Nalanda Gang Rape: 14 વર્ષીય સગીરા પર 6 લોકોએ આચર્યું દુષ્કર્મ, પીડિતા બેભાન અવસ્થામાં મળી

Nalanda Gang Rape: 14 વર્ષીય સગીરા પર 6 લોકોએ આચર્યું દુષ્કર્મ, પીડિતા બેભાન અવસ્થામાં મળી
(પ્રતીકાત્મક તસવીર)

સગીરા ખેતરમાં આવે તે પહેલા 6 યુવકો ઘાત લગાવીને બેઠા હતા, અવાવરૂ મકાનમાં લઈ જઈ આચર્યું સામૂહિક દુષ્કર્મ

  • Share this:
    અભિષેક કુમાર, નાલંદા. બિહાર (Bihar)ના નાલંદા (Nalanda)થી એક કંપાવનારી ઘટના સામે આવી છે. મામલો જિલ્લાના બેન પોલીસ સ્ટેશનની હદનો છે જ્યાં એક ગામમાં 14 વર્ષીય સગી સાથે સામૂહિક દુષ્કર્મ (Nalanda Gang Rape) આચરવામાં આવ્યું છે. દુષ્કર્મનો આરોપ ગામના જ 6 યુવકો પર લગાડવામાં આવ્યો છે. પોલીસ (Nalanda Police)એ આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરતાં તમામ આરોપીઓની ધરપકડ (Accused Arrested) કરી દીધી છે.

    ઘટના વિશે માહિતી મળી છે કે, મંગળવારે પીડિત કિશોરી ટોઇલેટ કરવા માટે ખેતરમાં ગઈ હતી. આ દરમિયાન પહેલેથી જ ઘાત લગાવીન ગામના જ 6 યુવકો બેઠા હતા. સગીરા ત્યાં પહોંચી કે યુવકોએ તેનું મોઢું બદાવી દીધું જેથી તે બૂમો ન પાડી શકે. બાદમાં તેને બળજબરીથી ઉચકીને નજીકના એક સૂમસામ મકાનમાં લઈ ગયા, જ્યાં વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું.



    આ પણ વાંચો, રાતના અંધારામાં પ્રેમી-પ્રેમિકા વાંધાજનક હાલતમાં પકડાયા, ગામ લોકોએ ત્યાં જ કરાવી દીધા લગ્ન

    જ્યારે ઘણો સમય પસાર થયો હોવા છતાંય કિશોરી ઘરે ન આવી તો પરિવારના સભ્યો તેની શોધખોળમાં લાગી ગયા. લાંબો સમય શોધખોળ કર્યા બાદ તેમને કિશોરી એક મકાનમાં બેભાન અવસ્થામાં મળી આવી. કિશોરીએ માંડમાંડ રડતા-રડતા 6 યુવકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો અને પોતાના પર થયેલી આપવીતી વર્ણવી.

    આ પણ વાંચો, પાણીપતઃ બીજા સમાજની યુવતી સાથે લવમેરેજ કર્યા તો યુવકને લાઠી-ડંડાથી ફટકારી અધમૂઓ કર્યો


    પોલીસે આરોપીઓની કરી ધરપકડ

    સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર ગામમાં હોબાળો થઈ ગયો. બીજી તરફ, ગામમાં થયેલી ગેંગરેપ (Gang Rape)ની ઘટનાની જાણ થતાં જ બેન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ જયકિશુન કુમારે પોતાની ટીમની સાથે ગામની ઘેરાબંદી કરી દીધી. પોલીસના સઘન સર્ચ ઓપરેશન (Search Operation)માં તમામ આરોપીઓ ઝડપાઈ ગયા. બીજી તરફ, પીડિતાને મેડિકલ તપાસ (Medical Tests) માટે બિહારશરીફ સરકારી હૉસ્પિટલ લઈ જવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓમાં રામપ્રવેશ પ્રસાદ, સૂરજ માંઝી, શંકર માંઝી, રોહિત માંઝી, પંજાબી માંઝી, બીરૂ માંઝી સામેલ છે. આ ઘટના બાદ ગામમાં તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. પોલીસે તકેદારીના ભાગરૂપે ગામમાં કેમ્પ નાખી દીધો છે જેથી કોઈ ઘર્ષણ કે હુમલાની ઘટના ન બને.
    Published by:Mrunal Bhojak
    First published:July 21, 2021, 14:27 pm