દેશ પર ખરાબ નજર રાખનારા સામે દીવાલ બનીને ઊભો છે આપનો આ ચોકીદાર: PM મોદી

News18 Gujarati
Updated: March 3, 2019, 3:50 PM IST
દેશ પર ખરાબ નજર રાખનારા સામે દીવાલ બનીને ઊભો છે આપનો આ ચોકીદાર: PM મોદી
પટનાની રેલીમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો હતો.

પટનાના ગાંધી મેદાનમાં NDAની સંકલ્પ રેલીમાં બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમાર અને વડા પ્રધાન મોદી 9 વર્ષ બાદ એક સાથે ચૂંટણીના મંચ પર સાથે આવ્યા હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: રવિવારે પટનાના ગાંધી મેદાનમાં વડા પ્રધાન મોદી અને નીતિશ કુમાર 9 વર્ષ બાદ એક મંચ પર સાથે આવ્યા હતા. તેમણે પટનાના ગાંધી મેદાનમાં વિજય સંકલ્પ રેલીને સંબોધી હતી. આ રેલીના પ્રારંભે નીતિશ કુમારે કહ્યું હતું કે NDA બિહારની તમામ 40 બેઠકો પર ચૂંટણી જીતશે. આ મંચ પર જ ઉપસ્થિત લોક જનશક્તિ પાર્ટી (LJP)ના સુપ્રીમો રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે મોદીની છાતી 156 ઇંચની છે. વડા પ્રધાન મોદીએ આ રેલીમાં કહ્યું હતું કે બિહારમાં ચારાના નામે શું થયું હતું તે બિહારના લોકો જાણે છે.

તેમણે કહ્યું, “ હું કોંગ્રેસ અને તેમના સહયોગીઓને પૂછવા માંગું છું કે શું તમે સેનાનું મનોબળ તોડવા માંગો છો? વિપક્ષના નિવેદનોથી પાકિસ્તાનમાં લોકોના મનોબળ મજબૂત થઈ રહ્યાં છે. જ્યારે અમે આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડી રહ્યાં હતા ત્યારે 21 પાર્ટીઓ એકઠી થઈ અને નિંદા પ્રસ્તાવ પારિત કરી રહી હતી. કેટલાક દળો આપણા જવાનોના પરાક્રમ પર સવાલ ઊભો કરી રહ્યાં છે. જે લોકો સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યાં હતા, તે હવે એર સ્ટ્રાઇકના પુરાવ માંગી રહ્યાં છે. ”

વડાપ્રધાન મોદીએ આ રેલીમાં કહ્યું, ' સમગ્ર દેશ શહીદોના પરિવાર સાથે ઊભો છે. હું બિહાર સહિત શહીદ થયેલા દેશના તમામ રાજ્યોના શહીદોને નમન કરું છું. આજે બિહારમાં દરેક ઘરમાં વિજળી પહોંચાડવાનું લક્ષ્ય પુરૂ થયું છે. બિહારમાં નીતિશ-સુશીલની જોડીએ અદભૂત કાર્ય કર્યું છે. નીતિશ કુમારે બિહારને એ સમયમાંથી બહાર કાઢીને નવી દિશા આપી છે.”

વડા પ્રધાન મોદીએ જણાવ્યું, “ ગરીબ શોષિત વંચિતોના કલ્યાણ માટે જેટલા નિર્ણાયક કામો કર્યા છે, અને જે નિર્ણયો કરવા જરૂરી છે, તે ડંકાની ચોટે લેવામાં આવ્યા છે. અમે લૂંટ-ફાટ અને દલાલોની પરંપરા બંધ કરી અમે હિમ્મત દેખાડી છે. ગરીબોના પરસેવાથી પોતાની દૂકાન ચલાવનારા લોકો આજે ચોકીદારથી ડરી રહ્યાં છે. તમારો ચોકીદાર ચોક્કસપણે જાગૃત છે. દેશ પર ખરાબ નજર રાખનારા લોકો માટે ચોકીદાર અને એનડીએ દિવાલની જેમ ઊભી છે.”

મજૂબત સરકાર
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે એનડીએ જે કામ કર્યુ તે એટલા માટે શક્ય બન્યું હતું કે કારણ કે તમે લોકોએ વર્ષ 2014માં બટન દબાવીને મજબૂત સરકાર બનાવી હતી. હવે સમય આવી ગયો છે કે આપણે સશક્ત અને ભારતના નિર્માણનો પાયો નાંખીએમહામિલાવટની સરકાર
જો દેશમાં મહામિલાવટની સરકાર હોત તો આ પ્રકારના આકરા નિર્ણયો ન લઈ શકાયા હોત. આ લોકોની પ્રવૃતિ દેશનો નહીં પોતાનો વિકાસ કરવાની હતી.

રેલીમાં નીતિશ કુમારે કહ્યું, ' હું વડા પ્રધાન મોદીને અનુરોધ કરવા માંગુ છું કે સમાજમાં પ્રેમ અને સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખજો. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય આપણે તેમની ઇજ્જત કરવી જોઈએ. આજકાલના નેતાઓને સેવા નહીં મેવામાં રસ છે. બિહારના લોકો વડાપ્રધાનને આશ્વાસન અપાવે છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં આપણે 40માંથી 40 બેઠકો જીતીશું.
First published: March 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading