Home /News /national-international /નાર્કો ટેસ્ટ શું હોય છે અને આનાથી સત્ય કેવી રીતે બહાર આવે છે, તે પોલીગ્રાફ ટેસ્ટથી કેટલો અલગ છે, જાણો સંપૂર્ણ માહિતી

નાર્કો ટેસ્ટ શું હોય છે અને આનાથી સત્ય કેવી રીતે બહાર આવે છે, તે પોલીગ્રાફ ટેસ્ટથી કેટલો અલગ છે, જાણો સંપૂર્ણ માહિતી

નાર્કો ટેસ્ટ કેવી રીતે થાય છે

શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબનો નાર્કો ટેસ્ટ થશે. પરંતુ શું તમને ખબર છે નાર્કો ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે. અને તેમાં કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવતા પહેલા તેની મેડિકલ તપાસ કરવામાં આવે છે. તેના દ્વારા જોવામાં આવે છે કે તે આ ટેસ્ટ માટે શારીરિક રીતે તૈયાર છે કે નહીં. તે ખૂબ જ સંવેદનશીલ પરીક્ષણ માનવામાં આવે છે. આજના વીડિયોમાં અમે તમને જણાવીશુ કે નાર્કો ટેસ્ટ શું છે અને તે કેવી રીતે કરવામાં આવે છે તેમજ તે પોલીગ્રાફ ટેસ્ટથી કેટલો અલગ છે.

વધુ જુઓ ...
    શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબનો નાર્કો ટેસ્ટ થશે. પરંતુ શું તમને ખબર છે નાર્કો ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે. અને તેમાં કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવતા પહેલા તેની મેડિકલ તપાસ કરવામાં આવે છે. તેના દ્વારા જોવામાં આવે છે કે તે આ ટેસ્ટ માટે શારીરિક રીતે તૈયાર છે કે નહીં. તે ખૂબ જ સંવેદનશીલ પરીક્ષણ માનવામાં આવે છે. આજના વીડિયોમાં અમે તમને જણાવીશુ કે નાર્કો ટેસ્ટ શું છે અને તે કેવી રીતે કરવામાં આવે છે તેમજ તે પોલીગ્રાફ ટેસ્ટથી કેટલો અલગ છે.

    નાર્કો ટેસ્ટ પહેલા થઈ રહેલો પોલીગ્રાફ ટેસ્ટ શું છે?


    પોલીગ્રાફ ટેક્સ નાર્કો ટેસ્ટથી અલગ હોય છે. તેમાં આરોપીને બેહોશીનું ઈન્જેક્શન નથી આપવામાં આવતું. પરંતુ કાર્ડિયો કફ જેવું મશીન લગાવવામાં આવે છે. બ્લડ પ્રેશર, નાડી, શ્વાસ, પરસેવો, રક્ત પ્રવાહ આના દ્વારા માપવામાં આવે છે. આ પછી, આરોપીઓને પ્રશ્નો પૂછવામાં આવે છે. તે ગભરાઈ જાય છે જ્યારે તે જૂઠું બોલે છે, જે મશીન દ્વારા પકડાય છે.

    આ પ્રકારનું પરીક્ષણ સૌપ્રથમ 19મી સદીમાં ઈટાલિયન ક્રાઈમિનોલોજિસ્ટ સીઝર લોમ્બ્રોસો દ્વારા કરવામાં આવ્યું હતું. પછી 1914માં અમેરિકન સાયકોલોજિસ્ટ વિલિયમ માર્સ્ટ્રોન અને 1921માં કેલિફોર્નિયાના પોલીસ ઓફિસર જોન લાર્સને પણ આવા ઉપકરણો બનાવ્યા.

    નાર્કો ટેસ્ટ કેવી રીતે થાય છે?


    નાર્કો ટેસ્ટમાં અપરાધીને ટ્રુથ ડ્રગ આપવામાં આવે છે. જેનાથી તે સાચું બોલવા લાગે છે. ટ્રુથ ડ્રગને ઈન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે. ટ્રુથ ડ્રગના કારણે વ્યક્તિ થોડી મિનિટથી લઈને લાંબા સમય માટે અર્ધબેભાન હાલતમાં જતો રહે છે. આ સમયગાળો તેને કેટલો ડોઝ આપવામાં આવ્યો છે તેના પર નિર્ભર હોય છે. આવી અર્ધબેભાન હાલતમાં તે બધુ સાચુ બોલતો જાય છે.

    કોણ કરે છે નાર્કો ટેસ્ટ


    અત્રે જણાવવાનું કે એક એક્સપર્ટ ટીમ જ નાર્કો ટેસ્ટ કરી શકે છે. આ ટીમમાં ડોક્ટર, ફોરેન્સિક એક્સપર્ટ, તપાસ અધિકારી, મનોવૈજ્ઞાનિક અને પોલીસકર્મી સામેલ હોય છે. નાર્કો ટેસ્ટ માટે પહેલા તો એક એક્સપર્ટ ટીમ બનાવવામાં આવે છે.

    નાર્કો ટેસ્ટમાં જીવ જઈ શકે છે?


    નાર્કો ટેસ્ટમાં આપવામાં આવતી દવા પણ ઘણી ખતરનાક હોય છે. થોડી ભૂલ મૃત્યુ તરફ દોરી શકે છે અથવા આરોપી કોમામાં જઈ શકે છે.

    આ જ કારણ છે કે નાર્કો ટેસ્ટ પહેલા આરોપીની મેડિકલ તપાસ કરવામાં આવે છે, જેથી મોટી બીમારીઓ જાણી શકાય. જો આરોપીને માનસિક, અંગ સંબંધિત કે કેન્સર જેવી કોઈ મોટી બીમારી હોય તો તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવતો નથી.

    હોસ્પિટલમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે જો કંઇક ખોટું થાય તો ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર કરી શકાય છે. નાર્કો ટેસ્ટ માટેની દવાઓ વ્યક્તિના સ્વાસ્થ્ય, ઉંમર અને લિંગ અનુસાર આપવામાં આવે છે.

    કોર્ટમાં નાર્કો ટેસ્ટ પુરાવા તરીકે કેમ માન્ય નથી?


    નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, દવાનો ઉપયોગ કર્યા પછી, એવી કોઈ ગેરેંટી નથી કે આરોપી માત્ર સત્ય જ કહેશે.

    એનેસ્થેસિયાની સ્થિતિમાં, વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઇચ્છાનું નિવેદન આપતું નથી અને આ સમયે તે પોતાના હોશમાં પણ નથી હોતો. તેથી જ કોર્ટમાં નાર્કો ટેસ્ટના રિપોર્ટને કાયદાકીય રીતે પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા નથી.

    જો કે, સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું છે કે નાર્કો ટેસ્ટ રિપોર્ટની મદદથી પછીથી જે પણ માહિતી મળી આવશે તેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Criminal, Shraddha Murder Case

    विज्ञापन
    विज्ञापन