કોરોના વેક્સિન લગાવવાના નામ પર બાપે દીકરીઓના જનનાંગ કપાવી દીધા

કોરોના વેક્સિન લગાવવાના નામ પર બાપે દીકરીઓના જનનાંગ કપાવી દીધા
પિતાએ દીકરીઓના જનનાંગ કપાવી દીધા

પિતા અને ડોક્ટર પર એ આરોપ છે કે, 18 વર્ષથી નાની ઉંમરની દીકરીઓને ડ્રગ આપવામાં આવ્યું અને તેમના ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યા.

 • Share this:
  કાહિરા : મિસ્ર (ઈજિપ્ત)માં એક વ્યક્તિએ પોતાની ત્રણ દીકરીઓને કોરોના વાયરસની વેક્સિન લગાવવાના નામ પર તેમના જનનાંગ કાપી દીધા. પિતા પર આરોપ છે કે, આ કામ તેણે એક ડોક્ટર સાથે મળીને કર્યું છે. આ મામલે દીકરીઓના વકિલે કહ્યું કે, પીડિતાના પિતાએ પોતાની દીકરીઓને કહ્યું કે, કોરોના વાયરસની રસી લગાવવામાં આવશે. દીકરીઓને સમજાવ્યા બાદ પિતાએ ડોક્ટરને ઘરે બોલાવ્યા અને આ ઘટનાને અંજામ આપ્યો.

  FGMને 2008થી ગેરકાયદે માનવામાં આવે છે  પિતા અને ડોક્ટર પર એ આરોપ છે કે, 18 વર્ષથી નાની ઉંમરની દીકરીઓને ડ્રગ આપવામાં આવ્યું અને તેમના ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, મિસ્રમાં 2008માં જ જનનાંગ કાપવા FGMને અવૈધ બનાવી દેવામાં આવ્યું હતું. હજુ પણ આ પ્રકારની ઘટના અહીં પ્રચલનમાં છે. દીકરીઓએ પોતાની માતાને કહ્યું, જે પોતાના પિતા સાથે તલાક લઈ ચુકી છે. તેણે આ મામલે અધિકારીઓને સૂચના આપી ફરિયાદ નોંધાવી.

  પીડિતાએ જણાવ્યું પોતાનું દર્દ

  દુનિયામાં હાલમાં કોઈ પણ દેશમાં કોરોના વાયરસની વેક્સિન છે નહીં. જોકે, એક વેક્સિન વિકસીત કરવા માટે વૈશ્વિક સ્તર પર પરિક્ષણ ચાલી રહ્યું છે. બીબીસી અનુસાર, પીડિતાએ એક નિવેદનમાં કહ્યું છે કે, તેમણે ચેતના ખોઈ દીધી હતી અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે પોતાના પગ બાંધેલા જોયા અને પોતાના જનનાંગમાં દર્દની અનુભૂતી થતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ.

  મિસ્રમાં FGMને 2016માં અપરાધિક કૃત્ય ગણવામાં આવ્યું છે

  FGMને 2016માં મિસ્રમાં એક અપરાધિક કૃત્ય જાહેર કરવામાં આવ્યું છે અને આ પ્રક્રિયાને અંજામ આપવા માટે દોષી વ્યક્તિ અથવા ડોક્ટરને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. આ પ્રક્રિયા માટે અનુરોધ કરનારને પણ ત્રણ વર્ષની જેલ થઈ શકે છે. જોકે, આ મામલે અત્યાર સુધી કાયદા હેઠળ કોઈના પર પણ સફળતા પૂર્વક કેસ ચલાવવામાં નથી આવ્યો. મહિલા અધિકાર સમૂહોનું કહેવું છે કે, ન્યાયાધિશ અને પોલીસ કાયદાને ગંભીરતાથી નથી લઈ રહ્યા.
  Published by:kiran mehta
  First published:June 06, 2020, 21:48 pm

  टॉप स्टोरीज