગ્યેજ વિચાર્યું હશે કે જે વ્યક્તિ ઓક્ટોબર 2001 મહિનામાં ખાલી 50 ઓવરની વન ડે મેચ રમવા મેદાનમાં ઉતર્યો હતો તે પોણા ઓગણીસ વર્ષ પછી પણ પોતાની ઇનિંગને સતત વધારી રહ્યો છે, તે પણ કોઇ પણ બ્રેક વગર. ફરક ખાલી એટલો છે કે સમય સાથે રમવાની જમીન બદલાઇ ગઇ. પહેલા ગુજરાત પૉલિટિકલ ગ્રાઉન્ડ હતું હવે દેશ છે. મોદી આ મેરોથોન ઇનિંગ દરમિયાન આટલી છૂટ તો લઇ જ શકે!, કેમ કે એક સમયે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તે અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મોદીની આ જંબો ઇનિંગથી લોકોને મુશ્કેલી નથી પણ ખુશી છે. આજ કારણ છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની જીત અપાવ્યા પછી મોદીએ પૂરા દેશના લોકોમાં મનમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવીને બે વાર પોતાના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી ચૂક્યા છે. આ મેરાથન ઇનિંગ ક્યારે પૂરી થશે તે કોઇને ખબર નથી, ન તો વિપક્ષી દળોને ના જ રાજનૈતિક પંડિતોને, જે હંમેશા મોદીના સમય પૂરો થવાની ભવિષ્યવાણી કરતા આવી રહ્યા છે. મોદી દર વખતે પહેલાથી પણ મોટા જનસમર્થન સાથે પોતાની ઇનિંગને આગળ વધારી રહ્યા છે. ચૂંટણીના રૂપમાં નિયમિત ડ્રિંક્સ ઇન્ટરવલની સાથે (ડિસ્ક્લેમર: આ લેખકના વ્યક્તિગત વિચાર છે)

લેખક, બ્રજેશ કુમાર સિંહ, નેટવર્ક 18 સમૂહમાં મેનેજિંગ એડિટર તરીકે કાર્યરત છે. ભારતીય જનસંચાર સંસ્થાન, નવી દિલ્હીથી 1995-96માં પત્રકાર તરીકે ટ્રેનિંગ અને પછી માસ કમ્યુનિકેશનમાં પીએચડી. અમર ઉજાલા સમૂહ, આજતક, સ્ટાર ન્યૂઝ, એબીપી ન્યૂઝ અને ઝી ન્યૂઝમાં કામ કર્યા પછી એપ્રિલ 2019થી નેટવર્ક 19ની સાથે છે. ઇતિહાસ અને રાજનીતિમાં તેમની ખાસ રુચિ છે સાથે જ પત્રકાર, સમકાલીન વિષયો પર નિયમિત લેખન જોડે બે દાયકા સુધી દેશ-વિદેશમાં રિપોર્ટિંગનો અનુભવ તેમની પાસે છે.
Published by: Chaitali Shukla
First published: August 14, 2020, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading