Home /News /national-international /આ ગામનું નામ એટલું ખરાબ હતું કે બોલવામાં પણ શરમ આવે, નામ સાંભળતા જ હસવા લાગે છે લોકો

આ ગામનું નામ એટલું ખરાબ હતું કે બોલવામાં પણ શરમ આવે, નામ સાંભળતા જ હસવા લાગે છે લોકો

ચિ-વિચિત્ર ગામના નામ (પ્રતિકાત્મક ફોટો )

આવા નામવાળા રાજ્યોમાં રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્રા અને ઝારખંડનું નામ લઈ શકાય. જ્યાં લોકોએ પોતાના વિસ્તારના નામ બદલવા માટે અવાજ ઉઠાવ્યો હતો. જો કે, અમુક લોકો હાલમાં પણ પોતાના ગામનું નામ અથવા સરનામું બતાવામાં શરમ અનુભવી રહ્યા છે.

    ભારતના કેટલાય રાજ્યોના અમુક ગામ અને શહેરોના નામ એવા છે, જેને સાંભળીને અથવા તો વાંચીને આપ પણ હસવા લાગશો. આ સીરિઝમાં અમે આપને હાલમાં દેશની ફની રેલ્વે સ્ટેશનોના નામ અને તેની સાથે જોડાયેલી જાણકારી શેર કરીશું. મજેદાર નામથી ઈતર બધા જાણે છે કે, અમુક એવા નામો પણ હોય છે, જેને લઈને ત્યાં રહેતા લોકોને શરમ અનુભવાતી હોય છે.

    આ રાજ્યોમાંથી અવાજ ઉઠ્યો


    આવા નામવાળા રાજ્યોમાં રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્રા અને ઝારખંડનું નામ લઈ શકાય. જ્યાં લોકોએ પોતાના વિસ્તારના નામ બદલવા માટે અવાજ ઉઠાવ્યો હતો. જો કે, અમુક લોકો હાલમાં પણ પોતાના ગામનું નામ અથવા સરનામું બતાવામાં શરમ અનુભવી રહ્યા છે.

    અહીં વાત ઝારખંડના દેવઘર જિલ્લાના મોહનપુર પ્રખંડના બંકા પંચાયતમાં આવેલા એક ગામની છે, જેનું નામ એવું છે કે, આજના ઈન્ટરનેટવાળા જમાનાની હાઈટેક પેઢીના છોકરા-છોકરીઓ સ્કૂલ અને કોલેજમાં પોતાના ગામનું નામ બતાવતા પણ અચકાય છે. હકીકતમાં આ ગામનું નામ Bh...di હતું. જેના કારણે છોકરાઓ પોતાની સ્કૂલ કે કોલેજમાં આ ગામનું નામ બોલી શકતા નહોતા.

    મજાક ઉડશે તેવો ડર


    અહીં રહેનારા લોકોને હંમેશા એ વાતનો ડર રહેતો હતો કે, ગમે તેમ કરીને તેમના ગામનું નામ બદલાય. હવે કેમ કે ગામનું નામ બતાવવા પર મજાક ઉડાવવામાં આવતી હતી, એટલા માટે તેમણે અવાજ ઉઠાવ્યો. જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અને ઈનકમ પ્રુફ જેવા સર્ટિફિકેટમાં દેવઘરના આ ગામનું નામ જોઈને લોકો હસવા લાગતા હતા. વર્ષોથી ચાલી આવતી મુશ્કેલી દૂર કરવા માટે યુવાનોએ મહેનત કરી અને પંચાયતની મદદથી તેનું નામ બદલાયું.

    આવી રીતે બદલાયું નામ


    હકીકતમાં બંકા પંચાયતના સરપંચ રંજીત કુમાર યાદવે ગામના તમામ સરકારી દસ્તાવેજોમાં નવું નામકરણ કરવા માટે ગ્રામસભાની બેઠક બોલાવી. જેમાં સર્વસંમ્મતિથી ગામનું નામ બદલીને નવું નામ મસૂરિયા રાખવાનો પ્રસ્તાવ પાસ કર્યો. ત્યાર બાદ તમામ સરકારી ઓફિસો અને દસ્તાવેજોમાં ખાસ કરીને મસૂરિયા નામથી ગામની એન્ટ્રી કરાવી. કેટલાય મહિનાના સંઘર્ષ બાદ સફળતા તો મળી, હવે રેવન્યૂ વિભાગમાં પણ તેની વેબસાઈટ પર ગામનું નામ ભો...ડીની જગ્યાએ હવે મસૂરિયા ગામ તરીકે ઓળખાવા લાગ્યું છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन