Home /News /national-international /4 વૃદ્ધો સાથે હતું મહિલાનું લફરૂં પછી થઇ પાંચમાની એન્ટ્રી; પ્રેમ સંબંધમાં આવ્યો ખતરનાક વળાંક
4 વૃદ્ધો સાથે હતું મહિલાનું લફરૂં પછી થઇ પાંચમાની એન્ટ્રી; પ્રેમ સંબંધમાં આવ્યો ખતરનાક વળાંક
અસ્થાવાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે મહિના પહેલા એક વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલતી વખતે નાલંદા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. .(પ્રતિકાત્મક તસવીર: Shutterstock)
ડીએસપીએ જણાવ્યું કે પીનો દેવી સાથે ગેરકાયદેસર સંબંધના કારણે આ હત્યા કરવામાં આવી છે. ખરેખરમાં પીનો દેવી (30 વર્ષ) ચાની દુકાન ચલાવે છે. તેના પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું.
નાલંદા: નાલંદાના અસ્થાવાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે મહિના પહેલા એક વૃદ્ધની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. હત્યાના આ ઘટસ્ફોટ વિશે જેણે પણ સાંભળ્યું તે ચોંકી ગયો. હત્યા કેસમાં સંડોવાયેલા કુલ 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ડીએસપી ડો. શિબ્લી નોમાનીએ જણાવ્યું હતું કે 18/19 ઓક્ટોબરની રાત્રે અસ્થાવાં પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીટેકનિક કોલેજ પાસે નવી બનેલી કોમ્યુનિટી બિલ્ડિંગની પાણીની ટાંકીમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ ત્રિપિત શર્મા (75 વર્ષ) તરીકે થઈ છે, જે અસ્થાવાં પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બલવાપર ગામના રહેવાસી છે. આ કેસમાં મૃતકના પુત્ર મિથુ કુમાર દ્વારા 21 ઓક્ટોબરે હત્યાનો કેસ નોંધાવવામાં આવ્યો હતો. આ બ્લાઇન્ડ મર્ડરની તપાસ ડીએસપી સદર, સ્ટેશન હેડ અસ્થાવાં અને સ્ટેશનના પોલીસ અધિકારીના નેતૃત્વમાં ચાલી રહી હતી.
ડીએસપીએ જણાવ્યું કે પીનો દેવી સાથે ગેરકાયદેસર સંબંધના કારણે આ હત્યા કરવામાં આવી છે. ખરેખરમાં પીનો દેવી (30 વર્ષ) ચાની દુકાન ચલાવે છે. તેના પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. પીનો દેવીના ચાર વડીલો સાથે સંબંધો હતા. આ દરમિયાન તે ત્રિપત શર્માના સંપર્કમાં પણ આવી હતી.ત્રિપત શર્માની પીનો દેવી સાથે કોઈ મુદ્દે દલીલ થઈ હતી. ગુસ્સામાં આવીને પિનો દેવીએ ત્રિપત શર્માને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. તેણે મૃતકને મળવા માટે નવા બનેલા કોમ્યુનિટી હોલમાં બોલાવ્યો હતો. પીનો દેવીના ખતરનાક ઈરાદાથી અજાણ ત્રિતાપ શર્મા જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીઓએ તેને માર માર્યો હતો. પછી ધક્કો મારીને ટોયલેટની ટાંકીમાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપી પાસેથી મૃતકનો મોબાઈલ સેટ પણ કબજે કર્યો હતો.
આરોપીઓની ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પકડાયેલા આરોપીઓમાં માનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મખદુમપુર તડાપર ગામના રહેવાસી સ્વર્ગસ્થ રામ પાસવાનની પત્ની પીનો દેવી (30), બરબીઘા પોલીસ સ્ટેશન વિસ્તારના કુતુબચક ગામનો રહેવાસી સ્વર્ગસ્થ સોમર મહતોનો પુત્ર કૃષ્ણ નંદન પ્રસાદ (75)નો સમાવેશ થાય છે. અસ્થાવાં પોલીસ સ્ટેશન વિસ્તારની પોલિટેકનિક કોલેજ નજીકના રહેવાસી સૂર્યમણિ કુમાર, માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છબિલાપુર ગામના રહેવાસી વાસુદેવ પાસવાન અને અસ્થાવન પોલીસ સ્ટેશન વિસ્તારના અકબરપુર ગામના રહેવાસી બનારસ પ્રસાદ ઉર્ફે લોહા સિંહ સામલ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર