નમસ્તે ટ્રમ્પ : આ વાતથી નક્કી થશે કે ટ્રમ્પનો ભારત પ્રવાસ કેટલો સફળ રહ્યો

News18 Gujarati
Updated: February 22, 2020, 12:44 PM IST
નમસ્તે ટ્રમ્પ : આ વાતથી નક્કી થશે કે ટ્રમ્પનો ભારત પ્રવાસ કેટલો સફળ રહ્યો
ટ્રમ્પ બે દિવસના ભારતના પ્રવાસે આવશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના પ્રથમ અધિકારિક ભારત પ્રવાસ પહેલા તમારે આ પાંચ વાત જાણવી જોઈએ.

 • Share this:
પ્રવીણ સ્વામી : આ વિકેન્ડમાં તમે રજા માણવા જઈ રહ્યો હશો ત્યારે અમુક લોકો દુનિયાના બે શક્તિશાળી નેતાઓ વચ્ચે સોમવારે યોજાનારી શિખર બેઠક માટે તૈયારીઓ માટે 24 કલાક કામ કરી રહ્યા હશે. સોમવારે અમેરિકાના
રાષ્ટ્રપ્રમુખ પોતાના વિમાન એરફોર્સ વનમાં અમદાવાદ આવી પહોંચે ત્યાં સુધી વેપાર સલાહકારો, રક્ષા નિષ્ણાતો, રાજદૂતો તેમજ જાસૂસી અધિકારીઓ રાત દિવસ કામ કરી રહ્યા હશે.

1. ઉત્તમ શિખર સમિટ માટે પડદાપાછળની તૈયારી


 • સોમવારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અમદાવાદ પહોંચે તે પહેલા અમેરિકન જાસૂસી એજન્સીએ (CIA) ભારતીય ગુપ્તચર વિભાગ અને વિશેષ સુરક્ષા સમૂહ (SPG) સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું હતું. જેનાથી બે દિવસના શિખર
  સંમેલન દરમિયાન ટ્રમ્પ અને પીએમ મોદી સુરક્ષિત રહે. આ બંને નેતાઓ હજારો લોકોની ભીડ વચ્ચેથી પસાર થશે. સુરક્ષા અધિકારીઓ માટે આ સૌથી મોટો પડકાર છે.
 • ખાસ રીતે બનાવવામાં આવેલા 747 બોઇંગ ઉપરાંત ટ્રમ્પ પોતાની સાથે સૌથી સુરક્ષિત માનવામાં આવતી કાર (The Beast)ને પણ સાથે લઈને આવશે. આ કાર બૉમ્બ બ્લાસ્ટને પણ સહન કરવા સક્ષમ છે. આ ઉપરાંત કારમાં
  ગુપ્ત સંચાર ઉપકરણો પણ હોય છે, જેનાથી પરમાણુ હથિયારોનું સંચાલન પણ કરી શકાય છે.

 • સોમનારે અને મંગળવારે અમારી નજર એવા લોકો પર પણ રહેશે જે આ કાર્યક્રમ સારી રીતે થાય તે માટે પડદા પાછળ રહીને સતત કામ કરી રહ્યા છે. આ લોકોમાં જાસૂસો, કાર્યકરો અને રાજદૂતો સામેલ છે. આ લોકો આ શિખર મંત્રણાને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.
2. આર્થિક ભાગીદારી વધારવા માટે મોટા કરારની આશા

 • 1980ના દશકાના અંતિમ વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધના સુધારાનો આધાર અર્થવ્યવસ્થા રહી છે. જોકે, તાજેતરમાં અમેરિકામાં સંરક્ષણવાદ અને ભારતમાં મંદીને કારણે તેના ભવિષ્ય પર સવાલો ઉભા કર્યા છે.

 • આ દરમિયાન એક ખરાબ સમાચાર એવા પણ છે કે ભારત અને અમેરિકા વચ્ચે સીમિત મુક્ત વેપારના કરાર પર હસ્તાક્ષર નહીં થાય, આ અંગે અનેક લોકોને આશા હતી. આને બદલે તેમણે કંઈક મોટું કરવાનું પસંદ કર્યું છે. એક
  વ્યાપક આર્થિક ભાગીદારી કરાર, જેમાં ફક્ત વસ્તુઓના કર, મુક્ત વેપાર જ નહીં પરંતુ પ્રોફેશનલો માટે મુક્ત આવન-જાવન અને સરળ રોકાણના માપદંડોને સામેલ કરાયા છે.

 • જોકે, આ કરારની જટિલતાને કારણે તેમાં થોડા સમય લાગી શકે છે. પરંતુ જ્યારે પણ થશે આ વાત મોટી ગેમ ચેન્જર સાબિત થશે.
3. ભારત-અમેરિકાની ભાગીદારીને મજબૂત કરતા 8-10 રક્ષા કરાર

 • 2000ના દશકાની શરૂઆતથી જ અમેરિકા ભારત માટે રક્ષા સાધનો પૂરું પાડતું બીજું મોટું રાષ્ટ્ર બન્યું છે. ટ્રમ્પની આ મુલાકાત દરમિયાન 8-10 મોટા રક્ષા સોદા થવાની આશા છે, જેની કિંમત આશરે 10 અબજ ડૉલર છે. જેમાં
  નેવી માટે 2.6 અબજ ડૉલરના ખર્ચે 24 એમએચ 60 હેલિકોપ્ટર અને આશરે 80 કરોડ ડૉલરમાં 6 એએચ 64 અપાચે યુદ્ધ હેલિકોપ્ટર્સની ખરીદી સામેલ છે.

 • આ ઉપરાંત આપણા શહેરોની રક્ષા માટે ત્રિ-સ્તરીય રિંગ NASAMS એર-ડિફેન્સ સિસ્ટમની ખરીદી અને લોંગ રેન્જ મેરિટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ P8I સામેલ છે. અમેરિકા પણ ભારત પર F21 લડાકૂ વિમાન ખરીદવા પર
  ભાર આપી રહ્યું છે.

 • જોકે, રક્ષા સોદાને લઈને સંબંધમાં થોડો તણાવ પણ છે. અમેરિકા ભારતની ઈચ્છા પ્રમાણે સ્વદેશી રક્ષા ઉદ્યોગ માટે ટેક્નોલોજી આપવા માટે તૈયાર નથી. જ્યારે રશિયા પાસેથી એસ-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદવાને લઈને અમેરિકા
  ભારતથી નારાજ છે.

 • જોકે, બંને દેશોએ એશિયાના ભવિષ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ રક્ષા સંબંધોનો પાયો નાખતા ભૂતકાળમાં મતભેદો દૂર કરવાની ક્ષમતા પણ બતાવી છે.


4. શું કાશ્મીર, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર મોદી-ટ્રમ્પ વચ્ચે વાતચીત થશે?

 • ગત દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે સરહદ વિવાદ મુદ્દે વાતચીત કરશે અને કાશ્મીર માટે ભવિષ્યનો એક રસ્તો કાઢશે. તેમણે પહેલા પણ કાશ્મીર મુદ્દે
  મધ્યસ્થતા કરવાની વાત કરીને નવી દિલ્હીને પરેશાન કરી છે. જોકે, ભારત દર વખતે કહી ચુક્યું છે કે કાશ્મીર એ ભારત અને પાકિસ્તાનનો આંતરિક મુદ્દો છે, જેમાં કોઈ ત્રીજા પક્ષકારની દખલગીરી મંજૂર નથી.

 • જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે ટ્રમ્પનો શાંતિ કરાર એવી આશંકાને બળ આપે છે કે પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સારા સંબંધો ધરાવતા જેહાદી સંગઠનો ફરીથી સત્તા પોતાના હાથમાં લઈ લેશે.

 • નવી દિલ્હી માટે આ એક ખરાબ સ્વપ્ન સમાન હશે કે પાકિસ્તાનની સેના ભારત વિરુદ્ધ પ્રૉક્સી વૉરમાં આ જેહાદી સમર્થકોનો ઉપયોગ કરશે. બંને નેતાઓ બંધ બારણે આ જટિલ ભૂ-રાજનીતિ પર ચર્ચા કરીને વચ્ચેનો રસ્તો
  શોધવાનો પ્રયાસ કરશે.


પ્રતિકાત્મક તસવીર


5. ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત કરતા સામાન્ય ભારતીયો

 • 19મી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે ભારતીય લોકો સારા જીવનની આશા લઈને કૃષિ મજૂરો તરીકે અમેરિકા પહોંચ્યાં હતા ત્યારે કદાચ તેઓને અંદાજ પણ નહીં હોય કે તેઓ એ મૂકામ પર પહોંચશે જ્યાં આજે ભારતીય સમાજ છે.
  મેક્સિકન પછી ભારતીય બીજો મોટો સમાજ છે જે અર્થવ્યવસ્થા, સરકાર, શિક્ષણ અને રાજનીતિ સહિત ક્ષેત્રમાં ટોચ પર પ્રતિનિધિત્વ કરે છે.

 • પ્રત્યક્ષ ચૂંટણીના મહત્વ માટે અમેરિકામાં ભારતીય સમાજ ભલે નાનો હોય પરંતુ તેનો પ્રભાવ ખૂબ વધારે છે. ભારત અને અમેરિકામાં અનેક દશકાઓ દરમિયાન આવેલા સંકટો વચ્ચે પણ આ સમુદાયે હંમેશા એવા પ્રયાસો કર્યા છે કે
  બંને દેશ વચ્ચે સંબંધ આગળ વધે.

 • હવે આ સમાજે નવા જ પડકારોનો સામનો કરવો પડી રહ્યા છે. જેમાં વિઝાને લઈને વધી રહેલા રાષ્ટ્રવાદ જેવા મુદ્દા સામેલ છે. સમુદાયને આશા છે કે આ શીખર સંમેલનથી આ સમસ્યાઓનું સમાધાન કાઢવામાં મદદ મળશે.

First published: February 22, 2020, 12:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading