Bihar: નાલંદામાં મીઠાઈની દુકાનમાં ઘૂસી બેકાબૂ ટ્રક, 16 લોકોને કચડ્યાં, 6નાં મોત, પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

આ દરમિયાન ભીડે પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરેલા 8 વાહનોને આગને હવાલે પણ કરી દીધા. (Photo: News18 Hindi)

અકસ્માત બાદ એકત્ર થયેલી હજારોની ભીડમાં સામેલ કેટલાક અસામાજિક તત્વોએ અચાનક પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો

  • Share this:
    અભિષેક કુમાર, નાલંદા. બિહાર (Bihar)ના નાલંદા (Nalanda) જિલ્લાના તેલ્હાડા પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત (Accident)ની મોટી ઘટના બની છે. અહીં એક તરફ લોકો હોળીનો તહેવાર ઉજવવાની તૈયારીમાં લાગેલા હતા, તો બીજી તરફ એક બેકાબૂ ટ્રક મીઠાઈની દુકાનમાં ઘૂસી ગઈ. ટ્રકે કુલ 16 લોકોને કચડી દીધા, જેમાંથી 6 લોકોનાં મોત થયા છે.

    ઘટના બાદ એક તરફ જ્યાં કેટલાક લોકો સ્થાનિક પોલીસની મદદથી ઘાયલોને બહાર કાઢીને હૉસ્પિટલ મોકલવાનું કામ કરી રહ્યા હતા, તો કેટલાક લોકો ટ્રકની નીચે દબાયેલા શબોને બહાર કાઢવામાં પ્રયત્નશીલ હતા. આ દરમિયાન હજારોની ભીડમાં સામેલ કેટલાક અસામાજિક તત્વોએ અચાનક પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો. ઉગ્ર લોકોએ સૌથી પહેલા સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડ્યું, પછી પોલીસ સ્ટેશન પર જોરદાર પથ્થરમારો કર્યો. આ ઉપરાંત આક્રોશિત ભીડે તેલ્હાડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની રિવોલ્વર પણ છીનવી લીધી. જોકે કેટલાક ગામ લોકોની મધ્યસ્થી બાદ ભીડે સર્વિસ રિવોલ્વર પરત આપી દીધી. આ દરમિયાન ભીડે પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરેલા 8 વાહનોને આગને હવાલે પણ કરી દીધા.

    આ પણ વાંચો, ફિલ્મી સ્ટાઇલમાં હૉસ્પિટલથી ભાગેલો ગેંગસ્ટર કુલદીપ ઉર્ફે ફજ્જા એન્કાઉન્ટરમાં ઠાર, જાણો પોલીસને કેવી રીતે મળી સફળતા

    ઘટનાસ્થળે પહોંચ્યા ડીએમ-એસપી

    ઘટનાની જાણકારી મળતાં જ નાલંદાના ડીએમ યોગેન્ર્ી સિંહ, એસપી હરિપ્રસાદ એસ., ડીડીસી રાકેશ કુમાર, એડીએમ મો. ઇરશાદ, હિલસા ડીએસપી, એસડીઓ સહિત જિલ્લાના અનેક ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા. મોટી સંખ્યામાં પોલીસ દળને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યું અને બેકાબૂ ભીડને વિખેરીને સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો.

    આ પણ વાંચો, Jio, Airtel, VIના બેસ્ટ રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે બમ્પર ડેટા


    ચાર કલાક સુધી બબાલ

    આ દરમિયાન આક્રોશિત હજારો ગામ લોકોએ સરકારી, પ્રાઇવેટ વાહનોને આગને હવાલે કરી દીધા. ઘટનાસ્થળ પર ઘાયલોને લઈ જવા પહોંચેલી એમ્યૂીસલન્સ પર પથ્થરો મારી ક્ષતિગ્રસ્ત કરી દીધો તો ત્યાંથી પસાર થતા વાહનોને પણ નિશાન બનાવ્યા. ગામ લોકોનો આ ઉગ્ર દેખાવ ચાર કલાક સુધી ચાલુ રહ્યો.
    Published by:Mrunal Bhojak
    First published: