કોરોના સંક્રમણની સારવારમાં નવા ઈલાજની આશા, વૈજ્ઞાનિકોએ નેનોબોડી ઓળખી કાઢ્યા
કોરોના સંક્રમણની સારવારમાં નવા ઈલાજની આશા, વૈજ્ઞાનિકોએ નેનોબોડી ઓળખી કાઢ્યા
Image Credits: IANS
Study reveals nanobodies can prevent SARS-CoV-2 virus: નેનોબોડી એટલે એક પ્રકારના નાના ઈમ્યુન પ્રોટીન. જે એન્ટી બોડી સારવાર માટે વિકલ્પ આપશે તેવી આશા છે.
નવી દિલ્હી: કોરોના મહામારી (Corona pandemic) વચ્ચે સારવાર માટે વિશ્વભરમાં વૈજ્ઞાનિકો અભિયાન ચલાવી રહ્યા છે. આ દરમિયાન સાર્સ-કોવ-2 વાયરસને ક્લિનિકલ મોડલ્સમાં કોષોમાં પ્રવેશતા અટકાવતા નિષ્ક્રિય નેનો બોડીઝને ઓસ્ટ્રેલિયાના સંશોધનકારોએ ઓળખી કાઢ્યા છે. આ સંશોધનના કારણે કોવિડ-19ની નેનો બોડી આધારિત સારવારનો માર્ગ મોકળો થયો છે.
નેનોબોડી શું છે?
નેનોબોડી એટલે એક પ્રકારના નાના ઈમ્યુન પ્રોટીન. જે એન્ટી બોડી સારવાર માટે વિકલ્પ આપશે તેવી આશા છે. નેનોબોડીઝના મેપિંગના માધ્યમથી ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ડબ્લ્યુઇઆઈઆઈના એસોસિએટ પ્રોફેસર વાઇ-હોંગ થામના નેતૃત્વ હેઠળની સંશોધન ટીમે વાયરસના નેનોબોડીની ઓળખ કરી હતી. આ અભ્યાસમાં ફેલાઈ રહેલા વેરિયન્ટનો મુદ્દો પણ આવરી લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, નેનોબોડીએ પણ મૂળ સાર્સ-કોવ વાયરસને પણ ઓળખી કાઢ્યો હતો. જેનાથી મનુષ્યને અસરકર્તા બે કોરોનાવાયરસ સામે ક્રોસ-પ્રોટેક્શન મળી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ના કારણે મહામારીની સજ્જતા અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. અન્ય સાર્સ-કોવ- 2, સાર્સ કોવ અને મર્સ જેવા બીટા વાયરસને નેનોબોડી જોડી શકે છે.
આ સંશોધન PNASના જર્નલમાં પ્રકાશિત થયું હતું. અધ્યયન દરમિયાન સંશોધકોના સમૂહે દક્ષિણ અમેરિકન કમલીડ સસ્તન પ્રાણીઓની જાતિના અલ્પાકાસ નામના પ્રાણીનો અભ્યાસ કર્યો હતો. આ પ્રાણી સંક્રમણ સામે લડવા કુદરતી નેનો બોડી બનાવે છે. નોંધનીય છે કે, અલ્પાકાસને સાર્સ-કોવી-2 વાયરસનો બિન સંક્રમિત ભાગ ઇન્જેકટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સાર્સ કોવ 2 સામે લડવા માટે નેનો બોડીનું નિર્માણ થાય છે કે નહીં તે જોવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કૃત્રિમ સ્પાઇક પ્રોટીન ચેપી નથી જેથી તે અલ્પાકાસમાં બીમારી ઉભી કરતું નથી. પરંતુ તેનાથી અલ્પાકાસને એન્ટિબોડીઝ વિકસિત કરવામાં મદદ મળે છે. પછી અમે નેનોબોડીઝને એન્કોડિંગ જનીન સિક્વન્સ તપાસી શકીએ છીએ અને તેનો ઉપયોગ પ્રયોગશાળામાં લાખો પ્રકારના નેનોબોડીઝ બનાવવા માટે કરી શકીએ છીએ. ત્યારબાદ સ્પાઇક પ્રોટીનને શ્રેષ્ઠ રીતે બનાવવાનું પસંદ કરીશું."
વાયરસ એન્ટ્રીને અવરોધિત કરતા નેનોબોડીઝને પછી ‘નેનોબોડી કોકટેલ’માં સામાવવા આવી હતી. પરિણામે સંશોધનકારોએ સાર્સ-કો.વી.-2 ને કોષોમાં પ્રવેશતા અટકાવવાની અને પર્લિનિકલ મોડેલોમાં વાયરલનું ભારણ ઘટાડવાની તેની અસરકારકતા ચકાસી શક્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર