ન્યૂઝ 18 ગુજરાતી: વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષના કાર્યકરોને વડા પ્રધાન મોદીએ એક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યા હતા. વડા પ્રધાન મોદીએ મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત 1 લાખ કાર્યકર્તાઓને સંબોધીત કરી અને દેશના સૌહાર્દ માટે દિવસ રાત એક કરવા અપીલ કરી હતી. ભાજપ દ્વારા આ વિશ્વની સૌથી મોટી વીડિયો કોન્ફરન્સ હોવાનો દાવો કરાયો હતો.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે આપણે બધા ભારતના નાગરિકો દેશના સૌહાર્દ માટે દિવસ રાત એક કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે દેશ ઉર્જાથી ભરપુર છે. સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. દુશ્મનો દેશને અસ્થિર કરવાનું કાવતરૂકરી રહ્યાં છે. આપણે સૌ તેની સામે દિવાલ બની ઊભું રહેવાનું છે. સેનાના સામર્થ્ય પર અમને વિશ્વાસ છે. આ દેશની પ્રગતિની રોકી નહીં શકાય. દેશના યુવાનો આજે જોશમાં છે. આજે આખો દેશ જવાનોની સાથે છે. અશક્ય હવે શક્ય છે.
ઉલ્લેખનીય છે કે આજે સાંજે વડા પ્રધાન CCSની મળનારી બેઠકમાં ભાગ લેવાના છે. આ બેઠકમાં વડા પ્રધાન મોદીએ દેશની ત્રણે સેનાના વડાઓ સાથે બેઠક કરી અને દેશની સુરક્ષાની સ્થિતિનો ચિતાર મેળવશે. બુધવારે પાકિસ્તાની એરફોર્સે ભારતીય સીમામાં ઘુસણખોરી કર્યા બાદ તેનો પીછો કરતા એરફોર્સના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન ક્રેશ થયું હતું ત્યારબાદ સમગ્ર દેશમાં અભિનંદનને પરત લાવવા માટે અપીલ થઈ રહી છે. આ સ્થિતિમાં આજે વડા પ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમના બુથ મજબૂત કરવા માટેની અપીલ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર