એક સમયે રાહુલ ગાંધી સાથે નામ જોડાયું હતું, હવે અદિતિસિંહ આમની દુલ્હન બનશે

News18 Gujarati
Updated: November 17, 2019, 8:49 AM IST
એક સમયે રાહુલ ગાંધી સાથે નામ જોડાયું હતું, હવે અદિતિસિંહ આમની દુલ્હન બનશે
રાહુલ ગાંધી અદિતિ સિંહ સાથે (ફાઇલ તસવીર)

રાહુલ ગાંધી સાથે સગાઈની અફવા ફેલાયા બાદ અદિતિએ કહ્યું હતું કે, હું તેમને ભાઈ માનીને રાખડી બાંધું છું

  • Share this:
રાયબરેલી : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રાયબરેલી (Raebareli)થી કૉંગ્રેસ (Congress)ની ધારાસભ્ય અદિતિ સિંહ (Aditi Singh) ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેમના લગ્ન પંજાબ (Punjab)ના કૉંગ્રેસના ધારાસભ્ય અંગદ સૈની (Angad Saini) સાથે નક્કી થયા છે. અદિતિ દિલ્હીમાં 21 નવેમ્બરે અંગદ સૈનીની દુલ્હન બનશે. રિસેપ્શન પણ દિલ્હીમાં જ 23 નવેમ્બરે રાખવામાં આવ્યું છે. અદિતિએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાના લગ્નની પુષ્ટિ કરી છે. અદિતિએ એમ પણ કહ્યું કે, આ લગ્ન તેમના પિતાએ નક્કી કર્યા છે. પરિવારના સૂત્રોએ જણાવ્યું કે, સમારોહ માટે આમંત્રિતોને લગ્નનો લગ્નના કાર્ડ આપવામાં આવી રહ્યા છે.

અંગદ અને અદિતિ વર્ષ 2017માં ધારાસભ્ય બન્ય અને બંને રાજકીય પરિવારથી આવે છે. અંગદ સિંહે લગ્નની વાતનો સ્વીકાર કર્યો છે. અંગદ સિંહે વર્ષ 2017માં રાજનતિમાં પ્રવેશ કર્યો અને શહીદ ભગતસિંહ નગરથી ધારાસભ્ય ચૂંટણી જીત્યા. ધારાસભ્ય અંગદ સિંહ દિવંગત દિલબાગ સિંહના પરિવારથી આવે છે. દિલબાગ સિંહ નવાંનગર સીટ પરથી 6 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

યૂપીની સૌથી યુવા ધારાસભ્ય છે અદિતિ

અદિતિ સિંહ ઉત્તર પ્રદેશમાં સૌથી યુવા ધારાસભ્યોમાંથી એક છે. તેઓએ વર્ષ 2017માં 90,000થી વધુ મતોની સાથે રાયબરેલી સદર સીટ જીતી હતી. તેમના પિતા અખિલેશકુમાર સિંહ પાંચ વાર રાયબરેલી સીટથી ચૂંટણી જીતી ચૂક્યા છે.

રાહુલ ગાંધીની સાથે પણ નામ જોડાઈ ચૂક્યું છે

અદિતિ સિંહ કૉંગ્રેસના બાહુબલી નેતા રહેલા અખિલેશ સિંહની દીકરી છે. હાલમાં જ તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે રાહુલ ગાંધીની સાથે તેમની સગાઈની અફવા ફેલાઈ હતી. ત્યારબાદ અદિતિ સિંહે રાહુલ ગાંધીની સાથે સગાઈના અહેવાલોને ફગાવી દીધા હતાં અને તેમને પોતાના ભાઈ કહ્યા હતા. અદિતિ સિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી તેમના ભાઈ જેવા છે અને તેમને રાખડી બાંધે છે.
Loading...

આ પણ વાંચો,

દેશમાં કોના કાર્યકાળમાં સૌથી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું? કોના નામે નોંધાયો છે રેકોર્ડ?
સંસદમાં હવે શિવસેનાના સાંસદ વિપક્ષમાં બેસશે
First published: November 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com