PM Modi Birthday : PM મોદીના 70માં જન્મદિને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને આપ્યો ખાસ સંદેશો, વાંચીને ગર્વ થશે

News18 Gujarati
Updated: September 17, 2020, 8:03 AM IST
PM Modi Birthday : PM મોદીના 70માં જન્મદિને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને આપ્યો ખાસ સંદેશો, વાંચીને ગર્વ થશે
રશિયન પ્રેસિડેન્ટ પુતિન અને વડાપ્રધાન મોદીની મુલાકાતની ફાઇલ તસવીર

વડાપ્રધાન મોદીને વિશ્વની પ્રથમ કોરોના વાયરસની રશી બનાવનાર રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનનો ખાસ બર્થ ડે સંદેશ

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીનો  (Prime Minister Narendra Modi's birthday) આજે 70મો જન્મદિવસ છે. વડાપ્રધાન મોદી જ્યારથી દિલ્હીની ગાદી પર આરૂઢ થયા ત્યારથી રશિયાના (Russia) રાષ્ટ્રપતિ પુતિન ( Vladimir Putin ) સાથેની તેમની મિત્રતાના સમગ્ર વિશ્વમાં ચર્ચા છે. રશિયા ભારતનું મિત્ર છે પરંતુ પીએમ-મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને આ મિત્રતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. એટલા માટે જ ભારતને પોતાના ખાસ વ્યૂહાત્મક (Strategic partner)  ભાગીદાર ગણતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતિને વડાપ્રધાન મોદીના જન્મદિને ખાસ સંદેશો આપ્યો છે. તેમણે મોકલેલો પત્ર (CONGRATULATORY MESSAGE OF THE PRESIDENT OF THE RUSSIAN FEDERATION)  અહીં અક્ષરશ: પ્રસ્તુત છે. PMમોદી-પુતિનની મિત્રતાનો પર્યાય સમાન આ પત્ર વાંચવા જેવો છે.

રશિયન ફેડરેશનના રાષ્ટ્રપ્રમુખનો શુભેચ્છા સંદેશ

ગણમાન્ય શ્રીમાન.વડાપ્રધાન,

કૃપા કરીને તમારા 70મા જન્મદિને મારા હૃદયપૂર્ણ અભિનંદનને સ્વીકાર કરશો.

સરકારના વડા તરીકે તમારી પ્રવૃતિના લીધે તમને હમવતનીઓમાં અને આંતરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ પ્રતિષ્ઠા અપાવી છે. તમારી આગેવાની હેઠળ ભારત સામાજિક-આર્થિક, વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસના પથમાં સફળતાપૂર્વક ગતિશીલ પ્રગતિ કરી રહ્યું છે.

આપણા દેશો વચ્ચેની ખાસ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટેનું તમારૂં યોગદાન ખરેખર સરાહનીય  છે.આપણી વચ્ચે બંધાયેલા મૈત્રીપૂર્ણ સંબંધોની હું ખુબ કદર કરું છું. ભવિષ્યમાં પણ તમારી સાથે રચનાત્મક સંવાદના માધ્યમથી દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય એજન્ડાના વિષયોનાં મુદ્દાઓ પર એક સાથે કામ કરવાની અપેક્ષા રાખું છું.

આ તકે અંત:કરણથી હું તમને સારું સ્વાસ્થ્ય, ખુશી, સુખાકારી, અને તમામ મોરચે સફળતાના શુભાશિષ પાઠવું છું.

આદરપૂર્ક આપનો.

વી.પુતિન,
રાષ્ટ્રપતિ રશિયયન ફેડરેશન

આ પણ વાંચો, Modi@70: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ, ગૃહ મંત્રી અમિત શાહે પાઠવી PMને શુભેચ્છાઓ

પી.એમ.મોદીનો જન્મદિવસ સેવાદિન તરીકે ઉજવાશે

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ વર્ષે PM મોદી 70 વર્ષના થઈ જશે જેથી બીજેપી (BJP) આ પ્રસંગને યાદગાર બનાવવા માંગે છે. આ વખતે પણ તેમના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવશે. કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંક્રમણને કારણે તેમના જન્મદિવસને સાદગીથી ઉજવવાની તૈયારી ચાલી રહી છે.

આ પણ વાંચો :  ભારતમાં આવશે કોરોનાની વેક્સીન, રશિયાની કંપની સાથે થયો ભારતની Dr Reddy'sનો કરાર

70 વર્ષ 70 કાર્યક્રમ

થોડા દિવસો પહેલા પીએમ મોદીના જન્મદિવસને ઉજવવાને લઈ બીજેપી અધ્યક્ષ જે. પી. નડ્ડા અને મહાસચિવોની વચ્ચે એક બેઠક મળી હતી. આ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે 70મા જન્મદિવસે 70 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ બૂથ અને મંડળ સ્તરે આયોજિત કરવામાં આવશે.
Published by: Jay Mishra
First published: September 16, 2020, 11:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading