PM Modi Birthday Special: સુદર્શન પટનાયકે કંઈક આવી રીતે આપી પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા

સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીના દરિયાકાંઠે રેતથી પીએમ મોદીની તસવીર બનાવી છે.

Happy Birthday Narendra Modi: PM મોદીનો આજે 71મો જન્મદિવસ, રાષ્ટ્રપતિ અને અમિત શાહે આપી શુભેચ્છા, રાહુલ ગાંધીએ લખ્યું- Happy Birthday Modi Ji

  • Share this:
    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ (Happy Birthday PM Narendra Modi) પર શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind), ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) કેન્દ્રીય મંત્રીઓ, બીજેપી નેતાઓ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત અનેક લોકોઅ શુભકામનાઓ પાઠવી છે. તેમના જન્મદિવસ પર દેશના અલગ-અલગ હિસ્સાઓમાં લોકો પોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન કલાકાર સુદર્શન પટનાયકે (Sudarsan Pattnaik) પણ ખૂબ જ ખાસ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી છે.

    સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીના દરિયાકાંઠે રેતથી પીએમ મોદીની તસવીર બનાવી છે. તેમાં તેમણે 2035 છીપલાઓનો ઉપયોગ કર્યો છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેની તસવીર શૅર કરી છે. તેની સાથે જ તેઓએ શુભેચ્છા સંદેશ પણ લખ્યો છે.

    સુદર્શન પટનાયકે લખ્યું કે , માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપને જન્મદિવસની શુભકામનાઓ. ભારત માતાની સેવા માટે મહાપ્રભુ જગન્નાથ આપને લાંબું અને સ્વસ્થ જીવન પ્રદાન કરે. સુદર્શન પટનાયક દ્વારા રેત પર બનાવવામાં આવેલી કલાકૃતિ ખૂબ આકર્ષક છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.



    આ પણ વાંચો, PM Modi Birthday: PM મોદીનો આજે 71મો જન્મદિવસ- જાણો તેમના શાસનમાં કેવી રીતે બદલાઈ ભારતની તસવીર

    બીજી તરફ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંદેશમાં લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. મારી શુભેચ્છા છે કે આપ સ્વસ્થ અને દીર્ધાયુ પ્રાપ્ત કરો. અહર્નિશં સેવામહેની પોતાની સર્વવિદિત ભાવના સાથે રાષ્ટ્ર સેવાનું કાર્ય કરતા રહો.







    આ પણ વાંચો, ગુજરાતમાં PM મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, અમદાવાદને મળશે 'નમો વન'

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડાપ્રધાનને શુભકામનાઓ આપતાં કહ્યું કે, નરેન્દ્ર મોદીએ દેશને સમયથી આગળ વિચારવા અને પરિશ્રમની પરાકાષ્ઠાથી સંકલ્પને સિદ્ધ કરવાનો વિચાર આપ્યો, તદઉપરાંત તેને ચરિતાર્થ કરીને પણ બતાવ્યું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે ટ્વીટ કર્યું. રાહુલે ટ્વીટમાં લખ્યું કે, હેપ્પી બર્થડે. મોદીજી.
    Published by:Mrunal Bhojak
    First published: