મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી

મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી
પ્રતિકાત્મક તસવીર

પૂજા આખો દિવસ પોતાના મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરતી રહેતી હતી. આ અંગે રેખાએ જણાવ્યું કે તે પોતાના ભાઈને જણાવી દેશે કે તે આખો દિવસ કોની સાથે વાત કરે છે

  • Share this:
    જોધપુરઃ ભાભીએ પોતાના ફોન ઉપર (bhabhi talking on mobile) કોઈના કોઈ સાથે આખો દિવસ વાત કરતી રહેતી હતી ત્યારે નણંદે તેને ટોકવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી કંટાળીને ભાભીએ પોતાની જ નણંદની હત્યા (murder) કરી નાંખી હતી અને લાશને પથારીમાં લપેટીને બોક્સમાં રાખી દીધી હતી. જોકે, હત્યાનો ત્રણ દિવસ પછી ભેદ (distinction of murder) ઉકેલાયો હતો. આ સનસની ખેસ ઘટના રાજસ્થાનના (Rajasthan) જોધપુર (Jodhpur) જિલ્લાની છે.

    તપાસ અધિકારી કિશન લાલ બિશ્નોઈના અનુસાર, ઝંવર પોલીસ સ્ટેશનના બડેલિયા ગામમાં ભીલોની ઢાણીમાં રેખા પોતાની પુત્રી સાથે રહેતી હતી. તે છેલ્લા એક સપ્તાહથી પોતાની ભાભી પૂજા જે પાલી જિલ્લાના રોહટની રહેનારી છે તેના ત્યાં આવી હતી.



    રેખા આવી ત્યારે પૂજા આખો દિવસ પોતાના મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરતી રહેતી હતી. આ અંગે રેખાએ જણાવ્યું કે તે પોતાના ભાઈને જણાવી દેશે કે તે આખો દિવસ કોની સાથે વાત કરે છે. પૂજાને લાગ્યું કે તેની ફોન ઉપર વાત કરવાની જાણ પતિને થશે તો મુશ્કેલી ઊભી થશે.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

    આ પણ વાંચોઃ-પુણેઃ માદા શ્વાન સાથે મહિનાઓ સુધી બળાત્કાર ગુજારનાર 65 વર્ષીય વૃદ્ધ ઝડપાયો, સીસીટીવી ગોઠવી પકડ્યો

    આ અંગે મંગળવારે રાત્રે પૂજાએ ઊંઘતી રેખાના માથા ઉપર ધારદાર હથિયાર વડે ઇજાઓ પહોંચાડી હતી. જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેની લાશને તેણે પથારીમાં લપેટીને બોક્સમાં જ નાંખી દીધી હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

    આ પણ વાંચોઃ-યુવકે માસી સાથે ભાગીને કર્યા પ્રેમલગ્ન, સંબંધોમાં ઊભો થયો ગુંચવાડો, પિતા હવે સાઢું અને બહેન હવે સાસું બની

    પૂજાએ રેખાના પુત્ર અને પુત્રીને જણાવ્યું કે તેની માતા જોધપુર ગઈ છે. ત્યારબાદ બંને લોકો નજીકમાં રહેતા પોતાના મામાના ત્યાં જતા રહ્યા હતા. રેખાની મોટી પુત્રીના લગ્ન થયેલા છે. જ્યારે તેની પુત્રી ઘરે આવી તો તેને દુર્ગંધ આવવા લાગી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.



    ઘટના સ્થળેથી પોલીસે બોક્સમાંથી લાશ મળી હતી. લાશને જોધપુરના મથુરાદાસ માથુર હોસ્પિટલની મોર્ચરીમાં મોકલાવી હતી. રેખાની પુત્રીએ પોતાની મામી ઉપર જ હત્યાનો આરોપ લગાવ્યો છે. ઝંવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે ભાભી સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
    Published by:ankit patel
    First published:April 17, 2021, 18:06 pm

    ટૉપ ન્યૂઝ