Home /News /national-international /Good News: નામીબિયાથી આવેલી 'આશા' નામની માદા ચિત્તા પ્રેગ્નેટ થઈ, દેશમાં ચિત્તાની સંખ્યા વધશે

Good News: નામીબિયાથી આવેલી 'આશા' નામની માદા ચિત્તા પ્રેગ્નેટ થઈ, દેશમાં ચિત્તાની સંખ્યા વધશે

મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી આવ્યા ગુડ ન્યૂઝ

MP Kuno Cheetah Aasha Pregnant : ચિત્તા કંઝર્વેશન ફંડના કાર્યકારી નિર્દેશકે કહ્યું કે, જો 'આશા' ગર્ભવતી છે, તો પ્રથમ મોકો હશે. આવી સ્થિતિમાં તેની પ્રાઈવસી અને શાંત માહોલ આપવો પડશે. તેની આજૂબાજૂમાં કોઈ હોવું જોઈએ નહીં. તેની સાથે જ તેના વાડામાં ખાવા પીવાની પુરતી વ્યવસ્થા પણ હોવી જોઈએ.

વધુ જુઓ ...
  ભોપાલ: દેશમાં લગભગ 70 વર્ષ બાદ વિદેશની ધરતી પરથી 8 ચિત્તાને ભારતમાં લાવવામાં આવ્યા છે. જ્યારથી આ 8 ચિત્તા નામીબિયાથી કૂનો લાવવામાં આવ્યા છે, લોકોમાં તેમને જોવાની ઉત્સુકતા વધી ગઈ છે. સૌ કોઈ આ ચિત્તાને એક વાર જોવા માગે છે. એટલું જ નહીં દેશમાં ચિત્તાની સંખ્યા વધારવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ત્યારે હવે આ તમામની વચ્ચે મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી ગૂડ ન્યૂઝ સામે આવ્યા છે. 'આશા' નામની માદા ચિત્તા ગર્ભવતી હોવાના સમાચાર આવ્યા છે. નામીબિયાથી આવેલા 8 ચિત્તામાં 3 માદા ચિત્તા પણ છે. તેમાંથી એક આશા પણ સામેલ છે. આ નામ ખુદ પ્રધાનમંત્રી મોદીએ આપ્યું છે. આશાના ગૂડ ન્યૂઝની સૂચનાથી વન અધિકારીઓમાં આશા જાગી છે કે, ટૂંક સમયમાં દેશમાં ચિત્તાની સંખ્યા વધશે.

  નામીબિયાથી આવેલી આશા આપી શકે છે ગુડ ન્યૂઝ


  કુનોમાં ચિત્તા પ્રોજેક્ટની ઝીણવટ પૂર્વક નજર રાખતા અધિકાીરીઓનું કહેવુ છે કે, આશા ગર્ભવતી હોવાના તમામ સંકેતો મળી રહ્યા છે. તેના વ્યવહારિક, શારીરિક અને હોર્મોનલ ફેરફારથી પ્રેગ્નેનસીની પુષ્ટિ થઈ રહી છે. જો કે, ચિત્તા પ્રોજેક્ટ સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું છે કે, અત્યાર સુધી મળી રહેલા સંકેતોથી અમે ઉત્સાહી છીએ, પણ કન્ફર્મ કરવા માટે આપણે હજૂ ઓેક્ટોબરના અંત સુધી રાહ જોવી જોઈએ.

  આ પણ વાંચો: 8 આફ્રિકન ચિતાઓનું કરાયું નામકરણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપ્યું એક નામ

  MPના કૂનોમાંથી આવી ખુશખબર


  ચિત્તા કંઝર્વેશન ફંડના કાર્યકારી નિર્દેશક લોરી માર્કરે કહ્યું કે, જો આશા ગર્ભવકી છે, તો આ તેનો પ્રથમ મોકો છે. માનવામાં આવી રહ્યું છે કે, તેને જંગલમાં જોવા મળી હતી. તેને પ્રાઈવસી અને શાંત માહોલ આપવાનો રહેશે. તેની આજૂબાજૂમાં કોઈ હોવુ જોઈએ નહીં. સાથે જ તેના વાડામાં ખાવા પીવાની પુરતી વ્યવસ્થા પણ હોવી જોઈએ.

  દેશમાં ચિત્તાની સંખ્યા વધવાની આશા જાગી


  ડો. લોરી માર્કરે જણાવ્યું છે કે, આશા જંગલમાં રહીને આવી છે. શક્ય છે કે તે ગર્ભવતી હોય. તેથી આ ચિત્તા પ્રોજેક્ટ માટે અત્યંત ગંભીર અને મહત્વનું બની જાય છે. ખાસ કરીને મેનજમેન્ટે જમીન પર ટ્રેનીંગ લીધેલા કર્મચારીઓને તૈનાત કરવા જોઈએ. આશા ચિત્તાને તણાવ ઘટાડવા માટે ખાલી જગ્યા અને શાંત માહોલની જરુર રહેશે. તેથી તે પોતાના ગર્ભનું પાલન પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જો આશા બચ્ચાને જન્મ આપે છે તો, નામીબિયાથી આવેલા 8 ચિત્તા બાદ વધુ એક ગિફ્ટ મળશે.

  55 દિવસમાં થશે 'આશા' ગર્ભવતી હોવાની પુષ્ટિ


  17 સપ્ટેમ્બરે નામીબિયાથી આવેલા 8 ચિત્તા મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે. ખુદ પ્રધાનમંત્રી મોદીએ આ ચિત્તાને કૂનો પાર્કમાં છોડ્યા હતા. આ ચિત્તાને નવું ઘર પોતાનું લાગે તેના માટેની તમામ તૈયારીઓ થઈ રહી છે. WII દહેરાદૂન અને એમપી વન વિભાગ સતત તેની દેખરેખ રાખી રહી છે. એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે, આશાના ગર્ભાવસ્થાના સંકેત છે. પણ પુષ્ટિ માટે આપે થોડી રાહ જોવી પડશે, મોટા ભાગે તેની પુષ્ટિ માટે 55 દિવસનો સમય લાગે છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Madhya pradesh

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन