શું ચીન અને અમેરિકા વચ્ચે થશે યુદ્ધ? નેન્સી પેલોસીના તાઇવાન પ્રવાસથી ચીન રઘવાયું બન્યું
શું ચીન અને અમેરિકા વચ્ચે થશે યુદ્ધ? નેન્સી પેલોસીના તાઇવાન પ્રવાસથી ચીન રઘવાયું બન્યું
અમેરિકામાં નંબર 3 નો હોદ્દો ધરાવતા સ્પીકર નેન્સી પેલોસી રાત્રે 8 કલાકને 14 મિનટ પર તાઇવાન પહોંચ્યા હતા
Nancy Pelosi in Taiwan : તાઇવાનની (Taiwan)સેનાએ દાવો કર્યો છે કે ચીને મિલિટ્રી એક્શન શરુ કરી દીધી છે અને ચીનના 21 મિલિટ્રી એરફ્રાફ્ટ્સે તેમની ઘેરાબંધી કરી
નવી દિલ્હી : યૂએસ સ્પીકર નેન્સી પેલોસીએ (Nancy Pelosi)તાઇવાનનો પ્રવાસ (Nancy Pelosi in Taiwan)કરતા ચીન ભડક્યું છે અને અમેરિકા સાથે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તાઇવાનની (Taiwan)સેનાએ દાવો કર્યો છે કે ચીને મિલિટ્રી એક્શન શરુ કરી દીધી છે અને ચીનના 21 મિલિટ્રી એરફ્રાફ્ટ્સે તેમની ઘેરાબંધી કરી છે. આ મિલિટ્રી પ્લેન આઈલેન્ડના એર ડીફેન્સ આઈડેન્ટીફિકેશન ઝોનમાં પહોંચી ગયા છે.
નેન્સી પેલોસીના તાઇવાન જવા પર ચીને 50 મીટરની અંદર જ તાઇવાનની આસપાસ સૈન્ય ડ્રિલ અને મિલિટ્રી એક્શનની ધમકી આપી હતી. ચીને કહ્યું કે તાઇવાનના કેટલાક ભાગમાં ટારગેટેડ મિલિટ્રી એક્શન લઇ શકે છે.
અમેરિકામાં નંબર 3 નો હોદ્દો ધરાવતા સ્પીકર નેન્સી પેલોસી રાત્રે 8 કલાકને 14 મિનટ પર તાઇવાન પહોંચ્યા હતા. પેલોસી તાઇવાન પહોંચતા જ ચીને તાઇવાનની ચારેય તરફ સૈન્ય અભ્યાસની જાહેરાત કરી દીધી છે. આ ડ્રિલમાં J-20 stealth fighter jets નો પણ સમાવેશ કર્યો છે.
તાઇવાનની આસપાસ થનારી ચીનની મિલિટ્રી એક્સસાઇઝ ઘણી અલગ અને ચિંતા વધારનારી છે. તેમાં ચીનને ચારેય તરફથી ઘેરીને વિસ્તારમાં મિલિટ્રી ડ્રિલ કરશે. ચીની સેનાએ કહ્યું કે તે ગુરુવારથી રવિવાર સુધી તાઇવાનની આસપાસ છ ક્ષેત્રોમાં જરુરી મિલિટ્રી ડ્રિલ કરશે. તેમાં લાઇવ ફાયર ડ્રિલ પણ સામેલ હશે.
ચીન દાવો કરી રહ્યું છે કે તાઈવાન તેનો ભાગ છે. તે વિદેશી અધિકારીઓ દ્વારા તાઇવાનની મુલાકાતનો વિરોધ કરે છે કારણ કે તેને લાગે છે કે તે ટાપુના પ્રદેશને સાર્વભૌમ તરીકે માન્યતા આપવા સમાન છે. જો પેલોસી તાઈવાન જશે તો ચીને "ગંભીર પરિણામો" ભોગવવાની ધમકી આપી છે.
અમેરિકાએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની અપેક્ષિત મુલાકાતને લઈને ચીનના રેટરિકની નિંદા કરી છે. વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વ-સંચાલિત ટાપુ પર મુસાફરી કરવી કે નહીં તે અંગે પેલોસીનો અંતિમ નિર્ણય તેના પર નિર્ભર છે. તેમણે કહ્યું કે અમેરિકી ધારાશાસ્ત્રીઓ વર્ષોથી તાઈવાનની નિયમિત મુલાકાત લઈ રહ્યા છે. કિર્બીએ જણાવ્યું હતું કે વહીવટી અધિકારીઓ ચિંતિત છે કે બેઇજિંગ તાઇવાનમાં અથવા તેની આસપાસ લશ્કરી ચાલ, તાઇવાનની એરસ્પેસ પર ઉડ્ડયન અને સામુદ્રધુનીમાં મોટા પાયે નૌકા કવાયત હાથ ધરવા સહિતની કાર્યવાહીને ઉશ્કેરવા માટે આ સફરનો ઉપયોગ કરી શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર