Home /News /national-international /

ભારત-બાંગ્લાદેશ વચ્ચેનો 41 વર્ષ જુનો વિવાદ છેવટે ઉકેલાયો

ભારત-બાંગ્લાદેશ વચ્ચેનો 41 વર્ષ જુનો વિવાદ છેવટે ઉકેલાયો

ભારત બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા 41 વર્ષથી ચાલતો જમીન વિવાદ છેવટે શનિવારે ઉકેલાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે આજે બાંગ્લાદેશ આવતાં આ મામલે છેવટે સમજુતી કરાર થતાં મામલો ઉકેલાયો છે.

ભારત બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા 41 વર્ષથી ચાલતો જમીન વિવાદ છેવટે શનિવારે ઉકેલાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે આજે બાંગ્લાદેશ આવતાં આ મામલે છેવટે સમજુતી કરાર થતાં મામલો ઉકેલાયો છે.

  • News18
  • Last Updated :
ઢાકા # ભારત બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા 41 વર્ષથી ચાલતો જમીન વિવાદ છેવટે શનિવારે ઉકેલાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે આજે બાંગ્લાદેશ આવતાં આ મામલે છેવટે સમજુતી કરાર થતાં મામલો ઉકેલાયો છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદની જમીનને લઇને ચાલતો છેલ્લા 41 વર્ષનો વિવાદ આજે શનિવારે સમાપ્ત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી બે દિવસના પ્રવાસે અહીં આવ્યા છે. દિવસના વિવિધ કાર્યક્રમોના અંતે બંને દેશોના વડાપ્રધાનોએ સંયુક્ત નિવેદન આપતાં આ વિવાદ ઉકેલાયો હોવાનું જણાવ્યું હતું.

ચાર દાયકા જુના વિવાદને ઉકેલતાં ભારતે બાંગ્લાદેશને 17 હજાર એકર જમીન આપી છે તો સામે પક્ષે બાંગ્લાદેશને 7 હજાર એકર જમીન આપી છે. આ સમજુતી કરારને પગલે 162 ગામોના લોકોને પોતાની ઓળખ મળી હોવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી.

સમજુતી કરારથી બંને દેશોને ફાયદો થશે એવી આશા વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બંને પડોશી દેશ એકબીજાની સાથે છે. વિકાસમાં સહભાગીદારી જરૂરી છે. શરૂ થયેલી નવી બસસેવાથી બંને દેશોના સંબંધો વધુ ગાઢ બનશે એવી તેમણે આશા વ્યક્ત કરી હતી. તો સામે પક્ષે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પણ આ મુલાકાતને મહત્વની ગણાવી વડાપ્રધાનની મુલાકાતને લઇને ખુશી વ્યક્ત કરી હતી.

19 સમજુતી કરાર થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય યાત્રા દરમિયાન પ્રથમ દિવસે શનિવારે જમીન, પરિવહન, વીજળી સહિતના ક્ષેત્રે વિવિધ 19 જેટલા સમજુતી કરારા થયા હતા.
First published:

Tags: નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશ, ભારત, ભારત સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन