Home /News /national-international /

NaMo ટીવી પર BJPને મોટો ઝટકો, ચૂંટણી પંચે સામગ્રી દૂર કરવાનો આદેશ કર્યો

NaMo ટીવી પર BJPને મોટો ઝટકો, ચૂંટણી પંચે સામગ્રી દૂર કરવાનો આદેશ કર્યો

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

એમસએમસીની ખરાઈ કર્યા વગર ઇલોક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતી તમામ સામગ્રી તાત્કાલિક પ્રભાવથી હટાવવી પડશે.

    નવી દિલ્હી : આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે નમો ટીવી (Namo TV) પર મંજૂરી વગર બતાવવામાં આવી રહેલી સામગ્રી તાત્કાલિક ધોરણ હટાવી દેવાનો નિર્દેશ કર્યો છે. ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે 'નમો ટીવી' પરથી મંજૂરી વગર મૂકવામાં આવેલી સામગ્રીને હટાવવામાં આવશે. જોકે, ચૂંટણી પંચે 'નમો ટીવી' પર બૅન મૂકવાનો ઇન્કાર કર્યો છે.

    ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને આ સંબંધમાં એક પત્ર લખ્યો છે કે 'નમો ટીવી' પર પ્રસારિત થતી તમામ જાહેરાતોની તપાસ કરવામાં આવે. ચૂંટણી પંચે દેશની રાજધાની દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં લખ્યું છે કે, "તમે પુષ્ટિ કરી છે કે 'નમો ટીવી' પર પ્રસારિત થઈ રહેલી સામગ્રીની તમારા કાર્યાલયની એમસીએમસી કમિટી તરફથી તપાસ નથી કરવામાં આવી."



    ચૂંટણી પંચે લખ્યું કે, "નમો ટીવીનું કન્ટેન્ટ એક રાજકીય પાર્ટી તરફથી પ્રાયોજિત છે. એવામાં સુપ્રીમ કોર્ટે 13મી એપ્રિલ, 2004ના રોજ આપેલા આદેશના આધારે 15મી એપ્રિલ, 2004ના રોજ ચૂંટણી પંચે જાહેર કરેલા દિશાનિર્દેશ આ ચેનલ પર લાગૂ પડશે. આ માટે જ ટીવી પર પ્રસારિત થતી દરેક જાહેરખબર, કાર્યક્રમ અને સામગ્રીના પ્રસારણ પહેલા એમસીએમસી કમિટિ તરફથી ખરાઈ કરવી અનિવાર્ય છે. "

    પત્રમાં ચૂંટણી પંચે લખ્યું છે કે એમસએમસીની ખરાઈ કર્યા વગર ઇલોક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતી તમામ સામગ્રી તાત્કાલિક પ્રભાવથી હટાવવી પડશે. રાજકીય સામગ્રીના પ્રસારણના સંદર્ભમાં ચૂંટણી પંચના નિર્દોશોનું કડકાઈથી પાલન કરવામાં આવશે. ચૂંટણી પંચે દિલ્હીના ચૂંટણી અધિકારીને આ અંગે ઝડપથી સંમતિ રિપોર્ટ આપવાનું કહ્યું છે.

    નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે પીએમ મોદીની બાયોપિક પર રિલિઝના એક દિવસ પહેલા જ ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દીધો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ec, Election commission, Lok sabha election 2019, NAMO TV

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन