આ ખૂબીઓના કારણે ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા જેપી નડ્ડા

નરેન્દ્ર મોદી-અમિત શાહના માનીતા છે નડ્ડા, રાષ્ટ્રીય ટીમમાં લાવવાની ક્રેડિટ ગડકરીને

News18 Gujarati
Updated: June 18, 2019, 9:30 AM IST
આ ખૂબીઓના કારણે ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા જેપી નડ્ડા
અમિત શાહ સાથે જેપી નડ્ડા (Twitter)
News18 Gujarati
Updated: June 18, 2019, 9:30 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : ભાજપના સીનિયર નેતા જેપી નડ્ડાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપના હાલના અધ્યક્ષ અમિત શાહ ગૃહ મંત્રી બન્યા બાદ આ વાતને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી કે કોને અધ્યક્ષની જવાબદારી મળવી જોઈએ. અગાઉની મોદી સરકારમાં નડ્ડાને મંત્રી પદ મળ્યું હતું, પરંતુ આ વખતે 57 નેતાઓવાળા મંત્રી પરિષદની યાદીમાં તેમનું નામ નહોતું. એવામાં ચર્ચા ચાલી રહી હતી કે ભાજપ નડ્ડાને લઈને કંઈક મોટો પ્લાન કરી રહી છે.

નડ્ડાને કેમ બનાવવામાં આવ્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ?

હિમાચલ પ્રદેશના લો-પ્રોફાઇલ નેતા માનવામાં આવતા જેપી નડ્ડાને વર્ષ 2014ની લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રની મોદી સરકારમાં પહેલીવાર મોટું પદ મળ્યું. 58 વર્ષીય નડ્ડા પીએમ મોદી અને અમિત શાહ, બંનેના ઘણી નજીક છે. નડ્ડા વિશે એવું કહેવામાં આવે છે કે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું સમર્થન પણ મળેલું છે.

રાષ્ટ્રીય ટીમમાં લાવવાની ક્રેડિટ ગડકરીને

ભાજપની રાષ્ટ્રીય ટીમમાં નડ્ડાને લાવવાનો શ્રેય નિતિન ગડકરીને જાય છે. 2010માં અધ્યક્ષ તરીકે ગડકરીએ નડ્ડાને રાષ્ટ્રીય ટીમમાં મહત્વપૂર્ણ જવાબદારી આપી હતી. તેમને ભાજપ સંસદીય બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા, જે પાર્ટીમાં નિર્ણય લેનારું સૌથી મોટું સંગઠન છે. 2019ની ચૂંટણી માટે નડ્ડાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. તેમના પ્રભારી રહેતા ભાજપે રાજ્યમાં 62 સીટો જીતી અને પ્રચંડ બહુમત મેળવ્યું.

ગજબની નેતૃત્વ ક્ષમતા
Loading...

'આરએસએસ મેન' કહેવાતા જેપી નડ્ડા સંગઠનને ઉત્તમ રીતે ચલાવવાનું જાણે છે. તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવા પાછળ એ પણ એક કારણ છે. 2014માં નડ્ડા તત્કાલીન પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને રિપ્લેસ કરવાના હતા, રાજનાથ સિંહની પણ આવી ઈચ્છા હતી. પરંતુ બાદમાં ભાજપ સંસદીય બોર્ડે નડ્ડાના સ્થાને અમિત શાહને પાર્ટીનું સુકાન સોંપી દીધું. જોકે, નડ્ડાએ તેનાથી કોઈ નુકસાન ન થયું. 2014ની મોદી કેબિનેટમાં તેમને સ્થાન મળ્યું.

આ પણ વાંચો, જે પી નડ્ડા બીજેપીના કાર્યકારી અધ્યક્ષ, પાર્ટી ચીફ અમિત શાહ જ રહેશે

જેડી નડ્ડાને ઘણા હદે અમિત શાહની જેમ જ ચૂંટણી પ્રબંધનની રણનીતિમાં માહેર માનવામાં આવે છે. અમિત શાહે 2019માં પાર્ટી માટે દરેક સીટ પર 50 ટકા વોટ મેળવવાનો લક્ષ્ય રાખ્યો હતો. નડ્ડાએ યૂપીમાં પાર્ટીને 49.6 ટક વોટ અપાવવાનો કારનામો કરી દેખાડ્યો.

નડ્ડાની સામે આ છે પડકાર

કાર્યકારી અધ્યક્ષ બનવાની સાથે જ જેપી નડ્ડાની સામે અનેક પડકારો છે. આગામી ત્રણ મહિના બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ ઉપરાંત, વર્ષના અંત સુધી જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી છે. ભાજપ આ રાજ્યોમાં પોતાના અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષના નેતૃત્વમાં ચૂંટણી રણમાં ઉતરશે. તેની સાથે જ 7 મહિના બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી છે, જેમાં જીત મેળવીને નડ્ડા પોતાને સાબિત કરવાનો પ્રયાસ કરશે.

કોણ છે નડ્ડા?

હિમાચલ પ્રદેશના એક બ્રાહ્મણ પરિવારથી આવનારા જેપી નડ્ડા પાર્ટીના મોટા નેતાઓ પૈકીના એક છે. નડ્ડા ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વસનીય ચહેરો માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા 58 વર્ષીય નડ્ડા પોતાની લો-પ્રોફાઇલ રાખવાના કારણે કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે પાર્ટી અને સરકારની વચ્ચે સંયોજન રાખીને કામ કરશે અને અમિત શાહના એજન્ડાને આગળ લઈને જશે.
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...