Home /News /national-international /

PM Narendra Modi in Varanasi: વારાણસીમાં PM નરેન્દ્ર મોદીએ BJP મુખ્યમંત્રીઓ સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે કરી બેઠક

PM Narendra Modi in Varanasi: વારાણસીમાં PM નરેન્દ્ર મોદીએ BJP મુખ્યમંત્રીઓ સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે કરી બેઠક

PM Narendra Modi 2nd Day in Varanasi: વડાપ્રધાને આજે સવારે 9 વાગ્યે અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે (Conclave with BJP CMs) બેઠક કરી છે. તેને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાની મહત્વની બેઠક માનવામાં આવી રહી છે.

PM Narendra Modi 2nd Day in Varanasi: વડાપ્રધાને આજે સવારે 9 વાગ્યે અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે (Conclave with BJP CMs) બેઠક કરી છે. તેને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાની મહત્વની બેઠક માનવામાં આવી રહી છે.

  નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સાત ઉપમુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર છે. પીએમ મોદીના વારાણસી પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે પ્રથમ દિવસે એટલે કે ગઈ કાલે શ્રીકાશી વિશ્વનાથ ધામના ભવ્ય નવા સ્વરૂપનું લોકાર્પણ કર્યું. વડા પ્રધાન બેઠક ઉપરાંત, ચૌબેપુરના ઉમરહા ખાતે મહર્ષિ સદાફલ દેવની અનુભૂતિઓને સાચવેલા સ્વર્વેદના દોહો પર આધારિત મહામંદિરમાં વિહંગમ યોગ સંસ્થાના વાર્ષિકોત્સવમાં પણ હાજરી આપશે.

  વડાપ્રધાન વારાણસીના રેલ એન્જિન કારખાના ગેસ્ટ હાઉસ ઓડિટોરિયમમાં આ બેઠક કરી રહ્યા છે. આ દરમ્યાન તમામ મુખ્યમંત્રીઓ તેમના પ્રાંતમાં થયેલા વિકાસ કાર્યો વિશે જણાવશે. જાણકારી મુજબ, આ બેઠક ગત વર્ષે યોજાવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તે થઈ શકી ન હતી.

  પીએમ મોદીને મળ્યા બાદ અયોધ્યા જશે મુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રી

  ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રી અને ત્રણ રાજ્યોના ડેપ્યુટી સીએમ બુધવારે અયોધ્યાની મુલાકાતે જવાના છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ અયોધ્યા જશે અને ભગવાન રામના દર્શન કરશે. તેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, આસામ, મણિપુર, ત્રિપુરા, ગુજરાત, હરિયાણા, ગોવા, બિહાર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના લોકોનો સમાવેશ થાય છે.

  તમામ સીએમ અને ડેપ્યુટી સીએમ અયોધ્યામાં રોકાશે અને વિવિધ મંદિરોની મુલાકાત લેશે. વીઆઈપી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ સત્યેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે અત્યાર સુધીમાં 12 મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રીના આગમનનો પ્રોટોકોલ મળ્યો છે. મુખ્યમંત્રી રામ મંદિર નિર્માણ સ્થળની મુલાકાત લેશે અને રામ લલ્લાની પૂજા પણ કરશે. અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ઋષિકેશ ઉપાધ્યાય મહાનુભાવોની યજમાની કરશે.

  સાંજે દિલ્હી રવાના

  સાંજે વડાપ્રધાન લગભગ 5 વાગ્યે વારાણસી એરપોર્ટ (Varanasi Airport)થી નવી દિલ્હી માટે રવાના થશે. આ પહેલા સોમવારે કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટ દેશવાસીઓને સમર્પિત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું- દેશવાસી ઈશ્વરનું સ્વરૂપ છે અને દરેક ભારતીય ઈશ્વરનો અંશ છે તેથી હું તમારી પાસેથી કંઈક માંગુ છું. હું મારા માટે નહીં પણ દેશ માટે તમારી પાસેથી 3 સંકલ્પો માગું છું છે. તે 3 સંકલ્પો છે સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ.

  પીએમ મોદીએ દેશવાસીઓને ત્રણ સંકલ્પો કરવા કહ્યું

  3 સંકલ્પો વિશે વિસ્તારથી જણાવતાં પીએમ મોદીએ પહેલા સંકલ્પ સ્વચ્છતાને જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો અને લોકોને તેને અપનાવવા કહ્યું, ખાસ કરીને નમામિ ગંગે પ્રોજેક્ટમાં ભાગેદારી નિભાવવાની અપીલ કરી. તો બીજા સંકલ્પ સર્જન અંગે પીએમ મોદીએ કહ્યું કે ગુલામીના લાંબા ગાળાએ ભારતીયોને એવી રીતે તોડી નાખ્યા છે કે તેઓ સર્જનમાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે.

  આ પણ વાંચો: Kashi Vishwanath Dham: PM મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોર બનાવનાર મજૂરો સાથે કર્યું ભોજન, જુઓ Photos

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- હજારો વર્ષ જૂની કાશીમાંથી આજે હું દરેક દેશવાસીને આહ્વાન કરું છું કે તેઓ સંપૂર્ણ આત્મવિશ્વાસથી સર્જન કરે, નવા વિચારો સાથે આગળ વધે.

  પીએમ મોદીએ કહ્યું કે ત્રીજો અને અંતિમ સંકલ્પ આજે આપણે જે લેવાનો છે તે આત્મનિર્ભર ભારત માટે આપણા પ્રયાસોને વધારવાનો છે. તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75માં વર્ષમાં છે અને આ આઝાદીનો અમૃતકાળ છે. જ્યારે ભારત આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે ભારત કેવું હશે તેના પર આપણે હવેથી કામ કરવાની જરૂર છે.

  આ પણ વાંચો: Srilanka: રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ કોઈ સૂચના વિના સંસદની કાર્યવાહી બંધ કરી નાખી! સિંગાપોર માટે નીકળી ગયા

  ટ્વિટર પર #KashiVishwanathDham હેશટેગ ટોપ ટ્રેન્ડમાં

  સોમવારે કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી વચ્ચે ટ્વિટર પર #KashiVishwanathDham ચર્ચામાં રહ્યું હતું. આ હેશટેગ 2 લાખ 16 હજારથી વધુ થયા છે. આ હેશટેગ આખી દુનિયામાં બીજા નંબરે ટ્રેન્ડ થયો. દેશમાં આખો દિવસ #KashiVishwanathDham ટેગ ટોપ ટ્રેન્ડ રહ્યો હતો. મળતી માહિતી મુજબ આ હેશટેગ લગભગ સાડા ત્રણ કરોડ લોકો સુધી પહોંચ્યું છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Kashi Vishwanath Corridor, Kashi Vishwanath temple, Kashi Vishwanath કાશી વિશ્વનાથ, Varanasi, પીઅેમ નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन